Home /News /north-gujarat /Rainfall In North Gujarat: ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની જોરદાર બેટિંગ, પાટણ શહેરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી
Rainfall In North Gujarat: ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની જોરદાર બેટિંગ, પાટણ શહેરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી
પાટણ જિલ્લામાં મોડીરાતથી બપોર સુધી સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ખાબક્યો.
North Gujarat Monsoon: પાટણમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. જિલ્લામાં 3 વાગ્યા સુધીમામં તમામ તાલુકામાં 1 ઇંચથી અઢી ઇંચ સુધી વરસાદ નોંધાયો છે.
પાટણ જિલ્લામાં મોડી રાતથીજ મેઘરાજાનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે અને જિલ્લાના તમામ તાલુકાઓમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદી માહોલ જામ્યો છે ત્યારે અનેક નિચાળા વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યા પણ સામે આવી છે. શહેરના રેલવે ગરનાળા, હંગામી ST બ્સસ્ટેન્ડ, નવજીવન ચોકડી સહિત અનેક નિચાળા વિસ્તારમાં ઢીંચણ સમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા ત્યારે વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો ST બસ્ટેન્ડમાં પાણી ભરતા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
પાટણ શહેરમાં 2 ઇંચથી વધુ વરસાદમાં જ શહેર પાણી-પાણી થતા પાલિકાની પ્રીમોનસુન કામગરી સામે સવાલો ઉભા થવા પામ્યા છે. પાલિકા દ્વારા કામગરી માત્ર કાગળ પરી કરી હોય તેવા સમગ્ર શહેરમાં દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
રાજ્ય હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે પાટણ જિલ્લામાં મોડી રાતથી જ મેઘરાજા એ વધુ એક રાઉન્ડ શરૂ થયો હતો અને જિલ્લાના તમામ તાલુકાઓમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદી માહોલ જામ્યો છે ત્યારે અનેક નિચાળા વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યા પણ સામે આવવા પામી છે.
પાટણ જિલ્લામાં મોડીરાતથી બપોર સુધી સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ખાબક્યો હતો. મેઘરાજા એ ધમાકેદાર બેટિંગ કરતા પાટણ શહેર પાણી પાણી થઈ જવા પામ્યું અને શહેરના રેલવે ગરનાળા, હંગામી ST બ્સસ્ટેન્ડ, નવજીવન ચોકડી સહિત અનેક નિચાળા વિસ્તારમાં ઢીંચણ સમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. શહેરમાં 2 ઇંચ વધુ વરસાદમાં જ શહેર આખું પાણી-પાણી થઇ ગયુ હતું.