દિલ્હીમાં પ્રજાસત્તાક દિનની પરેડમાં છવાયો ગુજરાતનો ટેબ્લો, રાણકી વાવની કરાવી ઝાંખી

News18 Gujarati
Updated: January 26, 2020, 12:53 PM IST
દિલ્હીમાં પ્રજાસત્તાક દિનની પરેડમાં છવાયો ગુજરાતનો ટેબ્લો, રાણકી વાવની કરાવી ઝાંખી
ગુજરાતનો ટેબ્લો

દિલ્હી ખાતે યોજાનાર પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત રાજ્ય તરફથી રાણીની વાવ જલમંદિરનો ટેબ્લો દર્શાવવામાં આવ્યો હતો.

  • Share this:
પાટણ : દિલ્હી ખાતે યોજાનાર પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત રાજ્ય તરફથી રાણીની વાવ જલમંદિરનો ટેબ્લો દર્શાવવામાં આવ્યો હતો. ગુજરાતનું ગૌરવ ગણાતી રાણીની વાવને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળેલું છે. આ ટેબ્લો સાથે મોટી સંખ્યામાં કલાકારોએ ગુજરાતની ઝાંખી કરાવી હતી. આ ટેબ્લો જ્યારે આવ્યો ત્યારે પ્રેક્ષકોમાં બેઠેલા સ્મૃતી ઇરાની અને અમિત શાહના પત્ની સોનલબેન શાહે ઉભા થઇને કલાકોરે ઉત્સાહ આપ્યો હતો.

ગુજરાતનો ટેબ્લો આવ્યો ત્યારે સુપ્રસિદ્ધ ગરબો 'હું પાટણ શેરની નારી જાઉં જળ ભરવા' બેકગ્રાઉન્ડમાં વાગી રહ્યો હતો. જ્યારે કલાકારોએ સુંદર ગરબા સાથે પ્રસ્તૃત કર્યા હતાં. વર્ષોની પુરાતત્વ ખાતાની અથાગ મહેનત બાદ ઐતિહાસિક વારસાને લોકો સમક્ષ મુકાતા તેના શિલ્પ સ્થાપત્યને નિહાળી લોકો મંત્રમુગ્ધ બની ગયા હતા. ત્યારબાદ કેન્દ્ર સરકારા દ્વારા 100 રૂ.ની નોટ પર રાણીની વાવને કંડારવામાં આવી હતી. જે બાદ પ્રજાસત્તાક દિનની પરેડમાં ન્યુ દિલ્હી ખાતે રાણીની વાવનો ટેબ્લો રજુ કરાયો છે.

આ પણ વાંચો : પોરબંદરમાં 71માં પ્રજાસતાક પર્વની અનોખી ઉજવણી, મધદરિયે ફરકાવ્યો તિરંગો

મહત્વનું છે કે, 11મી સદીમાં રાણી ઉદયમતીએ પોતાના પતિ સોલંકી વંશના રાજા ભીમદેવના સ્મરણાર્થે બનાવેલ સાત માળની વાવ અદભૂત શિલ્પ સ્થાપત્યમાં ભવ્ય નમૂનો છે. દિલ્હી ખાતેની પ્રસ્તુતીમાં જલસ્ત્રોતનું મહત્વ દર્શાવવા ટેબ્લોના આગળના ભાગમાં પાણી ભરેલાં માટલા સાથેની ગ્રામીણ ગુજરાતનું વિશાળ શિલ્પ મુકવામાં આવ્યું છે. રાણીની વાવમાં રહેલાં ભગવાન વિષ્ણુનું શિલ્પની પ્રતિકૃતિ ટેબ્લોનાં આગળના ભાગમાં રાખવામાં આવી છે.

આ પણ વાંચો : સુરતનાં વેવાઈ-વેવાણ બાદ 32 વર્ષનો જમાઈ અને 45 વર્ષનાં કાકીસાસુ ભાગી ગયા

First published: January 26, 2020, 11:42 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading