ઉત્તર ગુજરાત સહિત રાજ્યના અનેક ભાગોમાં ભારે પવન સાથે વરસાદ

ઉત્તર ગુજરાત સહિત રાજ્યના અનેક ભાગોમાં ભારે પવન સાથે વરસાદ
ઉત્તર ગુજરાત સહિત રાજ્યના અનેક ભાગોમાં ભારે પવન સાથે વરસાદ

અમદાવાદમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ

 • Share this:
  ‘વાયુ’ વાવાઝોડાની અસર સમગ્ર ગુજરાતમાં દેખાવા લાગી છે. ઉત્તર ગુજરાતમાં પાટણ, પાલનપુર, હિંમતનગર, મહેસાણા, શામળાજી, અંબાજી, મોડાસા, બાયડ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ શરુ થયો છે. ક્યાં ધીમો તો ક્યાંક ભારે પવન સાથે વરસાદ પડ્યો છે.

  દક્ષિણ ગુજરાતમાં પણ ભરુચ, ડાંગ, નવસારી, સુરતમાં વરસાદ પડ્યો છે. બીજી તરફ વડોદરામાં ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે ઠેર-ઠેર વૃક્ષો જમીનદોસ્ત થયા હતા. બોડેલી, આણંદ, શહેરા, સાવલી સહિત અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવી ગયો છે.  આ પણ વાંચો - વાયુની તબાહીની તસવીરોઃ વેરાવળમાં થાંભલા પડ્યા, છાપરાં ઉડ્યા

  સેલવાસના કિલાવમાં ઝાડ પડતા 2 પશુઓનાં મોત થયા છે. પ્રદેશમાં તોફાની પવન ફૂંકાવવા લાગ્યા છે. પોરબંદરના કુછડીના દરિયા કિનારાનો પારો તૂટ્યો છે. પારો તૂટતા દરિયાના પાણી સીમ વિસ્તારમાં ઘૂસ્યા છે. જો દરિયો વધુ તોફાની બનશે તો મોટા પ્રમાણમાં પાણી ફરી વળવાની શક્યતા.

  અમદાવાદમાં પણ વરસાદ

  અમદાવાદમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદના હળવા ઝાપટા પડ્યા હતા. શહેરના પ્રહલાદનગર, ઓઢવ, રાણીપ, સાબરમતી, ગોતા, ચાંદખેડા, જુહાપુરા અને નરોડામાં વરસાદ પડ્યો હતો.
  Published by:Ashish Goyal
  First published:June 12, 2019, 22:18 pm

  ટૉપ ન્યૂઝ