પાટણઃ સામૂહિક દુષ્કર્મ પીડિતાએ કર્યો આપઘાતનો પ્રયાસ, આચાર્ય સામે ફરિયાદ

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જારુસા ગામમાં જારુસા પ્રાથમિક શાળાના વર્ગખંડમાં યુવતી સાથે શાળાના આચાર્ય સહિત અન્ય લોકો દ્વારા સામુહિક દુષ્કર્મ આચર્યું હતું.

News18 Gujarati
Updated: February 3, 2019, 12:07 PM IST
પાટણઃ સામૂહિક દુષ્કર્મ પીડિતાએ કર્યો આપઘાતનો પ્રયાસ, આચાર્ય સામે ફરિયાદ
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: February 3, 2019, 12:07 PM IST
યશવંત પટેલ, પાટણ

પાટણ જિલ્લાના સાંતલપુરમાં શાળાના વર્ગખંડમાં યુવતી શાળાના આચાર્ય સહિત અન્ય લોકો દ્વારા સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જોકે, આ પીડિયાએ આઘાતમાં આવીને પોતાનું જીવન ટૂંકાવાનો પ્રયત્ન કર્યો હતો.

મળતી માહિતી પ્રમાણે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જારુસા ગામમાં જારુસા પ્રાથમિક શાળાના વર્ગખંડમાં યુવતી સાથે શાળાના આચાર્ય સહિત અન્ય લોકો દ્વારા સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનામાં આચાર્યની પત્નીની મદદગારીથી પરિણીતા ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

જોકે ઘટનાના આઘાતમાં સરી પડેલી પરિણીતાએ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ અંગે આચાર્ય સહિત અન્ય વ્યક્તિ સામે સામૂહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, થોડા મહિનાઓ પહેલા પાટણ જીલ્લાના રાધનપુરમાં ઘોરણ 12માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીએ આજે આપઘાતનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. વિદ્યાર્થીનીએ શિક્ષક દ્વારા વારંવાર બિભત્સ માંગણી કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરતી સુસાઈડ નોટ લખી પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો છે.

આ પણ વાંચોઃ-ગર્લફેન્ડને મળવા પહોંચેલા યુવકને યુવતીના ભાઈઓએ પતાવી દીધો
વિદ્યાર્થીએ પોતાની સુસાઈડ નોટમાં લખ્યું છે, મારી સ્કુલના શિક્ષક હિરેન પંડ્યા જે વારંવાર મને તેની સાથે પ્રેમ સંબંધ બનાવવા માટે માનસિક ટોર્ચર કરતા હતા, મને જબરદસ્તી એક મોબાઈલ આપ્યો હતો, અને કહેતા કે મારી સાથે આખો દિવસ વાત કરવાની, એક દિવસ તો શિક્ષક ઘરમાં કોઈ ન હતું તેનો લાબ લઈ ઘરમાં ઘુસી આવ્યો હતો, અને તેની સાથે જબરદસ્તી પણ કરી હોવાનો વિદ્યાર્થીનીએ આક્ષેપ કર્યો છે. તેણે સુસાઈડ નોટમાં સ્પ,્ટ કહ્યું છે કે, મારા મોત માટે હિરેન પંડ્યા જવાબદાર છે, તેને જરૂરથી સજા અપાવજો.

આ પણ વાંચોઃ-પાટણ: શિક્ષક કરતો બિભત્સ માંગણી, વિદ્યાર્થીનીએ કર્યો આપઘાતનો પ્રયાસ

વિદ્યાર્થીનીએ પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ નિષ્ફળ રહેતા તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, અને પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. હાલમાં પોલીસે શિક્ષકની અટકાયત કરી પુછપરછ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
First published: February 3, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...