Home /News /north-gujarat /Gujarat election 2022: ગુજરાતના મહાન સંત અને લેખક સ્વામી સચ્ચિદાનંદજી, જાણો તેમનું જીવનચારિત્ર્ય અને રાજકારણમાં ભૂમિકા

Gujarat election 2022: ગુજરાતના મહાન સંત અને લેખક સ્વામી સચ્ચિદાનંદજી, જાણો તેમનું જીવનચારિત્ર્ય અને રાજકારણમાં ભૂમિકા

Sant Swami Satchidananda profile: ગુજરાતના જાણીતા લેખક અને સંત સ્વામી સચ્ચિદાનંદનો જન્મ 22 એપ્રિલ, 1932ના રોજ ઉત્તર ગુજરાતના મોટી ચંદુર ગામે થયો હતો. તેમનું પૂર્વાશ્રમનું નામ નાનાલાલ મોતીલાલ ત્રિવેદી હતું. તેમના માતાનું નામ વહાલીબેન અને પિતાનું નામ મોતીલાલ હતું.

Sant Swami Satchidananda profile: ગુજરાતના જાણીતા લેખક અને સંત સ્વામી સચ્ચિદાનંદનો જન્મ 22 એપ્રિલ, 1932ના રોજ ઉત્તર ગુજરાતના મોટી ચંદુર ગામે થયો હતો. તેમનું પૂર્વાશ્રમનું નામ નાનાલાલ મોતીલાલ ત્રિવેદી હતું. તેમના માતાનું નામ વહાલીબેન અને પિતાનું નામ મોતીલાલ હતું.

વધુ જુઓ ...
  ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Assembly election 2022) ધાર્મિક સંસ્થાઓ અને સંતો મહત્વપૂર્ણ અસર કરે છે. આપણા દેશમાં પ્રાચીન સમયથી જ રાજકારણ અને ધર્મ એક સિક્કાની બે બાજુ રહી છે. રાજધર્મના તમામ હિતો સચવાઇ રહે તે માટે આજે પણ અનેક સંતો પોતાનો ફાળો દેશ અને પ્રજાના હિતમાં આપે છે. આવા જ એક મહાન સંત વિશે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ. જેમણે પોતાના જીવનકાળ દરમિયાન અનેક મોટા અને સમાજ સુધારક કાર્યો કરી પ્રજાની સેવા કરી છે. તો ચાલો જાણી સ્વામી સચ્ચિદાનંદના (Swami Satchidananda) જીવન ચરિત્ર વિશે બધુ જ.

  21 વર્ષની ઉંમરે લીધી દીક્ષા

  ગુજરાતના જાણીતા લેખક અને સંત સ્વામી સચ્ચિદાનંદનો (Sant Swami Satchidananda) જન્મ 22 એપ્રિલ, 1932ના રોજ ઉત્તર ગુજરાતના મોટી ચંદુર ગામે થયો હતો. તેમનું પૂર્વાશ્રમનું નામ નાનાલાલ મોતીલાલ ત્રિવેદી હતું. તેમના માતાનું નામ વહાલીબેન અને પિતાનું નામ મોતીલાલ હતું. તેમના બે ભાઇઓ પણ હતા. જેમનું નામ ડાહ્યાલાલ અને ચીમનલાલ હતું. તેઓ પૂર્વાશ્રમ જીવનમાં રાધનપુર અને બિલીમોરામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા.

  સ્‍વામી સચ્‍ચિદાનંદજી આધુનિક અને ક્રાંતિકારી સંત છે. એમણે કોઈ સંપ્રદાય-પંથ સ્વીકાર્યો ન હોવાથી એમનું વિચારજગત ખુલ્લું છે. ઇતિહાસ અને વિજ્ઞાન એમના રસના મુખ્ય અભ્યાસ વિષયો હોવાથી એમનામાં દૃષ્ટિની વિશાળતા છે અને એમનો અભિગમ વૈજ્ઞાનિક છે. 21 વર્ષની વયે વૈરાગ્યની તીવ્ર ધૂનમાં ગૃહત્યાગ કરીને પગે ચાલી ભારતભ્રમણ કર્યા પછી ઈ. સ. 1956માં પંજાબના ફિરોજપુર શહેરમાં સ્વામી મુક્તાનંદજી ‘પરમહંસ’ પાસે તેમણે સંન્યાસની દીક્ષા લીધી.

  બનારસમાં અભ્યાસ કરી ‘વેદાન્તાચાર્ય’(યુનિવર્સિટી પરીક્ષામાં પ્રથમ, સુવર્ણચંદ્રક)ની પદવી પ્રાપ્ત કરી (1966). ઈ. સ. 1969માં પેટલાદ પાસે દંતાલી ગામમાં ભક્તિનિકેતન આશ્રમની સ્થાપના કરી અને ઈ. સ. 1976માં એનું ટ્રસ્ટ કર્યું. ઊંઝા અને કોબા(ગાંધીનગર)માં પણ આ ટ્રસ્ટ સંચાલિત આશ્રમો છે. એમાં માનવસેવાની અને વિદ્યોત્તેજક પ્રવૃત્તિઓ થાય છે. ગુજરાતની સેવાભાવી લોકહિતની વિવિધ સામાજિક, સાંસ્કારિક તથા વિદ્યાકીય સંસ્થાઓને એમના ટ્રસ્ટ તરફથી દર વરસે લાખો રૂપિયાની ઉદાર આર્થિક સહાય અપાય છે. પ્રવચનો અને પુસ્તકો લખીને ગુજરાતના વિચારજગતને ઢંઢોળવાનો અને સમુચિત માર્ગદર્શન આપવાનો એમનો સક્રિય પુરુષાર્થ રહ્યો છે.

  આ પણ વાંચો- Gujarat Election 2022: ભાજપનો કિલ્લો ગણાતી સુરત પૂર્વ બેઠકનો રસપ્રદ રાજકીય ઈતિહાસ, જાણો બેઠકનો ચિતાર


  અનેક એવોર્ડથી થઇ ચૂક્યા છે સન્માનિત

  એમણે અત્યાર સુધીમાં 50થી વધુ પુસ્તકો લખ્યા છે. એમાંનાં કેટલાંકને ગુજરાતી સાહિત્ય પરિષદ તથા ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પારિતોષિકો પ્રાપ્ત થયાં છે. ‘સંદેશ’માં ઈ. સ. 1988થી ‘લોકસાગરને તીરે તીરે’ – એ સાપ્તાહિક કટારલેખન દ્વારા સમાજ, રાષ્ટ્ર અને ધર્મને લગતા અનેકવિધ પ્રશ્નોની તેઓ નિર્ભયપણે ચર્ચાવિચારણા કરતા રહ્યા છે. એ ચિંતનલક્ષી કટાર માટે ગુજરાત પત્રકાર સંઘ દ્વારા એમને ઍવૉર્ડ અપાયો છે. ઉપરાંત ધર્મમય માનવસેવા માટે દધીચિ ઍવૉર્ડ, આનર્ત ઍવૉર્ડ, શ્રી ગોંધિયા ઍવૉર્ડ તેમજ એમની વિશિષ્ટ પ્રજાસેવાના ઉપલક્ષ્યમાં સૌરાષ્ટ્ર પરિવાર તરફથી સોનું-ચાંદી-હીરાજડિત ‘ક્રાંતિચક્ર’ (જેની હરાજી કરતાં ઊપજેલા દોઢ કરોડ રૂપિયાનું ટ્રસ્ટ કરી સૌરાષ્ટ્રમાં ચેકડેમો બંધાવવાની પ્રવૃત્તિ થઈ.) જેવા ગૌરવ પુરસ્કારો એમને એનાયત થયા છે.

  પદ્મભૂષણથી કરાયા સન્માનિત

  21 માર્ચ, 2022 પાટણ જિલ્લા માટે ગૌરવનો દિવસ રહ્યો કારણકે પાટણ જિલ્લાના બે સંતો ભક્તિનિકેતન આશ્રમ દંતાલીના સંત સ્વામી સચ્ચિદાનંદ અને ગાંધી આશ્રમ ઝિલીયાના સંચાલક માલજીભાઈ દેસાઈને ભારત સરકાર દ્વારા રાષ્ટ્રપતિના હસ્તે પારિતોષિકથી નવાજવામાં આવ્યા હતા. આ બંને વિભૂતિઓને સમાજ-જીવનમાં અનેરા પ્રદાન બદલ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

  સ્વામીના વિદેશ પ્રવાસ

  એમણે વિશ્વના લગભગ બધા જ દેશોના પ્રવાસો કર્યા છે. ઈ. સ. 1970માં પૂર્વ આફ્રિકાનો પ્રવાસ કર્યો હતો. 1976માં યુગાન્ડા, મોરેશિયસ, ટાન્ઝાનિયા, કોન્ગો, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, હોલેન્ડ, સ્વિટઝરલેંડ, બેલ્જિયમ, ઇટાલી, સ્પેન, ગ્રીસ, ઓસ્ટ્રિયા, અમેરિકા, કેનેડા,હવાઇ, મેક્ષિકો, જાપાન, કોરિયા, હોન્ગકોન્ગ, થાઇલેન્ડ, નેપાળ.ચીન, રશિયા વગેરે દેશો ફરી ચૂક્યા છે. 1994માં દ.અમેરિકા, 1996માં ઇજીપ્ત અને ઇઝરાયેલ, 1997માં પ્રેસ્ટન (યુરોપ), સ્વીડન, નોર્વે, ડેન્માર્ક, 2000માં ચીન અને 2004માં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો છે.

  સ્વામી સચ્ચિદાનંદના સેવા કાર્યો

  સ્વામી સચ્ચિદાનંદ પરમહંસની સેવાભાવનાનો પરિચય આપીએ તો 2001માં કચ્છનાં ભુકંપમાં રાપરમાં રાહત કેમ્પ અને સૌનાં માટે રસોડું તથા જીવન જરૂરી વસ્તુઓ, તાડપત્રી અને ટેન્કરો દ્રારા પાણીની સેવા સાથેનો સેવાયજ્ઞ કર્યો. નર્મદા બંધના વિરોધીઓનો વિરોધ કરીને સરદાર સરોવર ડેમ પૂર્ણ કરવામાં તન-મન-ધનથી સંપૂર્ણ સહયોગ આપ્યો.

  જળ સંકટ દૂર કરવા માટે ગુજરાતનાં અનેક તળાવોને ઊંડા કરાવી આપ્યાં. ચેકડેમ બાંધવા માટે અનેક ગામોને આર્થિક સહયોગ આપ્યો. અનેક શાળાઓના વર્ગખંડો બનાવી આપ્યા. વિવિધ સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક સંસ્થાઓને વર્ણ-કોમ, જ્ઞાતિના ભેદભાવ વિના અત્યાર સુધીમાં રૂ. 26 કરોડથી વધુનું દાન અર્પણ કર્યું છે.

  આ પણ વાંચો - Gujarat Election 2022: ચૂંટણી માટે કોંગ્રેસના 7 કાર્યકારી પ્રમુખોમાં સ્થાન ધરાવતા ધારાસભ્ય હિંમતસિંહ પટેલ કોણ છે?


  પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોના પરીવારને રૂ.1-1 લાખનું દાન આપીને સ્વામીજીએ રાષ્ટ્રધર્મ નિભાવ્યો હતો.

  તેઓએ દંતાલી, કોબા-ગાંધીનગર અને ઊંઝાના ત્રણેય આશ્રમમાં વૃદ્ધાશ્રમો બનાવ્યા તથા સેવાકીય પ્રવૃત્તિઓ કરી. તેજસ્વી અને ગરીબ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સ્કૉલરશિપ અને મફત પુસ્તકો આપ્યા. સેવાભાવી મહિલા અગ્રણી તથા સંગીત ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરનારને એવોર્ડ આપ્યા. મૂલ્ય નિષ્ઠ સાહિત્યકારનું દર વર્ષે સન્માન કરવા માટે ગુજરાતી સાહિત્ય પરિષદને રૂપિયા 3,00,000નું દાન આપ્યું. લોહીની જરૂરીયાતને પુરી પાડવા માટે અનેકવાર રક્તદાન કેમ્પ શિબિરનું આયોજન કરીને હજારો બોટલ રક્ત બ્લડ બેન્કોને અર્પણ કર્યું. “ક્રાંતિચક્ર” એવોર્ડના રૂ.1,51,00,000નું સૌરાષ્ટ્રમાં ચેકડેમ બાંધવા માટે દાન આપ્યું છે.

  સ્વામિ સચ્ચિદાનંદજી પરમહંસના ભક્તિ નિકેતન આશ્રમ (દંતાલી)થી લૉકડાઉનના કપરાં સમય દરમિયાન અને ત્યાર બાદ પણ જરૂરિયાતમંદ હજારો પરિવારોને સંપૂર્ણ રાશન કીટનું વિતરણ, કોવિડ-19ની બીજા વેવમાં પહેલાં કરતાં પણ ભયંકર પરિસ્થિતિમાં પેટલાદની સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક યુદ્ધના ધોરણે ઓક્સિજનનો પ્લાન્ટ ઊભો કરવામાં આવે તે માટે રૂપિયા 35,00,000 (પાંત્રીસ લાખ) આપીને માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરું પાડ્યું હતું.

  સ્વામિ સચ્ચિદાનંદજી અને રાજકારણ (Swami Satchidanandaji and Politics)

  સ્વામી સચ્ચિદાનંદજી પરમહંસ આમ તો નિર્વિવાદ છબી ધરાવે છે. તેઓ સેવામાં માને છે. તેઓ રાજકિય નિવેદનો અને પ્રતિક્રિયાઓથી દૂર રહે છે. પરંતુ આડકતરી રીતે કે સીધી રીતે તેઓનું વલણ ભાજપ તરફી જોવા મળ્યું છે. એક વાતચીતમાં તેમણે સીધું કહ્યું હતું કે, જો નરેન્દ્રભાઇ અને અમિતભાઇની સત્તા વધુ 10 વર્ષ રહેશે તો હિંદુઓના પલાયનની સમસ્યાનો ઉકેલ જરૂર આવશે. આ સિવાય તેઓ પીએમ મોદી માટે વર્ચ્યુએઅલ રેલી સંબોધિત કરી ચૂક્યા છે. જેમાં તેમણે પીએમ મોદીના જીવનચરિત્ર વિશે વાત કરી હતી.

  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણવા નીચે આપેલી બેઠકોના નામ ઉપર કરો ક્લિક

  | મહેમદાબાદ | વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  જસદણ  |  રાજકોટ દક્ષિણ  | નડિયાદ | | સોજિત્રા |  ખંભાત ગઢડા  બોરસદ |  આંકલાવ | આણંદ | ઉમરેઠ | માતર | પેટલાદ |   મહુધા  કપડવંજ | ઠાસરા | કોડીનાર  | લાઠી  | સાવરકુંડલા |  ગારિયાધાર  | મહુવા |  પાલિતાણા | ઓલપાડ | ઉમરગામ|ચોર્યાસી|  વાઘોડિયા | ભાવનગર ગ્રામ્ય | પાદરા | કરજણ | છોટાઉદેપુર | સંખેડા | ડભોઈ | નાંદોદ | ભાવનગર પૂર્વ | જંબુસર | રાવપુુરા | વાઘરા |સાવલી દેવગઢબારિયા | ઝાલોદ |હાલોલ | બાલાસિનોર | વાંસદા નિઝર | ગણદેવી | ધરમપુર | વ્યારા પારડી | લીમખેડા | સંતરામપુરા |  મહુવા એસટી | માંગરોળ એસટી | ઉધના | જલાલપોર |
  Published by:mujahid tunvar
  First published:

  Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन