Home /News /north-gujarat /Gujarat Election 2022: રાધનપુરનું રાજકારણ ગરમાયું, અલ્પેશનો હુંકાર, 'મારે અહીંથી જ પરણવું છે'

Gujarat Election 2022: રાધનપુરનું રાજકારણ ગરમાયું, અલ્પેશનો હુંકાર, 'મારે અહીંથી જ પરણવું છે'

અલ્પેશ ઠાકોર

આ કાર્યક્રમમાં શંકર ચૌધરીએ સંબોધનમાં લવિંગજીનું પત્તુ કપાય તેવા સંકેતો આપતા નિવેદન જણાવતા કહ્યુ કે, 'ગયા વખતે અમને બાકી રહી ગયું છે. જાન છેક માંડવેથી પરત આવી છે.'

    પાટણ : રાજ્યમાં ગુજરાતની ચૂંટણીની તૈયારીઓ તમામ રાજનૈતિક પક્ષો દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે રાધનપુરમાં બનાસડેરીની મહિલા જાગૃતિ કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોર, શંકર ચૌધરી સામેલ થયા હતા. ત્યારે 2022ની વિધાનસભા ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરના રાધનપુરથી ચૂંટણી લડવાના હુંકારથી રાજકારણ ગરમાયું છે.

    શંકર ચૌધરીનું નિવેદન પણ ચર્ચામાં


    અહીં અલ્પેશ ઠાકોર જાણે ગુજરાત ચૂંટણી માટે હુંકાર કરતા હોય તેમ સંબોધનમાં જણાવ્યુ કે, 'મારે પરણવું છે અહીંથી તમારે મને પરણાવવાનો છે. આ સાથે શંકર ચૌધરીએ પણ સંબોધનમાં જણાવ્યુ હતુ કે, ગયા વખતે જાન માંડવેથી પરત ફરી હતી આ વખતે બાકી ન રહી જાય તેમ પરણાવજો.'

    'લવિંગજી તમે અલ્પેશના સખાયા બનજો'


    આ કાર્યક્રમમાં શંકર ચૌધરીએ સંબોધનમાં લવિંગજીનું પત્તુ કપાય તેવા સંકેતો આપતા નિવેદન જણાવતા કહ્યુ કે, 'ગયા વખતે અમને બાકી રહી ગયું છે. જાન છેક માંડવેથી પરત આવી છે. આ વખતે બાકી ન રહી જાય તમે પરણાવજો. લવિંગજી તમે અલ્પેશના સખાયા બનજો.'

    અલ્પેશ ઠાકોરે શંકર ચૌધરીનું નામ લીધા વગર કહ્યું, એ ત્યાં જવાના છે અને હું અહીંયા. મારે અહીંથી પરણવુ છે તમારે મને અહીંયાંથી પરણાવવાનો છે. રાધનપુરમાં કોઈ અસામાજિક તત્વો માથું ન ઉંચકે અને લોકોને રોજગારી માટે અહીંથી બહાર ન જવું પડે તેવા કામ કરવાના છે.

    આ પણ વાંચો: સુરતમાં માસીએ જ કરી ભાણિયાની હત્યા

    આ પહેલા પણ આપ્યું હતુ આવું નિવેદન


    અલ્પેશ ઠાકોરનો એક વિડીયો પહેલા પણ ભારે ચર્ચામાં હતો. જેમા તે કહેતા સંભળાય છે કે, હું 2022ની ચૂંટણી રાધનપુરથી જ લડવાનો છું અને તમારે મને જીતાડવાનો છે. નોંધનીય છે કે, રાધનપુરમાં સમૂહ લગ્ન યોજાયા હતા. જ્યાં અલ્પેશ ઠાકોરે આ નિવેદન કરીને રાજકીય ગરમાવો લાવી દીધો છે.

    આ પણ વાંચો : પતિ અને સાસરિયાઓ સામે પરિણીતાની ફરિયાદ

    કોંગ્રેસનો ગઢ રહી છે રાધનપુર બેઠક


    રાધનપુર ભારતના ગુજરાત રાજ્યના 182 વિધાનસભા મતવિસ્તારો પૈકીનો એક છે. તે પાટણ જિલ્લાનો ભાગ છે. તે સાત બેઠકોમાંથી એક છે, જે પાટણ (લોકસભા મતવિસ્તાર) બનાવે છે. હાલમાં INCના રઘુનાથ દેસાઈ રાધનપુરથી વિધાનસભાના સભ્ય છે. આ બેઠક પર અંદાજીત 2,69,842 મતદારો છે. જેમાં પુરૂષ મતદારો 1,40,291 છે અને સ્ત્રી મતદારો 1,29,548 છે. આ બેઠક પર અંદાજે 326 મતદાન મથકો છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gujarat Elections, Gujarat Politics, અલ્પેશ ઠાકોર, ગુજરાત

    विज्ञापन
    विज्ञापन