Home /News /north-gujarat /Patan Election Date 2022: પાટણ જિલ્લાની માત્ર એક બેઠક બીજેપીના ફાળે, આ વખતે બીજેપી બાજી મારશે?

Patan Election Date 2022: પાટણ જિલ્લાની માત્ર એક બેઠક બીજેપીના ફાળે, આ વખતે બીજેપી બાજી મારશે?

પાટણ જિલ્લામાં બીજા તબક્કામાં 5 ડિસેમ્બરના રોજ તારીખે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે.

Patan, Gujarat Election 2022 Date: વર્ષ 2017ની ચૂંટણીની વાત કરીએ તો પાટણ જિલ્લાની ત્રણ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ હતી. જ્યારે એક બેઠકો પર ભાજપના ઉમેદવારની જીત થઇ હતી.

    પાટણ: ગુજરાતમાં 15મી વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે, ત્યારે પાટણ જિલ્લામાં બીજા તબક્કામાં 5 ડિસેમ્બરના રોજ તારીખે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. પાટણ જિલ્લામાં કુલ ચાર વિધાનસભા સીટ પર ચૂંટણી યોજવામાં આવે છે. વર્ષ 2017ની ચૂંટણીની વાત કરીએ તો પાટણ જિલ્લાની ત્રણ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ હતી. જ્યારે એક બેઠકો પર ભાજપના ઉમેદવારની જીત થઇ હતી.

    2017ની ચૂંટણી પર એક નજર
    Noબેઠક નામબીજેપીકોંગ્રેસવિજેતા
    16રાધનપુરલવિંગજી ઠાકોરઅલ્પેશ ઠાકોરINC
    17ચાણસ્માદિલીપજી વિરજી ઠાકોરરઘુ દેસાઈBJP
    18પાટણરણછોડભાઈ રબારીડો.કિરીટ પટેલINC
    19સિદ્ધપુરજયનારાયણ વ્યાસચંદન ઠાકોરINC


    2017ના ચૂંટણી પરિણામ પર એક નજર


    ગુજરાતમાં 14મી વિધાનસભાની ચૂંટણી 9મી ડિસેમ્બર, 2017 અને 14 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. 18મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી. જોકે, 2012ની ચૂંટણીની સરખામણીમાં કૉંગ્રેસનો વોટ શેર અને બેઠકમાં વધારો થયો હતો. ગુજરાતમાં 1985 પછી કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધારે બેઠક મેળવી હતી. આ ચૂંટણીમાં બીજેપીને 99 બેઠક મળી હતી. કૉંગ્રેસને 77 બેઠક મળી હતી. એનસીપીને એક બેઠક મળી હતી. બીટીપીને બે બેઠક મળી હતી. અપક્ષના ફાળે ત્રણ બેઠક રહી હતી.



    ગુજરાતમાં કુલ મતદારો કેટલા?

    ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને (gujarat election 2022) લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્યમાં 11,62,528 નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો સામે આવ્યા છે. જેમાં, 4 લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Bjp gujarat, Congress Gujarat, Gujarat Assembly Election 2022

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन