સિધ્ધપુર વિધાનસભા ચૂંટણી 2022 (sidhpur Assembly Election 2022): ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) મહાજંગ વચ્ચે એક એવી સિધ્ધપુર બેઠક કે જેની ખ્યાતિ દેશવિદેશમાં જાણતી છે.
સિધ્ધપુર વિધાનસભા ચૂંટણી 2022 (sidhpur Assembly Election 2022): ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) મહાજંગ વચ્ચે એક એવી સિધ્ધપુર બેઠક કે જેની ખ્યાતિ દેશવિદેશમાં જાણતી છે.
સિધ્ધપુર વિધાનસભા ચૂંટણી (sidhpur Assembly election): ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly election 2022) ભારે રસાકસીભરી બની રહી છે. આ સંજોગોમાં અહીં વાત સિધ્ધપુર બેઠકની છે કે જ્યાં ભાજપ કોંગ્રેસને સીધી ટક્કર તો છે. માતૃ તર્પણ માટે જાણીતા સિધ્ધપુરની આ બેઠક પર જીત માટે એકબીજાને ભારે મહેનત કરવી પડી રહી છે. ભાજપ કોંગ્રેસ એકબીજાને પછાડી રહ્યા છે. છેલ્લા બે દાયકાની વાત કરીએ તો અગાઉ ભાજપ ત્રણ વખત જીત્યું હતું તો છેલ્લી બે ટર્મથી કોંગ્રેસ બાજી મારી રહ્યું છે. આવો જાણીએ સિધ્ધપુર બેઠક પર કેવા છે જીતના સમીકરણ.
સિદ્ધપુર બેઠક અને મતદારો
ગુજરાત રાજસ્થાન નેશનલ હાઈવે પર આવેલ અને દેવોનું મોસાળ ગણાતા સિદ્ધપુર વિધાનસભા બેઠક વિસ્તારમાં સિદ્ધપુર તાલુકો, પાટણ તાલુકાના ગામો જેવા કે અજુજા, મુના, ખરેડા, ઘંટવડા, અમરપુરા, વહાણા, ભાટસણ વેગેરે જેવા અન્ય ગામડાઓનો સમાવેશ થાય છે. આ વિધાનસભા બેઠકમાં કુલ 95 ગામડાઓનો સમાવેશ થાય છે. વર્ષના પ્રારંભે પ્રસિદ્ધ થયેલી મતદારયાદી મુજબ 137807 પુરુષ,127843 સ્ત્રી મળી કુલ 2,65,650 મતદારો સિદ્ધપુર વિધાનસભા બેઠક પર નોંધાયા છે.
બેઠકની ખાસિયત
દિલ્હી મુંબઈ નેશનલ હાઈવે માર્ગ અને રેલ માર્ગ અને જોડતા સિદ્ધપુર શહેર અનેક ખાસિયતો ધરાવે છે. સરસ્વતી નદીના કિનારે આવેલું આ પૌરાણિક નગરમાં રૂદ્રમહાલ ભારત સહિત વિશ્વમાં માતૃ તર્પણ માટેનું એકમાત્ર સ્થળ બિંદુ સરોવર પણ અહીં આવેલું છે. જ્યાં ભારત ઘરમાંથી હજારોની સંખ્યામાં લોકો માતૃ તર્પણ માટે અહીં આવે છે, તો બીજી તરફ બેનમૂન લાકડાની કલા કોતરણી અને નકશીકામના ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. હોલીવૂડ, બોલિવૂડ અને ટેલિવૂડમાં ચમકેલા આ મકાનોએ સિદ્ધપુરનું ગૌરવ વધાર્યું છે.
જાતિગત સમીકરણ
પાટણ જીલ્લાની સિદ્ધપુર વિધાનસભા બેઠક પરના જાતિ ગણિતની વાત કરીએ ઠાકોર 27.0 ટકા, રાજપૂત 4 ટકા, મુસ્લિમ 24 ટકા, પાટીદાર 9 ટકા ચૌધરી 1 ટકા, દલિત 11 ટકા, માલધારી 6 ટકા, બક્ષીપંચ 8 ટકા, સવર્ણ 5 અને અન્ય 10 ટકા મતદારો છે.
જ્ઞાતિ મુજબ મતદારોનું સમીકરણ જોતાં સૌથી વધુ 65 હજાર ઠાકોર, 63 હજાર મુસ્લિમ, 33 હજાર દલિત, 25 હજાર પટેલ, 12 હજાર રબારી, 5900 બ્રાહ્મણ, 3800 રાજપૂત સહિત અન્ય નાના સમાજના મતદારોનો સમાવેશ થાય છે.
આ વિધાનસભા બેઠકમાં કુલ 95 ગામડાઓનો સમાવેશ થાય છે. એટલે કે આ બેઠક પર ઠાકોર અને મુસ્લિમ મતદારોના મતોનું પ્રભુત્વ વધારે જોવા મળે છે. છતાં આ વિસ્તારના ઉદ્યોગપતિ બળવંતસિંહ રાજપૂતની પકડ સારી રહી છે.
રાજકીય સમીકરણ
પાટણ જીલ્લાની સિદ્ધપુર વિધાનસભા બેઠક પરના ચૂંટણી પરિણામો પર નજર કરીએ તો જણાશે કે અત્યાર સુધીના ચુંટણી પરિણામોમાં મતદારોએ સતત કોઈ પણ એક પક્ષને જીતાડયો નથી.
વિધાનસભાની આ ત્રણ ટર્મમાં બંને ઉમેદવારો સામસામે આવ્યા હતા. જેમાં બળવંતસિંહ રાજપૂતનો બે વખત અને ભાજપના જયનારાયણ વ્યાસનો એક વખત વિજય થયો હતો. વર્ષ 2002ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના બળવંતસિંહ રાજપૂત અને ભાજપના જયનારાયણ વ્યાસ વચ્ચે સીધી ટક્કર રહી હતી. જેમાં બળવંતસિંહ રાજપૂતનો 10278 મતે વિજય થયો હતો.
2007ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના બળવંતસિંહ રાજપૂત અને ભાજપના જયનારાયણ વ્યાસ વચ્ચે જંગ ખેલાયો હતો. જેમાં ભાજપે કોંગ્રેસ પાસેથી આ બેઠક છીનવી લીધી હતી.
વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે પોતાના પરંપરાગત ઉમેદવારોને જ ટિકિટો આપી હતી, જેમાં બળવંતસિંહ રાજપૂતનો ઐતિહાસિક વિજય થયો હતો.
વર્ષ 2017માં સિદ્ધપુર વિધાનસભા બેઠક પર ચૂંટણીમાં કુલ 14 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાં બીજેપીના જયનારાયણ વ્યાસ અને કોંગ્રેસ ચંદનજી ઠાકોર મેદાનમાં ઉતર્યા હતા. અહીં કોંગ્રેસ ચંદનજીએ જીત નોંધાવી હતી. તમને લગભગ 87 હજાર મળ્યા હતા, જ્યારે બીજેપીના જય નારાયણ વ્યાસને 70 હજાર મળ્યા હતા.
છેલ્લા 20 વર્ષમાં રાજ્યમાં ભાજપનું શાસન હોવા છતાં માત્ર એક જ ટર્મ માટે જ આ બેઠક પર બીજેપીના ઉમેદવારનો વિજય થયો છે.
સિધ્ધપુર બેઠક ચૂંટણી પરિણામ
વર્ષ
વિજેતા ઉમેદવારના નામ
પક્ષ
2017
ઠાકોર ચંદનજી
INC
2012
બળવંતસિંહ રાજપૂત
INC
2007
જયનારાયણ વ્યાસ
BJP
2002
બળવંતસિંહ રાજપૂત
INC
1998
જય નારાયણ વ્યાસ
BJP
1995
જય નારાયણ વ્યાસ
BJP
1990
જય નારાયણ વ્યાસ
BJP
1985
રાવલ નરેન્દ્રભાઈ
INC
1980
બટી શરીફભાઈ
INC
1975
પટેલ વિઠ્ઠલભાઈ
NCO
1972
પટેલ વિઠ્ઠલભાઈ
NCO
1967
પી એન લલ્લુભાઈ
INC
1962
બાલુ બકરુદ્દીન
INC
જનતાની આ છે માંગ અને સમસ્યા
સિદ્ધપુરમાં મોટાભાગની આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ છે. જોકે ખેતીવાડી પર નિર્ભર આ તાલુકામાં નર્મદા અને સુજલામ સુફલામની કેનાલ તો છે પરંતુ નિયમિત રીતે પાણી છોડવામાં ન આવતાં સીધી અસર પાક ઉપર પડે છે. ખેડૂતો દ્વારા કેનાલોમાં પાણી છોડવાની માંગ કરવામાં આવે છે. તો સરસ્વતી નદીમાં પણ પાણી છોડી બારેમાસ વહેતી મુકવાની વર્ષો જૂની માંગ હાલ અધ્ધરતાલ છે, જે વહેલી તકે સંતોષવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
વિધાનસભા 2022 કોણ જીતશે?
આગામી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં બીજેપી દ્વારા આ પંથકના લોકસેવક બળવંતસિંહ રાજપૂત પર પસંદગીનો કળશ ઢોળે છે કે પછી કોઈ અન્ય ઉમેદવારની પસંદગી કરે છે, તેના ઉપર રાજકીય પંડિતોની મીટ મંડાઇ છે.
આગામી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા બળવંતસિંહ રાજપૂતને જો પક્ષ દ્વારા ટિકિટ મળે તો ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર સર્જાય અને કોંગ્રેસનો ગઢ ગણાતી આ બેઠક પર અપસેટ સર્જાય તો નવાઈ નહીં.