પાટણઃપોલીસના બાતમીદારની શંકામાં યુવક પર ફાયરિંગ

VINOD LEUVA | Pradesh18
Updated: January 16, 2017, 10:47 AM IST

પાટણઃપાટણના મુજપુર ગામે પોલીસના બાતમીદાર હોવાની શંકાને લઇ ગામ ના ચાર શખ્સો દ્વારા યુવાન પર બે રાઉન્ડ ફાયરીંગ કરી હત્યાનો પ્રયાસ કરાયો હતો.પાટણ જીલ્લાના મુજપુર ગામે રહેતા કાળુભા વાઘેલા પોતાનું મોટર સાઇકલ લઇ મુજપુરથી શંખેશ્વર ગામ તરફ જવાના હાઇવે પરથી પ્રસાર થઇ રહ્યા હતા તે દરમ્યાન ગામના ચાર ઈસમો તેમને ઓતરી ઉભા રાખ્યા હતા અને તું પોલીસ નો બાતમીદાર છે અને થોડા દિવસ પહેલા ગામ જે ચોરી ના બાઈક ઝડપાયા છે તેની પોલીસને તેજ માહિતી આપી છે તેમ કહી માર મારવા લાગ્યા હતા.

મારામારી બાદ ચાર ઈસમો પૈકી એક ઇસમેં ખાનગી બંદુક વડે યુવાન પર બે રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. જેમાં બચવા જતા યુવાનને પ્રથમ ગોળી હાથ પર લાગી હતી અને બીજી ગોળી પગના ભાગેથી અડીને નીકળી ગઈ હતી. પરંતુ ફાયરીંગને લઇ યુવાન ઈજાગ્રસ્ત થતા ચારેય ઈસમો ઘટના સ્થળેથી ફરાર થઇ જવા પામ્યા હતા.તો ઘટના સ્થળે ઈજાગ્રસ્ત યુવાન ના સંબધીઓ આવી જતા તેને સારવાર અર્થે ધારપુર સિવિલ હોસ્પિટલ માં ખસેડ્યો હતો અને પરિવાર જનો દ્વારા પોલીસ ને આ બાબતે જાણ કરવામાં આવી છે.
First published: January 16, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर