Home /News /north-gujarat /

મેવાણીનો CMને ખુલ્લો પત્ર, 'સાહેબ ન્યાય જોઇએ, લટકતું ગાજર નહીં'

મેવાણીનો CMને ખુલ્લો પત્ર, 'સાહેબ ન્યાય જોઇએ, લટકતું ગાજર નહીં'

જિગ્નેશ મેવાણી (ફાઇલ તસવીર)

ગુજરાતમાં ખેત જમીન ટોચ મર્યાદા કાયદા તળે ફળવાયેલી 1લાખ 63 હજાર જેટલી જમીનમાંથી દલિતોને ફાળવેલી 90 ટકા જમીનો માત્ર કાગળ ઉપર...

  પાટણ જિલ્લાના સમી તાલુકામાં આવેલ દુદખા ગામના પરિવારે પોતાની જમીન તેમના નામે કરાવવા માટે પોતાના પગ ઘસી નાંખ્યા પરંતુ જમીન તેમના નામે ના થઈ તે ના જ થઈ.. અંતિ પરિવારે કંટાળીને આત્મવિલોપનની કોશિશ કરી છે. આત્મદાહ કરનાર ભાનુપ્રસાદની સારવાર ગાંધીનગર એપોલો હોસ્પિટલમાં ચાલી રહી છે. તેવામાં ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ આ બબાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીને ખુલ્લો પત્ર લખ્યો છે. તો જોઈએ અલ્પેશે શું લખ્યું છે પત્રમાં...

  જીજ્ઞેશ મેવાણી પત્ર

  આત્મવિલોપનનું આત્યંતિક પગલું ભરાનાર ભાનુભાઈ વણકરે સમગ્ર ગુજરાતના દલિત સમાજને હચમચાવી નાખ્યો છે. કોઈ ગરીબ માણસને જમીનનો ટુકડો મળે તે માટે પાટણ કલેકટરના કમ્પાઉન્ડમાં 62 વરસની પોતાની કાયા પર પેટ્રોલ છાંટી દેનારા ભાનુ ભાઈ વણકરએ ગુજરાતના અત્યંત સંનિષ્ઠ આંબેડકરવાદી કાર્યકર છે. જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલા ભાનુ ભાઈના કારણે ગુજરાતના 50 લાખ દલિતોનો જીવ આજે તાળવે ચોંટેલો છે. બીજું કોઈ માણસ આત્મહત્યા કરતું હોય તો એને સમજાવીને વાળી લેય એવા ઠરેલ મગજના ભાનુ ભાઈ એ કયા સંજોગોમાં આ પગલું ભરવાની ફરજ પડી હશે તે રૂપાણી સરકારે પોતાની જાતને પૂછવાની ખાસ જરૂર છે.

  ઉનાકાંડ થયો ત્યારથી એક આંદોલનકારી તરીકે અને હવે એક ધારાસભ્ય તરીકે હું રાત -દિવસ માત્ર ગુજરાત નહીં, પરંતુ સમગ્ર દેશમાં ભૂમિહીનોને જમીનોની ફાળવણી થાય તેની માંગણી કરી રહ્યો છું. ગુજરાતમાં ખેત જમીન ટોચ મર્યાદા કાયદા તળે ફળવાયેલી 1લાખ 63 હજાર જેટલી જમીનમાંથી દલિતોને ફાળવેલી 90 ટકા જમીનો માત્ર કાગળ ઉપર છે અને તેનો કબઝો સોંપતો નથી. છેલ્લાં 20 વરસથી ગુજરાતની અનેક દલિત સંસ્થાઓ અને સંગઠનો આ મુદ્દે રેલીઓ, ધરણાં, આવેદનપત્રો, હાઈકોર્ટની પીટીશનો, રસ્તા રોકો કરીને આ મુદ્દે રજુઆત કરી ચુક્યા છે, પણ એક ઈંચ જમીનનો કબઝો સોંપવામાં આવતો નથી.

  દલિતોને ફાળવેલી મોટા ભાગની જમીનોમાં માથા ભારે શખ્સોનું દબાણ હોય છે, જે IPC અને એટ્રોસિટી એકટની કલમો મુજબ ગુનો બને છે, છતાં એક ઇંચ જમીન બાબતના ગુનો દાખલ થાય છે ના જમીનોનો કબઝો સોંપાય છે. આ સ્થિતિ માત્ર લાભાર્થીઓ માટે નહીં આ મુદ્દે સંઘર્ષ કરી રહેલા કર્મશીલો માટે પણ થકવી દેનારી હોય છે. ભાનુ ભાઈ વણકરના કેસમાં પણ આજ બન્યું. તેમણે પોતાના પરિવાર માટે નહીં પણ અન્ય એક ગરીબ પરિવારને જમીનની ફાળવણી થાય તે માટે લાગલગાટ 3 વર્ષ સુધી લેખિત , મૌખિક રજૂઆતો કરી, પણ મામલતદાર કચેરીમાંથી, પ્રાંત ઓફિસ અને પ્રાંત ઓફિસમાંથી કલેકટર કચેરી અને પાટણ કલેક્ટ ઓફિસમાંથી મહેસૂલ વિભાગમાં અરજી ફર્યા કરે, પણ એનો નિકાલ થાય નહીં.

  એકધારા 3 વર્ષના નિઃસ્વાર્થ પ્રયાસો બાદ પણ જયારે મહેસૂલ વિભાગ દ્વારા જમીનની ફાળવણી કરવામાં આવી નહીં ત્યારે તેમણે પાટણ જિલ્લા પોલિસ વડા અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી ચેતવણી આપી કે 15 ફેબ્રુઆરીના સુધી દુદખા ગામના સર્વે નંબર 1022ની ચાકરીયાત પાસાયતની જમીન નિયમિત કરી આપવામાં નહીં આવે તો તેઓ આત્મહત્યા કરી લેશે. પણ સરકારે ભાનુ ભાઈની એક સાંભળી નહીં, આખરે તેમણે ના છૂટકે, આખરી વિકલ્પ તરીકે આત્મવિલોપનનું પગલું ભર્યું. ગઈ કાલે પાટણ પોલિસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ પણ એકેય આરોપીના નામ વિના. ઘટનાના વિરોધમાં આજે તમામ સમાજના અગ્રણીઓ એ સમર્થન આપી પાટણ બંધના કોલને સફળ બનાવ્યો, પરંતુ એકપણ આરોપીની હજુ સુધી ધરપકડ કરાઈ નથી.

  હું માંગણી કરું છું કે આ સમગ્ર પ્રકરણમાં પોલિસ તંત્ર ઉપરાંત ગાંધીનગરમાં બેસતા મહેસૂલ તંત્રના કસુરવારો સામે નકકર તપાસ થાય તે માટે એક એસ.આઈ.ટીની રચના થવી જોઇએ તેમાં એક અધિકારીનું નામ દલિત સમાજ દ્વારા આપવામાં આવે. તેમની સારવરનો ખર્ચ ઉપાડવાની જવાબદારી રાજ્ય સરકારે ઉપાડવાની જાહેરાત કરી પરંતુ જે પરિવારને જમીન મળે તે માટે ભાનું ભાઈએ આ પગલું ભર્યુ તેને જમીન ફાવવાની કોઈ જ ચોખવટ સરકાર દ્વારા કરવામાં આવી રહી નથી. રૂપાણી સાહેબ ગુજરાતના દલિતોને એપોલો હોસ્પિટલની સારવારનો ખર્ચ નહીં, આત્મસન્માન ભેર જીવી શકે એ માટે 5 એકર જમીનનો ટુકડો જોઈએ છે. જો રૂપાણી સાહેબ તમે આ ઘટનામાંથી ધડો લેવા માંગતા હોવ તો જે જે જિલ્લામાં દલિતોને જમીનોનો ફાળવણી કાગળ ઉપર કરવામાં આવી છે તે તમામનો એક મહિના અંદર કબઝો સોંપવાનો આદેશ કરો. બાકી દલિતોને તમે હવે લટકતું ગાજર બતાવી નહીં શકો.

  જીગ્નેશ મેવાણી
  રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ
  Published by:kiran mehta
  First published:

  Tags: CM Vijay Rupani, Dalit self-effacement, Issue, Letter, Wrote, અલ્પેશ ઠાકોર

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन