Home /News /north-gujarat /સુરત: ક્રિકેટ મેચના સટ્ટામાં 2,000 કરોડના આર્થિક વ્યવહારો કરવાના રેકેટમાં વધુ ચાર લોકોની ધરપકડ

સુરત: ક્રિકેટ મેચના સટ્ટામાં 2,000 કરોડના આર્થિક વ્યવહારો કરવાના રેકેટમાં વધુ ચાર લોકોની ધરપકડ

ઇકો સેલ દ્વારા ચાર લોકોની ધરપકડ

Betting cricket matche: ક્રિકેટમેચના સટ્ટોના રૂપિયા 2000 કરોડના આર્થિક વ્યવહારો કરવાના રેકેટમાં ચાર લોકોની ધરપકડ. ઇકો સેલની ટીમે આજે પાટણ જીલ્લાના રાધનપુર ગામ ખાતેથી વધુ ચાર લોકોની ધરપકડ કરી હતી.

પાટણ: બેંકમાં ડમી ખાતું ખોલાવીને તેને આધારે ક્રિકેટમેચના સટ્ટોના રૂપિયા 2,000 કરોડના આર્થિક વ્યવહારો કરવાના પ્રકરણમાં ઇકો સેલની ટીમે આજે પાટણ જિલ્લાના રાધનપુર ગામ ખાતેથી વધુ ચાર લોકોની ધરપકડ કરી હતી. આ ચારેય લોકો હુઝેફા મકાસરવાળાના સંપર્કમાં રહીને રાધનપુરમાં આ રીતે ડમી આધારે ખાતામાં વ્યવહારો કરતા હતા. બધાને મહીને રૂપિયા 15 હજાર મળતા અને મેચમાં કોઈ પણ ફેરફાર થાય તો તાત્કાલીક હુઝેફાને જાણ કરતા હતા.

2,000 કરોડના આર્થિક વ્યવહારો થયા હોવાનું બહાર આવ્યું


પોલીસની પ્રાથમિક તપાસમાં 2,000 કરોડના આર્થિક વ્યવહારો થયા હોવાનું જણાયું છે. ક્રાઈમ બ્રાંચની સંલગ્ન ઇકો સેલની ટીમે પાંચ દિવસ અગાઉ ડિંડોલી ખાતે આવેલા રાજમહેલ મોલના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી એક દુકાનમાં રેડ કરી હતી. પોલીસને અહીંથી ક્રિકેટ મેચ પર આંતરરાજ્ય કક્ષાનું રેકેટ ચલાવતી ટોળકી મળી આવી હતી. ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડવામાં માટે બધાજ દસ્તાવેજો ડમી બનાવ્યા હતા. પાનકાર્ડ, આધારકાર્ડ અને ભાડા કરાર બધા જ દસ્તાવેજો બોગસ બનાવી દીધા હતા. આવા દસ્તાવેજોના આધારે બેંકમાં ડમી ખાતા ખોલાવીને કરોડો રૂપિયાના આર્થિક વ્યવહારો કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: ગુનાની દુનિયામાં લેડી ડોનનો દબદબો, હસીના પારકર જેવો રોફ

ઈરશ ઉર્ફે કમલેશ જરીવાલા અને ઋષિકેશ શિંદેની ધરપકડ


પોલીસે આ દરમિયાન ઈરશ ઉર્ફે કમલેશ જરીવાલા અને ઋષિકેશ શિંદેની ધરપકડ કરી હતી. જ્યારે તપાસ બાદ માસ્ટર માઈન્ડ હુઝેફા મકાસરવાળાની પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. હુઝેફાના ફોનમાંથી પોલીસને ઘણી હકીકતો મળી આવી હતી. યુક્રેનથી કિશન નામનો વ્યક્તિ પણ સંપર્કમાં રહીને આ રેકેટ ચલાવતા હતો. પોલીસ તપાસમાં તે દિવસે 1200 કરોડનું રેકેટ પકડાયું હોવાનું જણાયું હતું. જોકે આજે કસમાં ઇકો સેલની ટીમે પાટણ જીલ્લાના રાધનપુર ખાતેથી બીજા ચાર પાથ હર્ષદ જયંતીલાલ ભટ્ટ (સેવન્થ પેરેડાઈઝ એસ.જી.હાઈવે), કનુ લવિંગજી ભુતાજી ઠાકોર (બકાનગર સોસાયટી રાધનપુર પાટણ), દરજી નરેશ રતિલાલ તેમજ ભીખા અમૃત વ્યાસ ( ગાયત્રી ટેનામેન્ટ ગ્રીનપાર્ક રોડ રાધનપુર પાટણ)ની ધરપકડ કરવામાં આવી હતી.

કિશન અને હરેશ ચૌધરી વિદેશની ઓપરેટ કરતા આ રેકેટ


આ ચારેય લોકો યુક્રેનથી કિશન અને હરેશ ચૌધરી સાથે સંપર્કમાં રહીને આર્થિક વ્યવહારો ચલાવતા હતા. ચાલુ મેચમાં જે ભાવ આવે તેમાં કોઈ ફેરફાર થાય તો તે બાબતે કિશન અને હરેશ ચૌધરીને જાણ કરવામાં આવતી હતી. પાર્થને મહીને 3.50 હજારનો પગાર મળતો હતો. જ્યારે બાકીના ત્રણને મહીને 2.12 હજાર પગાર આપવામાં આવતો હતા.
Published by:Vimal Prajapati
First published:

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन