Home /News /north-gujarat /

Gujarat election 2022: દિલીપ ઠાકોરે ચાણસ્મા બેઠક પર સતત બે ટર્મમાં મેળવી જીત, તો પણ પક્ષે માર્યો ધક્કો

Gujarat election 2022: દિલીપ ઠાકોરે ચાણસ્મા બેઠક પર સતત બે ટર્મમાં મેળવી જીત, તો પણ પક્ષે માર્યો ધક્કો

Dilip Thakor Profile: ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં ચાણસ્મા બેઠક ઉપરથી ભાજપ ફરી દિલીપ ઠાકોરને ટિકિટ આપવામાં આવી હતી. 2012ની વિધાનસભાની ચૂંટણીમાં ચાણસ્મા બેઠક ઉપર દિલીપ ઠાકોરને 83,462 તો કોંગ્રેસના દિનેશ ઠાકોરને 66,638 મતો મળ્યા હતા. દિલીપ ઠાકોરનો 16,824 મતથી વિજય થયો હતો.

Dilip Thakor Profile: ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં ચાણસ્મા બેઠક ઉપરથી ભાજપ ફરી દિલીપ ઠાકોરને ટિકિટ આપવામાં આવી હતી. 2012ની વિધાનસભાની ચૂંટણીમાં ચાણસ્મા બેઠક ઉપર દિલીપ ઠાકોરને 83,462 તો કોંગ્રેસના દિનેશ ઠાકોરને 66,638 મતો મળ્યા હતા. દિલીપ ઠાકોરનો 16,824 મતથી વિજય થયો હતો.

વધુ જુઓ ...
  ગુજરાત વિધાનસભા ઈલેક્શન 2022: (Gujarat Assembly election 2022) પાટણ જિલ્લાની ચાર વિધાનસભા બેઠકો પૈકી એક માત્ર ચાણસ્મા વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા અને ભાજપનું પ્રતિનિધિત્વ કરતા ધારાસભ્ય દિલીપ ઠાકોર (Dilip Thakor) મુખ્યપ્રધાન વિજય રૂપાણી સરકારમાં કેબિનેટમાં પ્રધાન હતા. પરંતુ નવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના પ્રધાનમંડળમાં તેમને અચાનક સાઇડલાઇન કરી દેવામાં આવતા તેમના સમર્થકો ભારે રોષે ભરાયા હતા. દિલીપ ઠાકોર વર્ષ 2012થી ચાણસ્મા બેઠક (Chansma assembly seat) પર કબ્જો જમાવી રહ્યા છે. ત્યારે આજે અમે તમને દિલીપ ઠાકોરની રાજકીય કુંડળી અને જીવન વિશે સંપૂર્ણ વિગતો જણાવવા જઇ રહ્યા છીએ.

  કોણ છે દિલીપ ઠાકોર? (Who is Dilip Thakor?)

  દિલીપ ઠાકોરનો જન્મ 1 જૂન, 1959માં થયો હતો. તેઓ તેમના પિતા વિરાજી ઠાકોરને રાજકારણમાં જોઈને મોટા થયા હતા, જેઓ એક જ વિસ્તારના સતત ૩ વખત ધારાસભ્ય રહ્યા હતા અને જેમણે આ વિસ્તારના ગરીબ અને કચડાયેલા લોકોને સમર્પિત પોતાનું જીવન વિતાવ્યું હતું. આમ કહી શકાય કે રાજકારણ તેમને જન્મથી જ મળ્યું છે. આપણા દેશના નેતાઓમાંથી તેમને મહાત્મા ગાંધી અને તેમની સાદગીની ફિલસૂફી, સરદાર પટેલ અને તેમના મૂળની નજીક રહેવાના તેમના આદર્શો અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જનકલ્યાણ પ્રત્યેની પ્રેરક સમર્પણની પ્રેરણા આપી છે.

  દિલીપ ઠાકોરની રાજકીય સફર (Political journey of Dilip Thakor)

  ગુજરાતની 8, 10, 11મી અને 13મી વિધાનસભાની ચૂંટણીમાં દિલીપકુમાર વિરાજી ઠાકોર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓ ઈનોવેટિવ અને ઓર્ગેનિક ખેતીના શોખ માટે જાણીતા છે, તેમણે એસએસસી સુધીનો અભ્યાસ પૂરો કર્યો હતો અને કૃષિ ક્ષેત્રના વિકાસમાં પોતાનું યોગદાન આપવાનું શરૂ કર્યું હતું.
  આ પણ વાંચો- Gujarat Politics: પાલિકાથી લઈ પાર્લામેન્ટની ચૂંટણીમાં ભાજપના પ્રભારી રહી ચૂક્યા છે નીતિન ભારદ્વાજ, હવે છે સાઈડલાઇન

  ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે તેમણે ગુજરાતના પૂર્વ મહિલા સીએમ આનંદીબેન પટેલના નેતૃત્વ હેઠળ શ્રમ અને રોજગાર અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ રાજ્યમંત્રી તરીકેની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી હતી. આ ઉપરાંત હારીજ એપીએમસીના ચેરમેન તરીકે તેઓ બે વખત ચૂંટાયા હતા.

  દિલીપ ઠાકોરે કરેલા મહત્વના કાર્યો

  ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની મંત્રીની મજબૂત ટીમના ભાગરૂપે દિલીપકુમાર ઠાકોરે કેટલીક મોટી પહેલ કરી છે, જેનો લાભ રાજ્યની જનતાને મળ્યો છે. પારદર્શક વ્યવસ્થા મારફતે સ્થાનિક યુવાનોની રોજગારી સુનિશ્ચિત કરવા ‘મેગા જોબ ફેર’ની શરૂઆત એ તેમની સૌથી મહત્ત્વપૂર્ણ પહેલોમાંની એક હતી. આ ભરતી મેળો રાજ્યભરમાં યોજાયો હતો.

  એટલું જ નહીં, સંવેદનશીલ નેતા તરીકે તેણે નોંધ્યું હતું કે ઘણા પરિવારો તેમના બાળકોના લગ્ન કરવા માટે તેમની ખેતીની જમીન અથવા પૂર્વજોના ઝવેરાત વેચવા માટે મજબૂર બને છે. આ પરિવારોને મદદ કરવા માટે તેમણે સામુદાયિક લગ્ન અથવા સમુહલગ્નની પરંપરાને ફરી જીવંત કરી હતી. જ્યાં તેઓ એક મોટા સમારંભનું આયોજન કરે છે અને તમામ નવવધૂઓ અને વરરાજાઓ તે સ્થળે લગ્ન કરે છે. જેથી ખાનગી લગ્ન સમારંભના આયોજનના ઘણા ખર્ચની બચત ગરીબ અને મધ્યમ વર્ગીય પરીવારો બચી શકે.

  શા માટે થયા સાઇડલાઇન?

  ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં ચાણસ્મા બેઠક ઉપરથી ભાજપ ફરી દિલીપ ઠાકોરને ટિકિટ આપવામાં આવી હતી. 2012ની વિધાનસભાની ચૂંટણીમાં ચાણસ્મા બેઠક ઉપર દિલીપ ઠાકોરને 83,462 તો કોંગ્રેસના દિનેશ ઠાકોરને 66,638 મતો મળ્યા હતા. દિલીપ ઠાકોરનો 16,824 મતથી વિજય થયો હતો. સામાન્ય રીતે બંને મોટા પક્ષો ઠાકોર ઉમેદવારને મેદાનમાં ઉતારે છે. તેથી દિલીપ ઠાકોર જીતે છે.

  એન્ટિ ઇન્કમ્બન્સીને લીધે દિલીપ ઠાકોરની ટિકિટ કાપીને ભાજપ પાટણ જિલ્લાના પૂર્વ પ્રમુખ દશરથ ઠાકોરને મેદાનમાં ઉતારવાના હતા. પણ પછી ભાજપના નેતાઓ સાથે તેમણે ગોઠવી લીધું હતું. ચાણસ્મા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપને માંડ એક બેઠકથી સંતોષ માનવો પડયો હતો. હારીજ અને ચાણસ્મા તાલુકા પંચાયતની સાથે જિલ્લા પંચાયત પણ કોંગ્રેસે કબજે કરી હતી. આમ હવે દિલીપ ઠાકોરનું ચાણસ્મામાં રાજકીય કદ પક્ષમાં ઘટી રહ્યું છે.
  આ પણ વાંચો- પાટીલના પરીવર્તનની લહેરથી ન બચ્યા ધનસુખ ભંડેરી, ગણાય છે રૂપાણીની નજીકના નેતા

  દિલીપ ઠાકોર પર પુત્ર વધુનો સૌથી મોટો આરોપ

  કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોરની પુત્રવધુએ પતિ અને સાસુ-સસરા પર ગંભીર આરોપો લગાવતા ચકચાર મચી હતી. દિલીપ ઠાકોરની પુત્રવધુ જુમાબેને પત્રકાર પરિષદ યોજી સાસરિયા દ્વારા અસહ્ય ત્રાસ આપવામાં આવતો હોવાના આરોપ લગાવ્યા હતો. તો બીજી બાજુ દિલીપ ઠાકોરે કહ્યું કે, અમારી પુત્રવધૂ અમને બ્લેકમેઇલ કરે છે. દીકરી જન્મતા અમે તેને કાઢી મુકી નથી. હું આજે અને અત્યારે જ દીકરીને લઇ જવા તૈયાર છું. ઉલ્લેખનીય છે કે તે સમયે રૂપાણી સરકારમાં દિલીપ ઠાકોરને શ્રમ અને રોજગાર મંત્રીની જવાબદારી સોંપવામાં આવી હતી.

  આ આક્ષેપો બાદ 25 સપ્ટેમ્બર, 2018માં દિયોદર તાલુકાના સણાદર ગામે મીની અંબાજીના મેળાનો પ્રારંભ કરાવવા પહોંચેલા ભાજપની રૂપાણી સરકારના પ્રધાન દિલીપ ઠાકોરનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. તેમની કારને ઘેરી લેવામાં આવી હતી. ભાજપ સરકારે વિરોધ કરનારાઓને સાંભળવાના બદલે તેમને ધૂત્કારી કાઢ્યા હતા. વિરોધ કરી રહેલા લોકો ઉપર લીઠા ચાર્જ કરવાનો હુકમ સરકારે પોલીસને આપતાં લાઠીચાર્જ કરાયો હતો.

  લોકો ભયના માર્યા દોડવા લાગ્યા હતા. સરકારના જુલમનો માહોલ સર્જાયો હતો. મંત્રી દિલીપ ઠાકોર સમક્ષ જવાબ માગવા ગયેલા તેમના પુત્રવધુને પોલીસે ઘેરી લીધા હતા. દિલીપ ઠાકોરના પુત્રવધૂ સહિત 16 લોકોની અટકાયત કરી હતી. “મારો શું વાંક” કહીને જવાબ માંગવા જઇ રહેલી પોતાની પુત્રવધૂ સાથે ખરાબ વર્તણુંક કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, તેમના પુત્રએ 3 લગ્ન કર્યા હોવાનું અને ત્રણેયને સંતાનમાં દિકરીઓ આવતા તેમના ત્રાસ આપીને કાઢી મુકી હોવાના આરોપો અને વાતો પણ વહેતી થઇ હતી.

  દિલીપ ઠાકોરની સંપત્તિ જાણીને ચોંકી જશો (Property of Dilip Thakor)

  વર્ષ 2017માં ચૂંટણી દરમિયાન દિલીપ ઠાકોરે રજૂ કરેલા એફિડેવીટ અનુસાર, તેમની કુલ સંપત્તિ અંદાજે રૂ. 6.18 કરોડ છે. જે અનુસાર તેમની પાસે રોકડ રૂ. 4 લાખ હતી. આ સિવાય તેમની અને તેમના પરીવાર પાસે કુલ રૂ. 11.32 લાખની બેંક ડિપોઝીટ્સ છે. તેમની પાસે રહેલા દાગીના અને સોનાની કિંમત રૂ. 49.20 લાખ રૂપિયા છે.

  તેમનો પરીવાર ખેતી સાથે સંકળાયેલો છે, અને તેથી તેમની પાસે ખેતી લાયક જમીન પણ છે જેની કિંમત અંદાજે 2.91 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત એક 80.48 લાખની કિંમતનું કોમર્શિયલ બિલ્ડીંગ પણ છે. જ્યારે તેમના રહેણાંક મકાનની કિંમત અંદાજે 1.94 લાખ રૂપિયા છે. લોન અને અન્ય દેણાની વાત કરીએ તો હારીજ નાગરિક બેંકમાં દિલીપ ઠાકોર પર 4.50 લાખની કાર લોન છે.

  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણવા નીચે આપેલી બેઠકોના નામ ઉપર કરો ક્લિક

  | મહેમદાબાદ | વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  જસદણ  |  રાજકોટ દક્ષિણ  | નડિયાદ | | સોજિત્રા |  ખંભાત ગઢડા  બોરસદ |  આંકલાવ | આણંદ | ઉમરેઠ | માતર | પેટલાદ |   મહુધા  કપડવંજ | ઠાસરા | કોડીનાર  | લાઠી  | સાવરકુંડલા |  ગારિયાધાર  | મહુવા |  પાલિતાણા | ઓલપાડ | ઉમરગામ|ચોર્યાસી|  વાઘોડિયા | ભાવનગર ગ્રામ્ય | પાદરા | કરજણ | છોટાઉદેપુર | સંખેડા | ડભોઈ | નાંદોદ | ભાવનગર પૂર્વ | જંબુસર | રાવપુુરા | વાઘરા |સાવલી દેવગઢબારિયા | ઝાલોદ |હાલોલ | બાલાસિનોર | વાંસદા નિઝર | ગણદેવી | ધરમપુર | વ્યારા પારડી | લીમખેડા | સંતરામપુરા |  મહુવા એસટી | માંગરોળ એસટી | જલાલપોર | રાજુલા | ગરબાડા | વરાછા | વટવા કામરેજ | ધંધૂકા | ગોધરા | પાવી જેતપુર | વડોદરા  | કાલોલ |
  Published by:mujahid tunvar
  First published:

  Tags: Assembly elections 2022, Dilip thakor, Gujarat Assembly Elections 2022, Gujarat Elections

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन