પાટણ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને પૂરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે, ત્યારે ભાજપના પૂર્વ નેતા જયનારાયણ વ્યાસ ફરી ચર્ચામાં આવ્યા છે. તાજેતરમાં ભાજપમાંથી રાજીનામું આપનાર જયનારાયણ વ્યાસે કોંગ્રેસ ઉમેદવાર માટે મત માગ્યા છે. ભાજપના પૂર્વ નેતા જયનારાયણ વ્યાસે સિદ્ધપુર કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર માટે મત માગ્યા છે.
જયનારાયણ વ્યાસ કોંગ્રેસ ઉમેદવારની સભામાં હાજર રહ્યા
સિદ્ધપુર કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર પોતાના વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે, ત્યારે આજે વામૈયા ગામમાં તેમની સભા યોજાઇ હતી. આ સભાની સૌથી ચોંકાવનારી વાત એ હતી કે, ભાજપમાંથી રાજીનામું આપનાર જયનારાયણ વ્યાસ કોંગ્રેસ ઉમેદવારની સભામાં હાજર રહ્યા હતા. જયનારાયણ વ્યાસે કોંગ્રેસ ઉમેદવાર માટે મત માગ્યા છે. આ ઘટનાક્રમ સાથે ફરી એક વખત રાજકીય ચર્ચા સાથે જયનારાયણ વ્યાસ ચર્ચામાં આવ્યા છે.
વિધાનસભાની ચૂંટણી માટે મતદાનના ગણતરીના દિવસો બાકી છે ત્યારે સિદ્ધપુર વિધાનસભા બેઠક પર રાજકીય વળાંક જોવા મળી રહ્યો છે. જ્યનારાય વ્યાશનું કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરને સમર્થન સામે આવ્યું છે. વામૈયા ગામે સિદ્ધપુર કોંગ્રેસના ઉમેદવાર ચંદન ઠાકોરની સભામાં જયનારાયણ વ્યાસે હાજરી આપી હતી. જયનારાયણ વ્યાસે સભામાં લોકોને ચંદનજી ઠાકોરને મત આપી જીતાડવા માટે અપીલ કરી હતી. નોંધનીય છે કે, જય નારાયણ વ્યાસ ભાજપના સિનિયર નેતા હતા. થોડા સમય અગાઉ તેમણે પક્ષ સામે નારાજગી વ્યક્ત કરી રાજીનામું આપ્યું હતું.
કોણે છે જયનારાયણ વ્યાસ?
ઉલ્લેખનીય છે કે, જયનારાયણ વ્યાસ ભાજપના દિગ્ગજ નેતા હતા. તેઓ ભાજપ સરકારમાં મોટી જવાબદારી નિભાવી ચૂક્યા છે. નર્મદા નિગમના ચેરમેનથી માંડીને 2007થી 2012 સુધી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનો હવાલો સંભાળતા હતા. તેઓ સિદ્ધપુરના ધારાસભ્ય રહી ચૂક્યા છે અને ગત ચૂંટણીમાં સિદ્ધપુર બેઠક પર ભાજપમાંથી લડ્યા હતા, પરંતુ છેલ્લી બે ટર્મથી હારનો સામનો કરી રહ્યા હતા. તેઓ શિક્ષણવિદ, વહીવટકર્તા, મેનેજર અને જાહેર જીવનના કાર્યકર્તા તરીકે વ્યસ્ત છે. જોકે, તેઓ સરકાર અને સંગઠનની કેટલીક નીતિઓના ટીકાકાર રહ્યા છે.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર