પાટણ કોંગ્રેસમાં ભડકો, ત્રણ પૂર્વ MLA સહિત પાંચ આગેવાનોના રાજીનામા

News18 Gujarati
Updated: March 29, 2019, 11:45 AM IST
પાટણ કોંગ્રેસમાં ભડકો, ત્રણ પૂર્વ MLA સહિત પાંચ આગેવાનોના રાજીનામા
પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર

કોંગ્રેસમાંથી પાટણ લોકસભાની ચૂંટણી માટે જગદીશ ઠાકોરનું નામ જાહેર થયા બાદ વિરોધના વંટોળે વધારે જોર પકડ્યું છે.

  • Share this:
યશવંત પટેલ, પાટણઃ લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થઇ ગઇ છે ત્યારે ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે 23મી એપ્રીલે મતદાન થવા જઇ રહ્યું છે. જેની તાડમાર તૈયારીઓ ચાલી રહી છે. એક તરફ ભાજપે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. તો બીજી તરફ કોંગ્રેસ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ઘોંચમાં મુકાઇ છે. કોંગ્રેસ છેલ્લી ઘડીએ ઉમેદવારોની પસંદગી કરી શકી નથી. ટિકિટની વહેચણી પહેલા જ કોંગ્રેસમાં ભડકો થયો છે. કોંગ્રેસમાંથી પાટણ લોકસભાની ચૂંટણી માટે જગદીશ ઠાકોરનું નામ જાહેર થયા બાદ વિરોધના વંટોળે વધારે જોર પકડ્યું છે. જગદીશ ઠાકોરના નામ જાહેર થવાથી કાંકરેજના એક નહીં બે નહીં પણ કોંગ્રેસના પાંચ પાંચ નેતાઓએ રાજી નામું આપ્યું છે.

મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસમાંથી પાટણ લોકસભાની ચૂંટણી માટે જગદીશ ઠાકોરના નામ જાહેર થયા બાદ કાંકરેજ ના પૂર્વ ધારાસભ્ય ધારસિંહ ઠાકોર,વાગડોદ ના પૂર્વ ધારાસભ્ય ચમનજી ઠાકોર ,પાટણ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અભુજી ઠાકોર ,પાટણના પૂર્વ ધારાસભ્ય જોધાજી ઠાકોર તેમજ પ્રદેશ મહામંત્રી પોપટજી ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે.

ઉલ્લેખનીય છે કે, પાટણ લોકસભા બેઠક માટે જગદીશ ઠાકોરનનું નામ જાહેર થતાં જ પક્ષના જ જૂના જોગીઓએ બાંયો ચડાવી છે. પાટણના લોકલ ઉમેદવારોને જ ચૂંટણી લડાવવાની માંગ સાથે 1000 કાર્યકરો સાથે ત્રણ પૂર્વ ધારાસભ્યો, પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખ સહિતનાઓએ રાજીનામાં ધરી દઇ અપક્ષ ઉમેદવારી માટે ફોર્મ લઇ લીધા છે. જેથી હવે આવનારા ચૂંટણીમાં જગદીશ ઠાકોર માટે કપરાં ચઢાણ શરૂ થશે.

આ પણ વાંચોઃ-ભાજપનો પરિવારવાદઃ જમાઇને આગળ કરવા દિલિપ ઠાકોરની પીછેહટ?

સુત્રોના જણાવ્યા પ્રમાણે જગદીશ ઠાકોરની ઉમેદવારી મામલે અગાઉથી જ અલ્પેશ ઠાકોરનું જૂથ વિરોધમાં ઉતર્યું હતું. જેનું મનેકમને બાદમાં સમાધાન થયું હતું. પણ હવે સત્તાવાર જાહેરાત થઇ એ પહેલાં જ ત્રણ પૂર્વ ધારાસભ્ય સહિત પણ પક્ષાના જૂના નેતાઓએ રાજીામા આપી દેતાં તે લોકો હવે કોંગ્રેસને હરાવવા નીકળશે તે શક્યતાને જોતાં હવે કોંગ્રેસે ચૂંટણી માત્ર ભાજપ સામે જ નહીં પણ પક્ષના જૂના ઉમેદવારો સામે પણ લડવી પડશે.
First published: March 29, 2019, 8:38 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading