Home /News /north-gujarat /આઠમીએ જીતનો વરઘોડો, નવમીએ દાદાનો હિસાબ કરી દઈશું: કિરીટ પટેલની ધમકી

આઠમીએ જીતનો વરઘોડો, નવમીએ દાદાનો હિસાબ કરી દઈશું: કિરીટ પટેલની ધમકી

પાટણ કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલે આપી ખુલ્લેઆમ ધમકી

Gujarat assembly election 2022: પાટણ કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલે આપી ખુલ્લેઆમ ધમકી. પાટણનાં સબોસણ ગામે ચૂંટણી પ્રચારમાં આપી ધમકી. ગુજરાત પ્રદેશ ભાજપનાં પૂર્વ મહામંત્રી કે.સી પટેલ અંગે બોલ્યા

    પાટણ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજનેતાઓ દ્વારા પૂરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન નેતાઓને બેફામ નિવેદનો પણ સામે આવી રહ્યા છે. પાટણ કોંગ્રેસ ઉમેદવાર કિરીટ પટેલ જાહેરમાં ધમકી આપતા ભાંગરો વાટી દીધો છે. તેમણે દાદાના બે નામનો તો ઉલ્લેખ કરે છે, પણ ઈશારો ત્રણ આંગળીનો કરે છે. તેમણે કહ્યું કે, આ દુનિયામાં બે જ દાદા છે, હનુમાન દાદા અને ગણપતિ દાદા. આ જ બોલતી વખતે કિરીટ પટેલ ત્રણ આંગળીથી ઈશારો પણ કરી રહ્યા છે. અહીં સવાલ એ થાય છે કે, આખરે કિરીટ પટેલ શું ઈશારો કરી રહ્યા હતા. કોંગ્રેસ ઉમેદવાર કિરીટ પટેલનો ઈશારો કોની સામે? પ્રચારમાં ધમકી આપતા કિરીટ પટેલે ત્રણ આંગળીનો ઈશારો કર્યો હતો.

    'નવમીએ આપણે દાદાનો હિસાબ કરી દીઈશું'

    પાટણ કોંગ્રેસ ઉમેદવાર કિરીટ પટેલની ધમકી સામે આવી છે. તેમણે પ્રદેશ ભાજપ પૂર્વ મહામંત્રી કે.સી.પટેલ અંગે બોલ્યા કહ્યુ કે, કે.સી.પટેલ પોતાનો પેટ્રોલ પંપ બચાવી શક્યા નથી. 7 લાખ દંડ ભર્યો, તોડવાનો હુકમ થયો છે. પેટ્રોલ પંપ નથી બચાવી શક્યા, ગાય કેવી રીતે બચાવશે? એ પાતાને દાદા સમજતા હોય તો કહી દેજો, આ દુનિયામાં બે જ દાદા છે, હનુમાન દાદા અને ગણપતિ દાદા. આઠમીએ આપણું જીતનું વરઘોડુ છે. નવમીએ આપણે દાદાનો હિસાબ કરી દીઈશું.

    નોંધનીય છે કે, તેમણે પાટણનાં સબોસણ ગામે ચૂંટણી પ્રચાર દરમિયાન ધમકી આપી હતી. જ્યારે 2017 બાદ ફરી એકવાર ગાયો મુદ્દે કિરીટ પટેલના નિવેદનથી રાજકીય ગરમાવો આવી શકે છે.


    આ પણ વાંચો: પ્રથમ તબક્કાના મતદાનને 5 દિવસ બાકી, પ્રચાર પૂરજોશમાં

    નેતાઓ લગાવી રહ્યા છે એડીચોટીનો દમ

    ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. ચૂંટણી લઈને તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. રાજકીય પાર્ટીઓના રાષ્ટ્રીય નેતાઓ પણ ગુજરાતમાં આવી સભાઓ યોજી રહ્યા છે. નેતાઓ વિવિધ બેઠકો પર પ્રચાર કરી ઉમેદવારના સમર્થનમાં સભા યોજી રહ્યા છે. સાથે જ કોઈ ઉમેદવારને ન મળી હોય એટલી લીડથી તેમના ઉમેદવારને જીતાડવા આહવાન કરી રહ્યા છે. ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે યોજાવવાનું છે, ત્યારે પ્રથમ તબક્કાના મતદાનને માત્ર ચાર દિવસ બાકી છે. આવામાં તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા પૂરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને નેતાઓ દ્વારા એડીચોટીનો દમ લગાવવામાં આવી રહ્યો છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat Assembly Election 2022, Patan news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन