ન્યૂઝ18 ગુજરાતી : સમીમાં લંપટ ડોક્ટર અને તેના પુત્ર દ્વારા સારવાર માટે આવતી મહિલા દર્દીઓ સાથે કરવામાં આવેલ દુષ્કર્મના વિડીયો વાયરલ થવાની ઘટના પછી સમગ્ર પંથકમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. આ મામલે પાટણના પોલીસ અધિક્ષક સહિતની ટીમ ઘટનાસ્થળે આવીને તપાસ હાથ ધરી હતી. આ સમગ્ર ઘટના સંદર્ભે રવિવારે પોલીસ, એફએસએલ તેમજ આરોગ્ય તંત્રની ટીમો દ્વારા દવાખાનામાં તપાસનો ધમધમાટ આરંભાયો હતો.
દવાખાનામાં મળ્યાં કોન્ડમ
આ સ્થળેથી સ્ત્રીરોગ સંબંધિત કેટલીક દવાઓનો જથ્થો કબજો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત દવાખાનામાંથી કોન્ડોમ, કામવાસના ઉત્તેજન થાય તેવા સ્પ્રે, ટેબ્લેટ તેમજ માનવ શરીરને નુકશાન કરે તેવી દવાઓ મળી આવી છે. જ્યારે ઝડપાયેલા આરોપીઓને કોર્ટમાં રજુ કરી રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
સમીમાં હોસ્પિટલને પોતાની કુકર્મનો અડ્ડો બનાવી સારવાર અર્થે આવતી મજબુર અને ગરીબ મહિલાઓના ચેકઅપ દરમ્યાન તેમના અશ્લીલ વિડીઓ ઉતારતા હતાં. આ મહિલાઓને ફરી તપાસના નામે બોલાવી વિડીયોની ધાકધમકી આપી શારીરિક સંબંધો બાંધવા મજબુર કરતા હોવાનું હાલમાં પોલીસ પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે. ત્યારે પોલીસે બે પીડિત મહિલાઓની અપવીતી આધારિત સુષ્ટી વિરૃધ્ધનું કૂત્ય અને દુષ્કર્મના ગુનાઓની કલમો દાખલ કરી બંને હવસના પુજારી પિતા પુત્ર પર ફરિયાદ નોંધી પુરાવા એકત્રિત કરવા ટીમો કામે લગાડી છે. ત્યારે સવાલ એ પણ થાય કે આ લોકો મહિલાઓનો વીડિયો કઇ રીતે ઉતારવા હતાં. તેમનાં દવાખાનામાં સીસીટીવી કેમેરા પણ લાગેલા નથી. વીડિયો કોઇએ મોબાઇલથી ઉતાર્યા હોય તેવું લાગે છે.
40 વર્ષથી સમી વિસ્તારમાં 66 વર્ષની ઉંમરના ડોક્ટર મહેન્દ્ર મોદી પ્રેક્ટિસ કરતા હતાં. ગામનાં લોકો પરિવારનાં ડોક્ટર સમાન ગણતા હતા અને લોકોમાં તેમના પ્રત્યે ભારે વિશ્વાસ અને સન્માનની ભાવના હતી. આ વિસ્તારના વિદેશમાં વસતા લોકો મોંઘી ભેટ સોગાદ પણ તેમને મોકલતા હતા
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર