Home /News /north-gujarat /Patan Fire: પાટણના ચારણકાના સોલાર પ્લાન્ટમાં ભીષણ આગ, ફાયરવિભાગે ભારે જહેમતે આગ કાબૂમાં કરી

Patan Fire: પાટણના ચારણકાના સોલાર પ્લાન્ટમાં ભીષણ આગ, ફાયરવિભાગે ભારે જહેમતે આગ કાબૂમાં કરી

ચારણકા સોલાર પ્લાન્ટમાં ભીષણ આગ લાગી

Patan Fire: પાટણના ચારણકાના સોલાર પ્લાન્ટમાં આગ લાગી છે. હાલ તો પ્રાથમિક માહિતી પ્રમાણે, શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.

પાટણઃ એશિયાના સૌથી મોટા સોલાર પ્લાન્ટમાં આગ લાગી છે. પાટણના ચારણકાના સોલાર પ્લાન્ટમાં આગ લાગી છે. હાલ તો પ્રાથમિક માહિતી પ્રમાણે, શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. ત્યારે આ ઘટનાને પગલે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. તેને લઈને મોટી સંખ્યામાં ફાયરવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા હતા. અંતે ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી.



સોલાર પ્લાન્ટમાં આવેલી BHEL કંપનીમાં આગ લાગી હતી. ભેલ કંપનીના બ્લોક નંબર 2ના મેગા પ્લાન્ટમાં ભયાનક આગ લાગી હતી. તેને કારણે ચારેબાજુ ધૂમાડાના ગોટેગોટા ઉડવા લાગ્યા હતા અને અફરાતફરી મચી ગઈ હતી. આ મામલે તાત્કાલિક ફાયરવિભાગે દુર્ઘટનાની જાણ કરવામાં આવી હતી.

પ્લાન્ટમાં ફાયર સેફ્ટીની સુવિધા જ નથી!


ઉલ્લેખનીય છે કે, ચારણકા સોલાર પ્લાન્ટ એશિયાનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ છે. છતાં હજુ સુધી અહીં ફાયર સેફ્ટીની કોઈપણ સુવિધા નથી. દરવર્ષે આવી આગ લાગવાની ઘટના બનતી હોય છે, તે છતાં અધિકારીઓ જાણે આંખ આડા કાન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ખાસ કરીને, ઉનાળાની ઋતુમાં અહીં આગ લાગવાની ઘટના વધુ બનતી હોય છે. તે છતાં સોલાર પ્લાન્ટમાં હજુ સુધી ફાયર સેફ્ટીની કોઈપણ સુવિધા કરવામાં આવી નથી. જ્યારે જ્યારે અહીં આગ લાગે તો આસપાસના તાલુકામાંથી ફાયર વિભાગને બોલાવવો પડે છે.
First published:

Tags: Fire News, Patan news, Solar plant

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો