Home /News /north-gujarat /રાધનપુર ભાજપ ઉમેદવાર છવાયા, લવિંગજી ઠાકોરનો ડાન્સનો વીડિયો વાયરલ

રાધનપુર ભાજપ ઉમેદવાર છવાયા, લવિંગજી ઠાકોરનો ડાન્સનો વીડિયો વાયરલ

રાધનપુર ભાજપના ઉમેદવાર સોશિયલ મીડિયામાં છવાયા છે.

Gujarat assembly election 2022: રાધનપુર ભાજપના ઉમેદવાર સોશિયલ મીડિયામાં છવાયા છે. લવિંગજી ઠાકોરનો ડાન્સનો વીડિયો ભારે વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં લવિંગજી ઠાકોર ઢોલના તાલે ઝૂમતા નજરે પડી રહ્યા છે.

    પાટણ: રાધનપુર ભાજપના ઉમેદવાર સોશિયલ મીડિયામાં છવાયા છે. લવિંગજી ઠાકોરનો ડાન્સનો વીડિયો ભારે વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં લવિંગજી ઠાકોર ઢોલના તાલે ઝૂમતા નજરે પડી રહ્યા છે. લવિંગજીનો ગામડાની આગવી અદામાં ડાન્સનો વીડિયો વાયરલ થયો છે. આ વાયરલ વીડિયો પર લોકોની પ્રતિક્રિયા સામે આવી રહી છે. રાધનપુરથી ટિકિટ મળ્યા બાદ લવિંગજી ઢોલના તાલે ડાન્સ કરતાં નજરે પડી રહ્યા છે.રાધનપુર વિધાનસભા ભાજપના ઉમેદવાર લવિંગજી ફરી એકવાર સોશિયલ મીડિયામાં છવાયા છે.

    અલ્પેશના નિવેદન બાદ આ બેઠક રહી ભારે ચર્ચામાં

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રાધનપુર બેઠક ભારે ચર્ચામાં રહી છે. ચૂંટણીની જાહેરાત પહેલા જ અલ્પેશ ઠાકોરના એક નિવેદન બાદ રાજકીય હલચલ જોવા મળી હતી. રાધનપુરમાં યોજાયેલા સમૂહ લગ્નમાં અલ્પેશ ઠાકોરે કહ્યુ હતુ કે, હું 2022ની ચૂંટણી રાધનપુરથી જ લડવાનો છું અને તમારે મને જીતાડવાનો છે. જે બાદ અલ્પેશ ઠાકોર વિરુદ્ધ ભારે રોષ જોવા મળ્યો હતો અને સ્થાનિક ઉમેદવારોની માગ કરવામાં આવી રહી હતી. અલ્પેશ ઠાકોર સામે વિરોધ જોતાં ભાજપે તેમના માટે અન્ય સીટ શોધવા મથામણ કરી હતી.


    આ પણ વાંચો: આ 4 બેઠકો ભાજપ માટે બની માથાનો દુખાવો, કોંગ્રેસમાં 41 મૂરતિયાઓ માટે ખણખોદ ચાલુ

    રાધનપુર બેઠકનું ચિત્ર થયું સ્પષ્ટ

    ગઇકાલે ભાજપની જાહેર થયેલી યાદી બાદ રાધનપુર બેઠકનું ચિત્ર સ્પષ્ટ થયું હતું. ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે 12 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી. જેમાં ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી ભાજપે અલ્પેશ ઠાકોરને ટિકિટ આપી છે. રાધનપુરથી લવિંગજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે.

    કોંગ્રેસનો ગઢ રહી છે રાધનપુર બેઠક

    રાધનપુર ભારતના ગુજરાત રાજ્યના 182 વિધાનસભા મતવિસ્તારો પૈકીનો એક છે. તે પાટણ જિલ્લાનો ભાગ છે. તે સાત બેઠકોમાંથી એક છે, જે પાટણ (લોકસભા મતવિસ્તાર) બનાવે છે. હાલમાં INCના રઘુનાથ દેસાઈ રાધનપુરથી વિધાનસભાના સભ્ય છે. આ બેઠક પર અંદાજીત 2,69,842 મતદારો છે. જેમાં પુરૂષ મતદારો 1,40,291 છે અને સ્ત્રી મતદારો 1,29,548 છે. આ બેઠક પર અંદાજે 326 મતદાન મથકો છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat Assembly Election 2022, Patan news

    विज्ञापन
    विज्ञापन