હાર્દિક પટેલને જેલવાસ બાદ મળેલા વ્યાપક આવકાર બાદ સરકારે હાર્દિક પટેલની તેના ઘરે વિરમગામ થીજ ધરપકડ કરી લેતા પાટીદાર સમાજમાં ભારે નારાજગી સાથે રોષ જોવા મળી રહ્યો છે અને આજે ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને પાટણ જિલ્લામાં યોજાનાર રોડ શો રદ થતા અને હાર્દિક માટે રાહ જોઈ બેઠેલા પાટીદારોનો ઉત્સાહ ભાગી પડ્યો હતો અને સરકાર સામે રોષ જોવા મળ્યો હતો.

પાટણ# હાર્દિક પટેલને જેલવાસ બાદ મળેલા વ્યાપક આવકાર બાદ સરકારે હાર્દિક પટેલની તેના ઘરે વિરમગામ થીજ ધરપકડ કરી લેતા પાટીદાર સમાજમાં ભારે નારાજગી સાથે રોષ જોવા મળી રહ્યો છે અને આજે ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને પાટણ જિલ્લામાં યોજાનાર રોડ શો રદ થતા અને હાર્દિક માટે રાહ જોઈ બેઠેલા પાટીદારોનો ઉત્સાહ ભાગી પડ્યો હતો અને સરકાર સામે રોષ જોવા મળ્યો હતો.
હાર્દિક પટેલની ધરપકડ બાદ આજે ઉત્તર ગુજરાત અને ખાસ કરીને પાટણ જિલ્લામાં યોજાનાર રોડ શોને માઠી અસર થવા પામી હતી અને હાર્દિકના સ્વાગત માટે રાહ જોઈ બેઠેલા પાટીદારોનો ઉત્સાહ નારાજગીમાં બદલાઈ જવા પામ્યો હતો અને સરકાર સામે પોતાનો રોષ વ્યકત કર્યો હતો. જોકે, હાર્દિક વિના પણ રોડ શો યથાવત રહ્યાં હતા.
ચાણસ્મા ખાતે ઉપસ્થિત પાસના મહિલા અગ્રણી રેશ્મા પટેલે સરકાર પર આરોપ મુક્તા મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, હાર્દિકને જેલવાસ બાદ મળેલા આવકારથી સરકાર ડરી ગઈ છે અને પાટીદારોમાં જે ખુમારી છે. તે સરકારથી સહન થઈ શકી નથી. પરંતુ હાર્દિક પટેલની ધરપકડથી પાટીદાર આંદોલન દબાઈ શકે તેમ નથી કારણ કે, પ્રત્યેક પાટીદારોના દિલમાં હાર્દિક પટેલ છે અને તે હાર્દિક સદાય રહેશે.
તો તેણીએ એમ પણ ઉમેર્યું કે, ઉત્તર ગુજરાતમાં જે પ્રકારનું પાટીદાર સંગઠન જોવા મળ્યું છે, તેનાથી સરકાર ભયભીત થઈ છે, અને એટલે જ ઉત્તર ગુજરાતમાં પ્રવેશ કરવાનો હોય હાર્દિકની અટકાયત કરી લીધી છે, પરંતુ તેનો જવાબ તેમને મળશે અને આ મુદ્દે અમે છેક દિલ્હી સુધી લડી લેવા તત્પર છીએ તેમ પણ રેશ્મા પટેલે જણાવ્યું હતુ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર