Home /News /north-gujarat /

કોંગ્રેસ બ્લુટૂથ નહીં, બ્લૂવ્હેલમાં ફસાઈ છે, 18 તારીખે અંતિમ એપિસોડઃ પાટણમાં મોદી

કોંગ્રેસ બ્લુટૂથ નહીં, બ્લૂવ્હેલમાં ફસાઈ છે, 18 તારીખે અંતિમ એપિસોડઃ પાટણમાં મોદી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને હાલમાં નરેન્દ્ર મોદી ઉત્તર ગુજરાતને ગજવી રહ્યાં છે. તેમને આજે એટલે કે, સોમવારે પાટણમાં એક જનસભાને સંબોધી હતી. પરંપરાગત રીતે મોદી સાહેબે આવતાની સાથે જ કોંગ્રેસ સામે એટેકિંગ મોડમાં આવી ગયા હતા. પીએમ નરેન્દ્ર મોદીએ પાટણમાં સભાને સંબોધન કરતાં કહ્યું કે, હું પાટણ યુનિવર્સિટીનો જ વિદ્યાર્થી છું. મોદીએ કોંગ્રેસના આક્ષેપોને લઈને જણાવ્યું કે, હાલમાં કોંગ્રેસના નેતાઓ પાછું નવું લાવ્યા છે. કોંગ્રેસના નેતાઓ હારથી ડરી ગયા છે અને તેનો પોટલો ઈવીએમ મશીન પર ઢોળવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના આક્ષેપોને લઈને કહ્યું કે, આ કોંગ્રેસવાળાઓ કહી રહ્યાં છે ઈવીએમને બ્લૂટૂથ સાથે ક્નેક્ટ કરવામાં આવી રહ્યો છે, તમે બ્લૂટૂથ-બ્લૂટૂથ બોલવાનું બંધ કરો તમે બ્લૂવ્હેલમાં ફસાઈ ગયા છો અને 18 તારીખે તમને આનો અંતિમ એપિસોડ જોવા મળશે. ગયા ચોમાસામાં બનાસકાંઠામાં આવેલા પૂરને લઈને ચોમાસા પર ચાબખા મારતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જ્યારે બનાસકાંઠા અને પાટણમાં પુરના કારણે ખાનાખરાબી સર્જાઈ હતી. ત્યારે કોંગ્રેસવાળાઓ બેંગ્લોરના રિસોર્ટમાં મજા લઈ રહ્યાં હતા. જ્યારે ભાજપના નેતાઓ રિલિઝ કરવાના કામે લાગ્યા હતા.

2001માં આવેલા ભૂકંપને યાદ કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જ્યારે ભૂકંપ આવ્યો હતો ત્યારે હું દિલ્હી હતો અને તે વખતે મારા માથે દિલ્હીની અખિલ ભારતીય જનતા પાર્ટીની જવાબદારી આપવામાં આવેલી હતી, તે છતાં હું રાત્રે બે વાગ્યે રાધનપુર આવી ગયો હતો અને બીજા દિવસે પાટણ અને રાધનપુરની હોસ્પિટલોમાં જઈને બધા દર્દીઓની સારસંભાળ લીધી હતી.

નરેન્દ્ર મોદીએ કોંગ્રસને આડેહાથે લેતા કહ્યું કે, આ વખતે ચૂંટણી પ્રચાર કરવામાં મજા આવે છે. કેમ કે, કોંગ્રેસના મોટા-મોટા નેતાઓએ આવીને એટલો બધો કિચડ પાથર્યો છે કે, મને કમળ ખિલવવાની મજા આવે છે.. તે ઉપરાંત નરેન્દ્ર મોદીએ ઉત્તર ગુજરાતમાં કરવામા આવેલા વિકાસના કામો ગણાવ્યા હતા, તે ઉપરાંત સોલાર પંપ પ્રોજેક્ટ વિશે માહિતી આપતા કહ્યું હતું કે, અમારી સરકાર એવો પ્રોજેક્ટ લાવી રહી છે કે, ખેડૂતોને વિજળીનું બિલ જ નહી આવે અને વ્યાજ વગરની લોન મળશે. અમારી સરકારે સૂર્યથી ચાલતા સોલાર પંપ બનાવીને તેનું વિતરણ પણ શરૂ કરી દીધું છે. જેનાથી ખેડૂતોના જીવન ધોરણમાં ઘણો મોટો ફરક આવશે. તે ઉપરાંત મોદીએ શ્વેતકાંતિ અને મધુકાંતિ લાવવાની વાત પણ કરી હતી.

રાહુલ ગાંધીના એક નિવેદનને લઈને નરેન્દ્ર મોદીએ ટોણો મારતા કહ્યું હતું કે, કોંગ્રેસનો એક નેતા તો બટાકા બનાવવાની ફેક્ટરી જ નાંખવાનો છે, તેથી કોંગ્રેસ આવશે તો ખેડૂતોને બટાકાનું વાવેતર કરવાની જરૂરત પડશે નહી. તે ઉપરાંત નરેન્દ્ર મોદીએ પાટણમાં તેમના વિરૂદ્ધમાં આપવામાં આવેલા નિવેદનને લઈને કહ્યું કે, "હું તમારૂ છોરૂ છું તમે મને મોટો કર્યો છે અને મારા અપમાન કરનારાઓને તમે 14 તારીખે જવાબ આપી દેજો."
First published:

Tags: Assembly election 2017, BJP Vs Congress, Gujarat Election 2017

આગામી સમાચાર