Home /News /north-gujarat /પાટણની પ્રભુતા કોણ જાળવશે, કોંગ્રેસ કે ભાજપ?

પાટણની પ્રભુતા કોણ જાળવશે, કોંગ્રેસ કે ભાજપ?

ખરું-ખોટું જે હોય તે પરંતુ અહીં કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોર અને ભાજપના ઉમેદવાર ભરત ડાભી વચ્ચે ઠાકોર મતદારોને આકર્ષવાની હોડ લાગી છે. આ બેઠક ઉપર ૪.૫૦ લાખ ઠાકોર મતદારો છે.

ખરું-ખોટું જે હોય તે પરંતુ અહીં કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોર અને ભાજપના ઉમેદવાર ભરત ડાભી વચ્ચે ઠાકોર મતદારોને આકર્ષવાની હોડ લાગી છે. આ બેઠક ઉપર ૪.૫૦ લાખ ઠાકોર મતદારો છે.

  ન્યૂઝ18 ગુજરાતી : પાટણ લોકસભા બેઠક પર આ વખતે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ખરાખરીનો ચૂંટણી જંગ મંડાયો છે. કહેવાય છે કે, આ બેઠક ઉપરથી ટિકિટ મેળવવાની મમતમાં જ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો. ખરું-ખોટું જે હોય તે પરંતુ અહીં કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોર અને ભાજપના ઉમેદવાર ભરત ડાભી વચ્ચે ઠાકોર મતદારોને આકર્ષવાની હોડ લાગી છે. આ બેઠક ઉપર ૪.૫૦ લાખ ઠાકોર મતદારો છે. કદાચ, આ કારણે જ ઠાકોર મતદારોને આકર્ષવા બંને પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે !

  પાટણ જિલ્લામાં વર્ષોથી કોંગ્રેસનો દબદબો રહ્યો છે. ૧૯૬૭થી ૨૦૦૪ સુધી એસસી અનામત બેઠક રહી હતી. ૨૦૦૯થી સામાન્ય બેઠકમાં સમાવેશ થયો છે. ૨૦૧૪માં ભાજપના લીલાધર વાઘેલા કોંગ્રેસના ભાવસિંહ રાઠોડ સામે વિજેતા બન્યા હતા.

  અહીં ક્લિક કરી વાંચોઃ Google પર ચૂંટણીની જાહેરાતનો વરસાદ, જાણો કોણ છે ટોચ પર

  લીલાધર વાઘેલા આ વખતે પણ ચૂંટણી લડવા દાવેદારી નોંધાવી હતી. પરંતુ ભાજપના મોવડીઓએ તેમનું પત્તુ કાપી ખેરાલુના વર્તમાન ધારાસભ્ય ભરત ડાભી પર પસંદગી ઉતારતાં તેમનું વલણ આ ચૂંટણીમાં કેવું રહે છે તે જોવું રહ્યું. વળી સાંસદ તરીકે લીલાધર વાઘેલાની નિષ્ક્રિયતા ભાજપ માટે નબળુ પાસુ બન્યું છે.

  શું છે મુખ્ય સમસ્યાઓ ?
  રેલવેના પ્રશ્નો, ઔદ્યોગિક વસાહત, બેરોજગારી, નર્મદા કેનાલમાં વારંવાર પડતા ગાબડાં, દુષ્કાળની પરિસ્થિતિ તેમજ વિકાસના કામોને લાગેલી બ્રેક ચૂંટણીમાં હારજીત નક્કી કરશે. ૨૦૧૫થી ૨૦૧૭ સુધી સત્તાધારી પક્ષ ભાજપને પાટીદાર આંદોલન, ખેડૂત પ્રશ્નો, બેરોજગારી અને એન્ટી ઈન્કમ્બન્સીને કારણે જીતની ટકાવારી ઘટતી ગઈ. પાટણ જિલ્લાના સળગતા પ્રશ્નોમાં ખેડૂતને સિંચાઈ માટે પાણી નથી.

  જાતિગત સમીકરણો:

  અહીં કુલ ૧૭,૯૭,૯૩૩ મતદારો પૈકી ઠાકોર મતદારો પ્રભાવી છે. આ બેઠક પર ૩.૫૦ લાખ ઠાકોર મતદારો નિર્ણાયક ભુમિકામાં છે. આ વખતે કોંગ્રેસ અને ભાજપમાંથી આ જ સમાજમાંથી ઉમેદવારોની પસંદગી ઉતારવામાં આવેલ છે. ગ્રામીણ મત વિસ્તાર હોવાથી મતદારો કોઈપણ રાજકીય પક્ષને પોતાના મન કળવા દેતા નથી. ઠાકોર ઉપરાંત આંજણા ચૌધરી, રબારી, પાટીદાર, દલિત અને અન્ય પછાત વર્ગના મતદારોની સંખ્યા પણ મોટા પ્રમાણમાં છે.  સાંસદનું રિપોર્ટ કાર્ડ
  લીલાધર વાઘેલા લગભગ આ બેઠક ઉપર નિષ્ક્રિય રહ્યા છે. પ્રજાના પ્રશ્નોને વાચા આપવામાં કે સ્થાનિક સ્તરે કોઈ ઠોસ કામગીરી કરવામાં તેમની નિષ્ક્રિયતા ઉડીને આંખે વળગે તેવી છે. જિલ્લામાં વિકાસના કોઈ નોંધપાત્ર કામો થયા ન હોવાથી પ્રજામાં નારાજગી પ્રવર્તી રહી છે. વાઘેલાની લોકસભામાં ૬૦ ટકા હાજરી રહી છે અને પોતાના કાર્યકાળમાં માત્ર ૧૧ પ્રશ્નો પૂછ્યા છે

  કોની વચ્ચે છે જંગ?
  કોંગ્રેસના જગદીશ ઠાકોર અને ભાજપી ઉમેદવાર ઠાકોર વચ્ચે જંગ જામશે। ઠાકોર મતદારોમાં વિભાજન થાય તેના તમામ પ્રયાસો ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યો છે.

  અનુમાન :
  પાટણમાં કોંગ્રેસની સ્થિતિ સારી હોવા છતાં જુથવાદ વકર્યો હોવાથી તેની અસર ચૂંટણીમાં પડે તેમ છે. ઠાકોર સેના શું કરે છે તેની પર સૌની મીટ મંડાઈ છે.
  Published by:ankit patel
  First published:

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन