વડગામ: બીજા તબક્કાના મતદાન પહેલા કોંગ્રેસે મોટો દાવ રમ્યો છે. KHAM થિયરી પછી હવે કોંગ્રેસે BDAM થિયરી પર દાવ અજમાવ્યો છે. બક્ષિપંચ, અનુસૂચિત જાતિ, આદિવાસી અને મુસ્લિમ થિયરી કોંગ્રેસે અજમાવી છે. તેવામાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પદના ઉમેદવાર અંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે મોટું નિવેદન આપ્યું, વડગામમાં જગદીશ ઠાકોરે મેવાણી પણ DyCM બની શકે તેવો ઈશારો કર્યો હતો.
અનંત પટેલ CM બને તો પેટમાં તેલ કેમ રેડાય છે?
આ ઉપરાંત આદિવાસી ધારાસભ્ય અનંત પટેલ અંગે જણાવ્યું કે, જો અનંત પટેલ CM બને તો પેટમાં તેલ કેમ રેડાય છે? એટલું જ નહીં, જગદીશ ઠાકોરે કહ્યું કે, મીડિયામાં આવ્યું તે ભગવાન સાચુ કરે તેવું લાગે છે. BDAM થિયરી પર દાવ રમી રહેલી કોંગ્રેસના પ્રમુખના નિવેદનથી ફરી રાજકારણ ગરમાયું છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં OBC મતદારો નિર્ણાયક છે, ત્યારે શું જગદીશ ઠાકોરનો ઈશારો OBC મુખ્યમંત્રી તરફ છે, તેવું પણ ચર્ચામાં છે.
અગાઉ પહેલા તબક્કાના મતદાન બાદ અને બીજા તબક્કાનું મતદાન યોજાય તે પહેલા કોંગ્રેસ વિશેના અહેવાલ વહેતા થયા હતા, જે પ્રમાણે કોંગ્રેસ OBC ચહેરાને મુખ્યમંત્રી બની શકે તથા ત્રણ નાયબ મુખ્યમંત્રી કોંગ્રેસ બનાવશે, નાયબ મુખ્યમંત્રીઓમાં SC, ST અને અલ્પ સંખ્યક સમુદાયનો સમાવેશ થઈ શકે, તેવા અહેવાલો વહેતા થયા હતા, જેના પર ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે પ્રતિક્રિયા આપી છે. જોકે, 2017માં કોંગ્રેસે પાટીદાર અનામત આંદોલનના નેતાઓ પર આધાર રાખ્યો હતો. પરંતુ આ વખતે કોંગ્રેસની રણનીતિમાં પાટીદાર સમાજ નથી જોવા મળતો.
93 વિધાનસભા બેઠકો માટે 5 ડિસેમ્બરે મતદાન
ગુજરાતમાં બીજા તબક્કામાં 14 જિલ્લાની કુલ 93 વિધાનસભા બેઠકો માટે 5 ડિસેમ્બરે મતદાન થશે. સોમવારે સવારે 5 વાગ્યાથી મતદાન શરૂ થશે, જ્યારે શનિવારે સાંજે પાંચ વાગ્યા પછી જાહેરમાં પ્રચાર, સભા અને રેલી કે રોડ શો કરી શકાશે નહીં. આ સાથે જ પ્રચારના છેલ્લા દિવસે રાજકીય પાર્ટીઓ દ્વારા છેલ્લા ઘડીના પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર