પાટણઃકોગ્રેસ અગ્રણીએ 58 લાખની લોન ભરપાઈ ન કરતા ડિરેક્ટર પદેથી બરતરફ

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 13, 2017, 4:51 PM IST
પાટણઃકોગ્રેસ અગ્રણીએ 58 લાખની લોન ભરપાઈ ન કરતા ડિરેક્ટર પદેથી બરતરફ
પાટણઃ58 લાખની લોન લઇને ભરપાઇ નહી કરનારા કોંગ્રેસ અગ્રણી અને જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના ડિરેક્ટર બાબુભાઇ મોતીભાઇ રબારીને પદ પરથી બરતરફ કરી દેવાયા છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 13, 2017, 4:51 PM IST
પાટણઃ58 લાખની લોન લઇને ભરપાઇ નહી કરનારા કોંગ્રેસ અગ્રણી અને જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના ડિરેક્ટર બાબુભાઇ મોતીભાઇ રબારીને પદ પરથી બરતરફ કરી દેવાયા છે.

પાટણ જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘમાં ડીરેકટર તેમજ  પૂર્વ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ તેમજ જીલ્લા પંચાયતના સદસ્ય અને  વિરોધ પક્ષના નેતા બાબુભાઈ મોતીભાઈ રબારીએ વર્ષ ૨૦૧૫ -૧૬ માં સરસ્વતી તાલુકાના  કુંતાવાડા ખરીદ સંઘ મંડળીમાંથી રૂ ૫૮ લાખની લોન લીધી હતી.

જે છેલ્લા બે વર્ષથી તેની ભરપાઈ ના કરતા તેમને અનેક વખત મંડળી દ્વારા નોટીશો આપવામાં આવી હતી પરંતુ તેમ છતાં લોનની ભરપાઈ ના કરતા લોન ની રકમ તેમજ વ્યાજ સહીત આશરે ૭૦ લાખ જેટલી રકમની ભરપાઈ ના કરતા પાટણ તાલુકા ખરીદ વેચાણ સંઘ ના ચેરમેન દશરથ ભાઈ પટેલ દ્વારા જીલ્લા રજીસ્ટ્રાર ને તેમના વિરુધ અરજી કરવામાં આવી હતી.

ત્યારે ગત તારીખ ૧૧ – ૫ ના રોજ રજીસ્ટ્રાર દ્વારા આ બાબતે અરજદાર તેમજ મેહસાણા ડીસ્ટ્રીક બેંક ના મેનેજર ને બોલાવી તેમની રજૂઆત સાંભળી બાબુભાઈ રબારીની ગેર વ્યાજબી વહીવટ ને લઇ તેમને જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ ના ડીરેકટર ના હોદા પરથી બરખાસ્ત કર્યા હતા અને તાત્કાલિક લોનની ભરપાઈ કરવા આદેશ કર્યો છે.

ત્યારે છેલ્લા બે વર્ષ થી લોન લઇ ભરપાઈ ના કરતા પૂર્વ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ ના વ્યવહાર બાબતે  સમગ્ર જીલ્લા કોંગ્રેસ તેમજ શહેર માં અનેક તર્ક વિતર્ક  થઇ રહી છે.

કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બરતરફ

પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખને કરાયા બરતરફ
બાબુભાઈ દેસાઈને હોદ્દા પરથી કરાયા બરતરફ
જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના ડિરેક્ટરના પદ પરથી બરતરફ
58 લાખની લોનની ભરપાઈ ન કરતા કાર્યવાહી
જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા કરાઈ કાર્યવાહી
તાલુકા સંઘના ચેરમેને કરી હતી રજૂઆત

 
First published: May 13, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर