Home /News /north-gujarat /ટિકિટ માંગવાથી જૂથમાં છે તેવું ન મનાય: ભાજપની ટિકિટના દાવેદારો અંગે પાટીલ
ટિકિટ માંગવાથી જૂથમાં છે તેવું ન મનાય: ભાજપની ટિકિટના દાવેદારો અંગે પાટીલ
એક સપ્તાહમાં પાટણમાં પાટીલનો આ બીજો પ્રવાસ છે.
Gujarat assembly election 2022: મોટી સંખ્યામાં દાવેદારોએ ટિકિટ માગી છે, સ્વાભાવિક રીતે જીતવાની તકો વધુ ત્યાં દાવેદારો વધુ હોય: ભાજપની ટિકિટના દાવેદારો અંગે બોલ્યા પાટીલ
પાટણ: ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ આજે પાટણમાં ઠાકોર સમાજના આરાધ્ય સંત સદારામ બાપાની પ્રતિમાનું અનાવરણ કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન પાટીલ ભાજપની ટિકિટના દાવેદારો અંગે બોલ્યા હતા. તેમણે કહ્યુ હતુ કે, ટિકિટ માંગવાથી જૂથમાં છે તેવું ન માની લેવાય. મોટી સંખ્યામાં દાવેદારોએ ટિકિટની માગી છે. એ દાવેદારો લડવા અને જીતવા માટે સક્ષમ પણ છે.
'ટિકિટ માંગવાથી જૂથમાં છે તેવું ન માની લેવાય'
ભાજપ દ્વારા ગુજરાતની બેઠકો પર સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં દાવેદારો સામે આવ્યા હતા. આ મામલે આજે પાટીલે જણાવ્યું હતું કે, સ્વાભાવિક રીતે જીતવાની તકો વધુ ત્યાં દાવેદારો વધુ હોય. તેમણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ઉદાહરણ આપ્યું હતું. 9 હજાર બેઠક માટે 2 લાખ કાર્યકરોએ ટિકિટ માગી, ભાજેપ 9 હજાર પૈકી 8 હજાર બેઠક પર જીત મેળવી. બેઠકો બદલવાની વાત અંગે પાટીલે કહ્યુ કે, હાલ તો દાવેદારોએ ટિકિટ માગી છે. બેઠક બદલવાની વાત PM, અમિત શાહ નક્કી કરશે. પીએમ, અમિત શાહના નિર્ણય બાદ કન્ફર્મ થશે.
ભાજપમાં ચાલતા જૂથવાદ મામલે પણ તેમનું નિવેદન સામે આવ્યું છે. પાટીલે ભાજપના કાર્યકરો એકજૂથ થઇને ચૂંટણી જીતશે તેવો વિશ્વાસ આપ્યો હતો. સ્થાનિક ચૂંટણીમાં ભાજપના દાવેદારોનું ઉદાહરણ આપી ભાજપના જૂથવાદને ઠારવાનો પ્રયાસ કરવાના સંકેત આપ્યા હતા. બેઠક બદલીને દાવેદારી નોંઘાવતા ભાજપના નેતાઓ ચૂંટણી ક્યાંથી લડશે તે પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ જ નક્કી કરશે.
ઉપરાંત તેમણે જયનારાયણ વ્યાસની ગેહલોત સાથેની મુલાકાતને શુભેચ્છા મુલાકાત ગણાવી હતી. ચૌઘરી સમાજના રોષ મામલે પ્રશ્ન પૂછતા સી.આર. પાટીલે મૌન ઘારણ કર્યું હતું. નોંધનીય છે કે, પાટીલે પાટણ ખાતે સંતશ્રી સદારામ બાપાની પ્રતિમાના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. કાર્યક્રમમાં પ્રદેશ અઘ્યક્ષ સી.આર. પાટીલ, પૂર્વ મંત્રી દિલીપ ઠાકોર, શંકર ચૌધરી, અલ્પેશ ઠાકોર સહિતના નેતા હાજર રહ્યા હતા. એક સપ્તાહમાં પાટણમાં પાટીલનો આ બીજો પ્રવાસ છે. પાટણ જિલ્લાની ચારેય બેઠકો પર ઠાકોર સમાજનું પ્રભૂત્વ રહ્યું છે.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર