પાટણ: તાજેતરમાં જ કોંગ્રેસમાં જોડાયેલા નેતા જયનારાયણ વ્યાસે ભાંગરો વાટ્યો હતો. કોંગ્રેસ ઉમેદવારની સભામાં તેમની જીભ લપસી હતી. તેમણે સંબોધન દરમિયાન ભાજપને બદલે કોંગ્રેસ છોડ્યાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે, ભાજપ અને અન્યની પાર્ટીમાં ફરક નથી. એટલે મેં કોંગ્રેસને છોડી છે. બાદમાં પોતાની ભૂલ સમજાતા નિવેદન સુધાર્યું હતું. પછી તેમણે કહ્યુ હતું કે, એટલે મેં ભાજપ છોડી, કોંગ્રેસને ધારણ કરી છે.
એટલે મેં કોંગ્રેસને છોડી છે: વ્યાસ
સિદ્ધપુર દિગજ્જ નેતા જય નારાયણ વ્યાસની જીભ લપસી હતી. ભાજપ છોડીને કોંગ્રેસમાં આવેલા જય નારાયણ વ્યાસના દિલમાં હજુ પણ ભાજપ હોય તેમ તેમણે ભાંગરો વાટ્યો હતો. જય નારાયણ વ્યાસે કહ્યુ હતુ કે, અટલ, અડવાણી, મનોહર જોશી અથવા તે લોકોની કોંગ્રેસ નથી, તેમ કહ્યું હતું. જોકે, બાદમાં ભાજપ નથી તેમ જણાવ્યું હતું. તેમણે કહ્યુ હતુ કે, હવેની ભાજપે એક નવો અવતાર ધારણ કર્યો છે. ભાજપ અને અન્ય પાર્ટીઓમાં કોઇ ફેર નથી. એટલે જ મેં કોંગ્રેસ છોડી. જોકે, બાદમાં તેમણે સુધારતાં કહ્યું કે, એટલે મેં ભાજપ છોડી, કોંગ્રેસમાં જોડાયો છું.
નોંધનીય છે કે, ગત 28 નવેમ્બરના રોજ ભાજપના દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસે કોંગ્રેસનો હાથ પકડ્યો હતો. તેઓ સિદ્ધપુરના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસમાં જોડાયા હતા. તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની આગેવાનીમાં કોંગ્રેસમાં જોડાયા હતા.
કોંગ્રેસમાં જોડાયા તેના એક દિવસ અગાઉ જયનારાયણ વ્યાસે કોંગ્રેસના ઉમેદવાર માટે મત માગ્યા હતા. ભાજપના પૂર્વ નેતા જયનારાયણ વ્યાસે સિદ્ધપુર કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર માટે મત માગ્યા હતા. સિદ્ધપુર કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર પોતાના વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે, વામૈયા ગામમાં તેમની સભા યોજાઇ હતી. આ સભામાં જયનારાયણ વ્યાસ કોંગ્રેસ ઉમેદવારની સભામાં હાજર રહ્યા હતા. જયનારાયણ વ્યાસે કોંગ્રેસ ઉમેદવાર માટે મત માગ્યા હતા.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર