Home /News /north-gujarat /પાટણમાં સીઆર પાટીલનું મહત્ત્વનું નિવેદન, ચાણસ્માના MLAને ચૂંટણી લડવા આડકતરી રીતે લીલીઝંડી આપી

પાટણમાં સીઆર પાટીલનું મહત્ત્વનું નિવેદન, ચાણસ્માના MLAને ચૂંટણી લડવા આડકતરી રીતે લીલીઝંડી આપી

જસોમાવ ગામ ખાતે યોજાયેલ શસ્ત્ર પ્રદર્શનમાં પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે મોટું અને મહત્ત્વનું નિવેદન આપ્યું છે.

Gujarat Politics: સીઆર પાટીલે આજે ચાણસ્મા વિધાનસભાના જસોમાવ ગામ ખાતે યોજાયેલ શસ્ત્ર પ્રદર્શનમાં આડકતરી રીતે ચાણસ્માના ધારાસભ્ય દિલીપજી ઠાકોરને ચૂંટણી લડવા માટે લીલી ઝંડી આપી દીધી છે.

    ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી એક્શનમાં આવી ગઇ છે અને પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સતત મેળાવડા અને કાર્યકર્તાઓ સાથે સંમેલનો કરી રહ્યા છે ત્યારે પાટણ જિલ્લાના ચાણસ્મા વિધાનસભાના જસોમાવ ગામ ખાતે યોજાયેલ શસ્ત્ર પ્રદર્શનમાં પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે મોટું અને મહત્ત્વનું નિવેદન આપ્યું છે.

    સીઆર પાટીલે આજે ચાણસ્મા વિધાનસભાના જસોમાવ ગામ ખાતે યોજાયેલ શસ્ત્ર પ્રદર્શનમાં આડકતરી રીતે ચાણસ્માના ધારાસભ્ય દિલીપજી ઠાકોરને ચૂંટણી લડવા માટે લીલી ઝંડી આપી દીધી છે. શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં શસ્ત્ર લઈને આવેલ દિલીપજીના સમર્થકોને તેમજ દિલીપજીને ટુંકજ દિવસોમાં આવતી ચૂંટણી માટે તૈયાર રહેવા કહ્યું છે. અને સાથે-સાથે સાકરતુલા કાર્યક્રમમાં દિલીપજીને જે સાકરે તોલ્યા તે સાકરને લોકોમાં વહેંચી દઈને ચૂંટણી લડવા આડકતરી રીતે તૈયારી કરવા કહી દીધું છે.

    પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના આ મોટા નિવેદનથી રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના અનેક ઉમેદવારોમાં એક નવી ઉર્જા આવી શકે છે. તો બીજી તરફ વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટણી લડવા ઉત્સુક નવા ચહેરાઓ પણ દાવેદારીને લઈને મૂંઝવણમાં પડી શકે છે.



    આ સાથે જ રાધનપુર વિધાનસભા મત ક્ષેત્રના ભાજપના સંભવિત ઉમેદવાર અલ્પેશ ઠાકોરને સીઆર પાટીલે લીલી ઝંડી આપી દીધી છે. રાધનપુર સીટ પરથી લડશે અને જીતશે તેવો આશાવાદ પણ સીઆર પાટીલે વ્યક્ત કર્યો છે. ચાણસ્મા બેઠક પર દિલીપ ઠાકોર ચૂંટણી લડશે તેના પણ શાંકેત સીઆર પાટીલે આપ્યા છે. પાટણ જિલ્લાની બે સીટ પર ઉમેદવાર જાહેર કર્યા હોવાના સીઆર પાટીલે આડકતરી રીતે શંકેત આપી દીધા છે.

    ચાણસ્મા વિધાનસભા બેઠક

    ગુજરાત વિધાનસભાના પાટણ જીલ્લાની ચાણસ્મા વિધાનસભા બેઠકમાં હારીજ, ચાણસ્મા અને સમી તાલુકા કેટલાંક ગામોનો સમાવેશ થાય છે. આ બેઠકમાં રદ્દ થયેલી સમી અને હારીજ બેઠકના ગામો પણ સમાવવામાં આવ્યા છે. આ બેઠક પર સમી તાલુકાના 51, હારીજના 40 અને ચાણસ્માના 60 ગામો મળીને કુલ 151 ગામોનો સમાવેશ થાય છે. ચાણસ્મા વિધાનસભા બેઠક પર કુલ 2,43,282 મતદારો છે. જેમાં 1,26,403 પુરુષ અને 1,16,879 મહિલા મતદારો છે. આ બેઠકમાં કુલ 280 પોલીંગ બુથ છે. ગુજરાત વિધાનસભાની આ ગ્રામીણ બેઠક છે.

    આ પણ વાંચો- T20 વર્લ્ડ કપમાં જસપ્રીત બુમરાહનું સ્થાન કોણ લેશે, રોહિત શર્મા અને રાહુલ દ્રવિડે આપ્યા સંકેત

    ચાણસ્મા વિધાનસભા બેઠક પર રાજકીય સમીકરણ

    પાટણ જીલ્લાની ચાણસ્મા વિધાનસભા બેઠક પર યોજાયેલી વર્ષ 2012ની વિધાનસભા ચુંટણીમાં ભાજપના દિલીપકુમાર ઠાકોરે કોંગ્રેસના દિનેશકુમાર ઠાકોરને 10.46 ટકા મતથી હરાવીને વિજય મેળવ્યો હતો. જો કે વર્ષ 2007માં આ બેઠક પરથી ભાજપના રજનીભાઈ પટેલ કોંગ્રેસના ઉમેદવાર માલજીભાઈ દેસાઈને 16,361 મતથી હરાવીને વિજયી બન્યા હતા.

    આ બેઠક પર સામાન્ય રીતે છેલ્લી બે વિધાનસસભા ચૂંટણી સિવાય કોઈપણ એક પક્ષ સતત વિજયી બન્યું નથી. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વારાફરતી રીતે જીતતા આવ્યા છે. જેમાં વર્ષ 1995માં આ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર ગાંડાજી ઠાકોર વિજયી બન્યા હતા.

    આ પણ વાંચો- હિમસ્ખલનની ઝપેટમાં ગુજરાતી યુવાનો, 4ને બચાવાયા તો 1 હજૂ પણ લાપતા

    ચાણસ્મા વિધાનસભા બેઠક પર જાતિગત સમીકરણ

    પાટણ જીલ્લાની ચાણસ્મા બેઠકના જાતિય ગણિતની વાત કરીએ તો જણાશે કે ઠાકોર 28.5 ટકા, પટેલ 14.1 ટકા, માલધારી 5.3 ટકા, દલિત 10.8 ટકા, મુસ્લિમ 5.1 ટકા, ક્ષત્રિય 9.6 ટકા પ્રભુત્વ ધરાવે છે. એટલે કે જોવા જઈએ આ બેઠક પર ઠાકોર મતદારોનું પ્રભુત્વ વધારે છે. જયારે પાટીદાર મતદારોના મતને કાપવા માટે રાજકીય પક્ષો અપક્ષ ઉમેદવારોની સંખ્યા વધારીને તેમના મતોનું વિભાજન કરાવી નાંખે છે. આ બેઠક પર 3.50 લાખ ઠાકોર મતદારો નિર્ણાયક ભૂમિકામાં છે.

    ચાણસ્મા બેઠક પર કુલ મતદારોમાંથી 24772 દલિત,289 આદિજાતિ, 11736 મુસ્લિમ, 65232 ઠાકોર, 630 કોળી, 14782 રબારી, 7566 ચૌધરી અને 44320 અન્ય મતદારોનો સમાવેશ થાય છે.

    આ સિવાય સવર્ણ મતદારોની વાત કરવામાં આવે તો આ બેઠક પર 8244 લેઉવા પટેલ, 24086 કડવા પટેલ, 6440 બ્રાહ્મણ, 830 જૈન, 12428 દરબાર અને 2902 અન્ય સવર્ણ મતદારોના સમાવેશ થાય છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Assembly elections, Assembly elections 2022, ગુજરાત, પાટણ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन