દલિતો પર વધ્યા અત્યાચાર, પાટણના સરેલ ગામે મહિલા પર હુમલો

News18 Gujarati
Updated: June 22, 2018, 4:42 PM IST
દલિતો પર વધ્યા અત્યાચાર, પાટણના સરેલ ગામે મહિલા પર હુમલો
ઠાકોરવાસમાં રહેતા જ શખ્સોએ મહિલા પર કર્યો હુમલો

  • Share this:
રાજ્યભરમાં દલિતો પર જાણે કે દંગલ શરૂ થયુ ગયુ હોય તેમ એક બાદ એક ઘટના સામે આવી રહી છે. દલિતો પર હુમલાની ઘટનાએ સૌને ચોંકાવી દીધા. પાટણના હારીજમાં સરેલ ગામે દલિત પર અજાણ્યા શખ્સો હુમલો કર્યો હતો.

માહિતી અનુસાર પાટણના હારીજમાં સરેલ ગામે ઠાકોર વાસમાંથી જ્યારે દલિત મહિલા પસાર થઇ રહી હતી તે દરમિયાન અચાનક જ અજાણ્યા શખ્શોએ ત્રાટકી પડ્યા અને તેના મો પર ઘા ઝીંક્યા હતા. હાલ મહિલાને ધારપુર સિવિલ હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડવામાં આવી છે. હુમલો એટલો ખતરનાક હતો કે તેમના મો પર 6 ટાંકા આવ્યા હતા.





ઉલ્લેખનીય છે કે ઇજાગ્રસ્ત મહિલા પર તેમના જ વિસ્તારમાં રહેતા શખ્સોએ હુમલો કર્યાની આશંકા સેવાઇ રહી છે. તો બીજી તરફ દલિત સમાજની મહિલા પર હુમલો થતા દલિત સમાજમાં રોષ જોવા મળઈ રહ્યો છે. આ હુમલો ક્યા કારણોસર કરવામાં આવ્યો તે અંગે તપાસ ચાલી રહી છે. પોલીસે આ ઘટના અંગે હુમલો કરનાર શખ્શોને ઝડપવા પ્રયત્ન હાથ ધર્યા છે.

 
First published: June 22, 2018, 4:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading