ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટઃ વરસાદથી પાટણના ખેતરોમાં તબાહીનો મંજર

ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટઃ વરસાદથી પાટણના ખેતરોમાં તબાહીનો મંજર
પાટણ જિલ્લાના ખેતરની તસવીર

ગત વર્ષેના સુકા દુષ્કાળ બાદ આ વર્ષે પાટણનો ખેડૂત સારા વરસાદની આશાએ સારો પાક ઉત્પન્ન થશે તેની આશા રાખીને બેઠો હતો.

 • Share this:
  સંજય ટાંક, અમદાવાદઃ Gujarat રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. સારા વરસાદથી (rain)એક તરફ ખેડૂતોમાં (Farmers) ખુશી હતી. તો બીજી તરફ પાક ધોવાયાનું દુઃખ છે. ખેડૂતોની વેદનાને વાચા આપવા ન્યૂઝ18 ગુજરાતી (News18Gujarati) સરહદી જિલ્લા પાટણમાં (Patan district) પહોંચ્યું છે. ત્યાં પહોંચતાં જ ખેડૂતોની તબાહીનો મંજર જોવા મળ્યો હતો.

  ખેડૂતોનો પાક પાણીમાં તરબતોળ હતો. પશુઓ માટેનો ઘાસચારાના પણ ખેડૂતને ફાંફા હતા. સિઝનમાં પડેલા ધોધમાર વરસાદથી ખેડૂત પણ ધોધમાર ધોવાયો છે. દૂર દૂર સુધી ખેતરોમાં જ્યાં નજર નાખીએ ત્યાં માત્ર પાણી જ પાણી હતું. વરસાદ એટલો ધોધમાર વરસસ્યો કે ખેડતોનો પાક પણ ધોધમાર ધોવાયો.  ગત વર્ષેના સુકા દુષ્કાળ બાદ આ વર્ષે પાટણનો ખેડૂત સારા વરસાદની આશાએ સારો પાક ઉત્પન્ન થશે તેની આશા રાખીને બેઠો હતો. ધીરે ધીરે વરસાદનું જોર વધતું ગયું હતું. અને ખેડૂતોની આશા ઠગારી નિવડતી ગઈ છે. આંખ સામે જ ખેડૂત પોતાની માઠી દશા જોઈ રહ્યો હતો. પરંતુ કુદરત સામે તે લાચાર હતો. વાવણી લાયક વરસાદ પડતાં જ પાટણના ખેડૂતો વાવેતરના શ્રી ગણેશ કર્યા હતા. ખેતરમાં કપાસ, એરંડા, બાજરી, જુવાર, મઠ, જેવા પાકોનું વાવેતર કર્યું હતું. જોકે સિઝનમાં પડેલા ભારે વરસાદના કારણે વાવેતર ધોવાયું હતું.

  ચોમાસાની સિઝનમાં જો વાવેતરની વાત કરીએ તો જિલ્લામાં કુલ 3 લાખ 31 હજાર 893 હેક્ટર વાવેતર થયું છે. પાટણ તાલુકામાં 32 હજાર 699 હેક્ટર, સિદ્ધપુરમાં 36 હજાર 900હેક્ટર, ચાણસ્મા તાલુકામાં 32 હજાર 460 હેક્ટર.,સમી તાલુકામાં 46 હજાર 600 હેક્ટર જ્યારે સાંતલપુર તાલુકામાં 51 હજાર 655 હેક્ટર જમીનમાં વાવેતર થયું હતું.

  આ પણ વાંચોઃ-ટેકાનાં ભાવે મગફળીની ખરીદી માટે ગુજરાત સરકારે બનાવ્યો એક્શન પ્લાન

  સારા વરસાદની આશાએ જિલ્લાના ખેડૂતોએ સારુ વાવેતર કર્યું હતું. સારા પાક થાય તેવો વરસાદ પણ પડ્યો હતો. પરંતુ સિઝનમાં અંતમાં પડેલા વરસાદે બધુ વેરવિખેર કરી નાખ્યું. બિયારણ, દવા સહિતનો ખર્ચે ખેડૂતોને માથે પડ્યો હતો.

  ચોમાસાની સિઝનમાં જો વરસાદનાં આંકડા પર નજર કરીએ પાટણમાં 37 ઈંચ, સિદ્ધપુરમાં 41 ઈંચ, ચાણસ્મા તાલુકામાં 21 ઈંચ, હારીજમાં 39 ઈંચ તો સમીમાં 25 ઈંચ વરસાદ ખાબક્યો હતો. હાલ ખેડૂતોને પડતા પર પાટું વાગ્યા જેવી સ્થિતિ છે. જગતનો તાત હાલ બાપડો બિચારો બની સરકારી મદદની રાહ જોઈ રહ્યો છે.
  First published:October 03, 2019, 20:39 pm

  ટૉપ ન્યૂઝ