Home /News /north-gujarat /

Gujarat Elections 2022: જગદિશ ઠાકોરની રાજકીય સફરમાં થયો રાતોરાત પરિવર્તન, જાણો દિગ્ગજ કોંગી નેતા વિશે

Gujarat Elections 2022: જગદિશ ઠાકોરની રાજકીય સફરમાં થયો રાતોરાત પરિવર્તન, જાણો દિગ્ગજ કોંગી નેતા વિશે

Gujarat Congress State President Jagdish Thakor profile: જગદિશ ઠાકોરનો જન્મ 1 જુલાઇ, 1957માં અમદવાદમાં થયો હતો. જગદીશ ઠાકોર ઉત્તર ગુજરાતની પાટણ બેઠક ઉપરથી સંસદસભ્ય રહી ચૂક્યા છે. તેમની ગણતરી લડાયક મિજાજના આક્રમક નેતા તરીકે થાય છે.

Gujarat Congress State President Jagdish Thakor profile: જગદિશ ઠાકોરનો જન્મ 1 જુલાઇ, 1957માં અમદવાદમાં થયો હતો. જગદીશ ઠાકોર ઉત્તર ગુજરાતની પાટણ બેઠક ઉપરથી સંસદસભ્ય રહી ચૂક્યા છે. તેમની ગણતરી લડાયક મિજાજના આક્રમક નેતા તરીકે થાય છે.

વધુ જુઓ ...
  આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly election 2022  ) દરેક પક્ષ માટે જાણે પ્રતિષ્ઠાનો જંગ હોય તેમ તૈયારી આદરી દેવાઇ છે. એક તરફ જ્યાં ભાજપ 100થી વધુ સીટોની જીત પર ફોકસ કરી રહ્યું છે તો બીજી બાજુ કોંગ્રેસ (Congress) પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા મથામણમાં લાગી છે. જ્યારે આમ આદમી પાર્ટીની એન્ટ્રી ગુજરાતના રાજકારણમાં એક ભૂકંપ જેવી સ્થિતિ પેદા કરી દીધી છે.

  તેવામાં જનતા પણ દરેક પક્ષ અને નેતાને નજીકથી પારખવાનો પ્રયાય કરી રહી છે. ત્યારે આજે અમે તમને આ લેખમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ગુજરાત કોંગ્રેસના નવી સુકાની એટલે કે પ્રદેશ પ્રમુખ અને પૂર્વ સાંસદ જગદિશ ઠાકોર (Gujarat Congress State President Jagdish Thakor) વિશે જણાવવા જઇ રહ્યા છીએ.

  કોણ છે જગદિશ ઠાકોર? (Who is Jagdish Thakor?)

  જગદિશ ઠાકોરનો જન્મ 1 જુલાઇ, 1957માં અમદવાદમાં થયો હતો. જગદીશ ઠાકોર ઉત્તર ગુજરાતની પાટણ બેઠક ઉપરથી સંસદસભ્ય રહી ચૂક્યા છે. તેમની ગણતરી લડાયક મિજાજના આક્રમક નેતા તરીકે થાય છે. આ સિવાય તેઓ ઓબીસીમાં (અધર બૅકવર્ડ ક્લાસ, અન્ય પછાત જાતિ) ગણતરી થાય તેવા ઠાકોર સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. તેમની ગણતરી ધરાતલ સાથે જાડેયાલા નેતા તરીકેની થાય છે.

  જગદિશ ઠાકોરની રાજકીય કારકિર્દી (Political career of Jagdish Thakor)

  ઉત્તર ગુજરાતના ઓબીસી સમાજનો મોટો ચહેરો અને તેજ વક્તા તરીકે જાણીતા પૂર્વ સાસંદ જગદીશ ઠાકોર વિદ્યાર્થીકાળથી રાજકારણમાં સક્રિય છે અને બે વખત ધારાસભ્ય ચૂંટણી લડ્યા છે. તેઓ 1985થી 1994 સુધી યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ રહી ચૂક્યા છે. જ્યારે 1998માં કોંગ્રેસ OBC સેલના પ્રમુખ તરીકે રહ્યા હતા. તેમને ભરતસિંહ સોલંકીની નજીકના માણસ માનવામાં આવે છે.
  આ પણ વાંચો- જાણો કોણ છે કોંગ્રેસનું મોટું માથું ગણાતા લલિત વસોયા

  જગદિશ ઠાકોર દેહગામ વિધાનસભા બેઠક પરથી 2002થી 2007 અને 2007થી 2009 સુધી ધારાસભ્ય રહી ચુક્યા છે. 2009ની લોકસભા ચૂંટણીમાં ચાલુ ધારાસભ્યના પગલે પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. 2009થી 2014 સુધી કોંગ્રેસમાંથી પાટણ લોકસભા બેઠકના સાસંદ રહી ચૂક્યા છે. ઉત્તર ગુજરાતના ઓબીસી સમાજનો મોટો ચહેરો અને તેજ વક્તા તરીકે જાણીતા પૂર્વ સાસંદ જગદીશ ઠાકોર બે વખત ધારાસભ્ય ચૂંટણી લડ્યા છે.

  દેહગામ વિધાનસભા બેઠક પરથી 2002થી 2007 અને 2007થી 2009 સુધી ધારાસભ્ય રહ્યા છે. 2009ની લોકસભા ચૂંટણીમાં ચાલુ ધારાસભ્યના પગલે પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. 2009થી 2014 સુધી કોંગ્રેસમાંથી પાટણ લોકસભા બેઠકના સાસંદ રહી ચૂક્યા છે.

  રાતોરાત આવ્યું હતું હાઇ કમાન્ડનું તેડું

  ગુજરાત કોંગ્રેસમાં કેટલાક સમયથી પ્રમુખ અને વિપક્ષ નેતાની વરણી માટેની રાહ જોવાઇ રહી હતી. ત્યારે જગદીશ ઠાકોર અને સુખરામ રાઠવાને દિલ્હી તેડું આવતા કાર્યકરોની આતુરતા અને રાહનો અંત આવ્યો હતો.

  ઠાકોરે 2017માં હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું

  2017ની વિધાનસભાની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરનું કોંગ્રેસમાં આગમન થતાં જ જગદીશ ઠાકોર હાંસિયામાં ધકેલાઈ ગયાં હતાં. ઠાકોરે 2017ની વિધાનસભા ચૂંટણી પહેલાં સાબરકાંઠા પ્રભારી તથા કોર કમિટીમાંથી તેમણે રાજીનામું આપી દીધું હતું. તેમણે ભરતસિંહ સોલંકી તથા શંકરસિંહ વાઘેલાની કાર્યપદ્ધતિ સામે પણ સવાલ ઉઠાવ્યા હતા.

  તે ઉપરાંત એ સમયે લોકસભાની ચૂંટણીની ટિકીટ ફાળવણીથી પણ તેઓ નારાજ થયા હોવાનું પણ રાજકીય સુત્રોમાં ચર્ચા સ્થાને હતું. તેમણે 2014ની લોકસભાની ચૂંટણી લડવાનો પણ ઈનકાર કરી દીધો હતો. તેઓ 2017ની વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસની આંતરિક ખેંચતાણને લીધે નારાજ થયા હતા.

  કેક કપાય તે પહેલા જ સિનિયર નેતા રવાના થઈ ગયા

  જગદીશ ઠાકોરના પદગ્રહણ સમારોહમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને કાર્યકારી પ્રમુખ પણ હાજર રહ્યા હતા. થોડીવાર બાદ જગદીશ ઠાકોર કેક કાપવા માટે પહોંચ્યા પરંતુ હાર્દિક પટેલ હજુ પહોંચ્યા ન હતા, જેથી 5 મિનિટ સુધી તેમની રાહ પણ જોવામાં આવી હતી. તે સમયે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયા, સિદ્ધાર્થ પટેલ અને ભરતસિંહ સોલંકી કેક કટિંગ થાય તે પહેલા સ્ટેજ પર જતાં રહ્યા હતા.

  હાર્દિક પટેલ vs જગદિશ ઠાકોર

  હાર્દિક પટેલ અને જગદીશ ઠાકોર વચ્ચે વિવાદ વધુ વકર્યો હતો. જ્યારે હાર્દિક પટેલે 25 એપ્રિલે યુવા સ્વાભિમાની સંમેલન બોલાવ્યું હતું. આ પોસ્ટરમાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનું નામ નહોતું જોવા મળ્યું. પોસ્ટરમાં પ્રભારી અને યુવા મોરચાના પ્રમુખનો ફોટો મુક્યો હતો. કોંગ્રેસના સંમેલનમાં પ્રદેશ પ્રમુખનું નામ જ ગાયબ હોવાથી બંને વચ્ચેનો આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો હતો. જોકે હાર્દિક પટેલ અગાઉ પણ સ્ટેટ લીડરશીપ પર સવાલ ઉઠાવી ચૂક્યા હતા.

  જગદીશ ઠાકોરે હાર્દિક પટેલ વિશે પણ એક નિવેદન આપતા કહ્યું હતું કે, હાર્દિકના જવાથી પાર્ટીને કઈ ફરક પડશે નહી. કોંગ્રેસના પાટીદાર મતને કોઈ પણ પ્રકારનું નુકસાન થશે નહીં. હું એવું ક્યાંય નથી માનતો કે, હાર્દિક પટેલના જવાથી કોંગ્રેસને નુકસાન થશે. મને બતાવો કે હાર્દિક પટેલના જવાથી એક પણ પાટીદાર આગેવાને કોંગ્રેસ પક્ષ છોડી દીધો હોય, કોઈએ નથી છોડ્યો. અમારી આખી કેડર અકબંધ છે.

  જગદિશ ઠાકોરની જીભ લપસી

  કોંગ્રેસના OBC સંમેલન જગદીશ ઠાકોરની જીભ પણ લપસી હતી. મંદિરમાં અજાન થાય મુસ્લિમો અલ્લાતાલાની બંદગી કરે તેવુ કહ્યું હતું. અજાન મંદિરમાં નહીં મસ્જિદમાં કરવામાં આવે છે ત્યારે જગદીશ ઠાકોરે ઉતાવળે મસ્જિદની જગ્યાએ મંદિરમાં અજાન બોલ્યા હતા.

  Gujarat election 2022: ભાજપ સરકારને ટક્કર આપનાર યુવા નેતા જીગ્નેશ મેવાણી કોણ છે? કઈ રીતે બન્યા દલિતોનો ચહેરો?


  પાટિલ vs ઠાકોર

  જગદીશ ઠાકોરે કહ્યું હતું કે, એક તરફ અજાન બીજી તરફ ઝાલર વગાડાતી જ હતી. હવે અજાન સામે હનુમાન ચાલીસા વગાડવાનું કહે છે. ભાઈ તું તારા ઘર માં હનુમાન ચાલીસા વગાડને, કોણ ના પાડે છે.

  આ મામલે ભાજપના સી.આર.પાટીલે પ્રતિક્રિયા આપતા કહ્યુ કે, હનુમાન ચાલીસા ક્યા ગાવી કે વાંચવી એના માટે જગદીશ ઠાકોર સલાહ આપી શકે છે પરંતુ ફરજ ન પાડી શકે. રાજ્યમાં શાંતિ ડહોળવી ન જોઈએ.હનુમાન ચાલીસા ક્યાં વગાડવી એ લોકોનો અંગત વિષય છે.

  કરોડોની સંપત્તિના માલિક છે જગદિશ ઠાકોર

  10 પાસ નેતાની સંપત્તિ પણ કરોડોમાં છે. વર્ષ 2017-18ના એફિડેવિટ પ્રમાણે જગદિશ ઠાકોરની કુલ સંપત્તિ 2.21 કરોડથી વધુ છે. જેમાં તેમની પત્ની અને તેમની પાસે કુલ મળીને 14.95 લાખની બેંક ડિપોઝીટ છે. 3.81 લાખના બોન્ડ્સ, ડિબેન્ચર્સ અને શેર્સ છે. 18.87 લાખનું લાઇફ ઇન્સ્યોરન્સ છે. તેમની પાસે 22 તોલા અને તેમની પત્ની પાસે 15 તોલા સોનું છે જેની કિંમત અંદાજે 11.10 લાખ છે. જગદિશ ઠાકોર પાસે 13.62 લાખની કિંમતની ખેતી લાયક જમીન અને 69.96 લાખની કિંમતની બિન ખેતીલાયક જમીનની માલિકી છે. તેમની પાસે 13 લાખનું રહેણાંક મકાન છે.

  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણવા નીચે આપેલી બેઠકોના નામ ઉપર કરો ક્લિક

  | મહેમદાબાદ | વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  જસદણ  |  રાજકોટ દક્ષિણ  | નડિયાદ | | સોજિત્રા |  ખંભાત ગઢડા  બોરસદ |  આંકલાવ | આણંદ | ઉમરેઠ | માતર | પેટલાદ |   મહુધા  કપડવંજ | ઠાસરા | કોડીનાર  | લાઠી  | સાવરકુંડલા |  ગારિયાધાર  | મહુવા |  પાલિતાણા | ઓલપાડ | ઉમરગામ|ચોર્યાસી|  વાઘોડિયા | ભાવનગર ગ્રામ્ય | પાદરા | કરજણ | છોટાઉદેપુર | સંખેડા | ડભોઈ | નાંદોદ | ભાવનગર પૂર્વ | જંબુસર | રાવપુુરા | વાઘરા |સાવલી દેવગઢબારિયા | ઝાલોદ |હાલોલ | બાલાસિનોર | વાંસદા નિઝર | ગણદેવી | ધરમપુર | વ્યારા પારડી | લીમખેડા | સંતરામપુરા |  મહુવા એસટી | માંગરોળ એસટી | જલાલપોર | રાજુલા | ગરબાડા | વરાછા | વટવા કામરેજ | ધંધૂકા | ગોધરા | પાવી જેતપુર | વડોદરા  | કાલોલ |
  Published by:mujahid tunvar
  First published:

  Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections, Jagdish Thakor

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन