Home /News /north-gujarat /Gujarat Election: 'ગુજરાત ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસને ધક્કો લાગશે, આપનો પંજાબ જેવો વિજય થશે'

Gujarat Election: 'ગુજરાત ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસને ધક્કો લાગશે, આપનો પંજાબ જેવો વિજય થશે'

ઇસુદાન ગઢવી

ઇસુદાન ગઢવીએ જણાવ્યુ કે, આ વખતે ભાજપ-કોંગ્રેસનું ઇલુ ઇલુ નહીં ચાલે. આ વખતે ગુજરાતની જનતા પરિવર્તન ઇચ્છે છે.

    પાટણ: ગુજરાતમાં હાલ ચૂંટણીનો માહોલ છવાયો છે. આજે ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ સામે આવી ગઇ છે. આ રાજકારણના ગરમાવા વચ્ચે અમારા સંવાદદાતાએ આપનાં ઇસુદાન ગઢવી સાથે વાત કરી હતી. જેમાં તેમણે કહ્યું કે, આ વખતે ગુજરાતની જનતા કુશાસનથી કંટાળી ગઇ છે અને તે પરિવર્તન ઇચ્છે છે.

    ઇસુદાન ગઢવીએ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યુ કે, આમ આદમી પાર્ટી ચૂંટણી માટે તૈયાર છે. આમ આદમી પાર્ટી કરતા પણ ગુજરાતની જનતા ચૂંટણી માટે તૈયાર છે. ભાજપનાં કુશાસન અને ભ્રષ્ટાચારથી ત્રસ્ત થઇ રહી ગઇ છે. ગુજરાતનાં લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. ખેડૂતો પણ તૈયાર છે. તેમણે 2017માં ખેડૂતોને કહ્યુ હતુ કે, તમારી આવક ડબલ થશે પરંતુ તેમની જાવક ડબલ થઇ ગઇ. ખાતર, જંતુનાશક દવાઓ બધું મોંઘુ થઇ ગયુ. પેપર લીકવાળા વિદ્યાર્થીઓ પણ આમ આદમી પાર્ટીની રાહ જોઇ રહ્યા છે. આઉટ સોર્સિંગ કર્મીઓ રાહ જોઇ રહ્યા છે. ગુજરાતમાં વીજળી મફત મળે તો મોંઘવારીમાંથી રાહત મળે છે. એટલે નાગરિકો, જીએસટીથી પરેશાન વેપારીઓ રાહ જોઇ રહ્યા છે.

    આ પણ વાંચો: ગુજરાત ચૂંટણીની તારીખ જાહેર

    તેમણે વધુમાં જણાવ્યુ કે, ગુજરાતનાં તમામ બુથ પર અમારી તૈયારીઓ પુરી થઇ ગઇ છે. ખૂબજ પ્રેમ મળી રહ્યો છે. આ વખતે પરિવર્તન નિશ્ચિત છે. આમ આદમી પાર્ટી દેશની ઉમ્મીદ બની ગઇ છે. અરવિંદ કેજરીવાલ જે બોલે છે તે કરે છે. દિલ્હીમાં તમામ સુવિધાઓ મફતમાં મળે છે તો પણ કેગનાં રિપોર્ટ પ્રમાણે દિલ્હીનું બજેટ નફામાં ચાલે છે. એટલે તેમને શાસન કરતા આવડે છે. પછી પંજાબમાં પણ જે વાયદા કર્યા તે થાય છે.



    ઇસુદાન ગઢવીએ જણાવ્યુ કે, આ વખતે ભાજપ-કોંગ્રેસનું ઇલુ ઇલુ નહીં ચાલે. આ વખતે ગુજરાતની જનતા પરિવર્તન ઇચ્છે છે. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસને આશ્ચર્યજનક ધક્કો લાગવાનો છે કારણ કે, આમ આદમી પાર્ટીને પંજાબની જેમ પરિણામ મળવાના છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gujarat Elections, Gujarat Politics, ગુજરાત, ગુજરાત ચૂંટણી 2022, પાટણ

    विज्ञापन
    विज्ञापन