Home /News /north-gujarat /પ્રેમની તાલિબાની સાજ! યુવતીનું મુંડન, મોંઢુ કાળુ કરી માંથે આગ રાખી ફેરવી, 17 લોકોની અટકાયત
પ્રેમની તાલિબાની સાજ! યુવતીનું મુંડન, મોંઢુ કાળુ કરી માંથે આગ રાખી ફેરવી, 17 લોકોની અટકાયત
વાયરલ વીડિયો પરથી તસવીર
patan crime news: આ વીડિયો પોલીસ તંત્રને (police) ધ્યાનમાં આવતા જિલ્લા પોલીસ વડા અને જિલ્લા કલેક્ટરે (Collector) તપાસના આદેશ આપ્યા હતા. જેના પગલે હારીજ પોલીસ (Harij police) તાત્કાલક હરકતમાં આવીને આ ઘટનામાં 17 લોકોની અટકાયત કરીને પોલીસ સ્ટેશન (police station) લઈને આવી હતી.
અસરફ ખાન, પાટણઃ ગુજરાતમાં (Gujarat) મહિલાઓ ઉપર અત્યાચારના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. યુવતીને તાલિબાની સજા (talibani punishment) આપવાના છેલ્લા કેટલાક સમયમાં કેટલાય વીડિયો સોશિયલ મીડિયા (video viral on social media) ઉપર વાયરલ થયા હતા. ત્યારે પાટણ જિલ્લાના (patan news) હારીજમાંથી (harij) પણ એક આવોજ વીડિયો વાયરલ થયો હતો. અહીં પ્રેમી સાથે ભાગી જનારી યુવતીને પરિવાર અને સમાજના લોકોએ તાલિબાની સજા આપી હતી. યુવતીનું માથું મુંડી અને તેનું મોંઢું કાળું કરી માથે આગ રાખીને ગામમાં ફેરવી હતી. જોકે, આ વીડિયો વાયરલ તથાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. અને ઘટનાની ગંભીરતા દાખવીને 17 લોકોની અટકાયત કરીને પૂછરપરછ હાથધરીહતી.
ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે યુવતીને અપાયેલી તાલિબાની સજાનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર ભારે વાયરલ થયો હતો. જોકે, આ વીડિયો પોલીસ તંત્રને ધ્યાનમાં આવતા જિલ્લા પોલીસ વડા અને જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ આપ્યા હતા. જેના પગલે હારીજ પોલીસ તાત્કાલક હરકતમાં આવીને આ ઘટનામાં 20 લોકોની અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઈને આવી હતી.
અટકાયત કરેલા લોકો
ઘટનાની વાત કરીએ તો હારીજની વાદી વસાહતમાં રહેતી એક યુવતીને પ્રેમ થઇ ગયો હતો. યુવતીને ખબર હતી કે સમાજ તેના પ્રેમને સ્વીકારશે નહીં જેથી તેણે સમાજના નિયમોને નેવે મૂકીને પ્રેમી સાથે ભાગવાનો નિર્ણય કર્યો હતો. યુવતી પ્રેમી સાથે ભાગવામાં સફળ રહી હતી.
પરંતુ યુવતીના આ પગલાની જાણ વસાહતને થતાં યુવતીને પકડીને વસાહતમાં લાવવામાં આવી હતી. યુવતીએ વાદી સમાજના બંધારણનું ઉલ્લંઘન કરતા સમાજના આગેવાનોએ સમાજની દીકરીને આકરી સજા આપવાનો નિર્ણય કર્યો હતો.
યુવતીને વાદી સમાજના બંધારણનું ઉલ્લંઘન કર્યું હોવાથી સમાજના આગેવાનોએ તેને તાલિબાની સજા ફટકારી હતી. યુવતીના માથે મૂંડન કરવામાં આવ્યું હતું. કલાડીથી તેનુ મોઢું કાળું કરવામાં આવ્યું અને માથા પર ગરમ દેવતા મુકવામાં આવ્યા હતા. આટલેથી ન અટકતા યુવતીના હાથ બાંધી, માથા પર ગરમ દેવતા મુકીને આખી વસાહતમાં ફેરવવામાં આવી હતી.
પાટણના હારીજમા હૃદય કંપાવે તેવી ઘટના સામે આવી
પ્રેમ કરવાની તાલિબાની સજા અપાઈ
યુવતીનું તવાથી મોં કાળું કરાયું
યુવતીનું મુંડન કરી માથા પર ગરમ દેવતા મુકી વસાહતમાં ફેરવાઈ
પાટણના SP એ તપાસના આદેશ આપ્યા pic.twitter.com/60ISv3lUzD
તાલિબાની સજા અપાઈ એ સમયે યુવતી સતત કરગરતી રહી, રડતી રહી પરંતુ સમાજના આગેવાનો કે ઉપસ્થિત કોઇનું હૃદય પીગળ્યું ન હતું. યુવતીને આપવામા આવેલી આ સજાનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર