કોંગ્રેસના MLA કિરીટ પટેલે MSW ભરતી પ્રક્રિયામાં કરોડોનું કરી નાખ્યાની ફરિયાદ

MSW કોલેજમાં ભરતી પ્રક્રિયા દરમિયાન ધારાસભ્યએ ગેરરીતિ આચરીને કરોડોની ઉચાપત કરી હોવાની ફરિયાદ.

News18 Gujarati
Updated: December 6, 2018, 4:11 PM IST
કોંગ્રેસના MLA કિરીટ પટેલે MSW ભરતી પ્રક્રિયામાં કરોડોનું કરી નાખ્યાની ફરિયાદ
કિરીટ પટેલ (ફાઇલ તસવીર)
News18 Gujarati
Updated: December 6, 2018, 4:11 PM IST
યશવંત પટેલ, પાટણ

પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ પાટણના વર્તમાન ધારાસભ્ય સામે કરોડાની ઉચાપતની ફરિયાદ આપી છે. કિરીટ પટેલ પાટણથી કોંગ્રેસના ધારાસભ્ય છે. તેમની સામે કરોડોના ઉચાપતની ફરિયાદ દાખલ થઈ છે. પોલીસ આ મામલે વધારે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે કિરીટ પટેલની રાજકિય ઉપરાંત શૈક્ષણિક કારકિર્દી પણ રહી છે. તેઓ શેઠ એમ એન લૉ કોલેજ, પાટણના આસિસ્ટન્ટ પ્રોફેસર પણ રહી ચુક્યા છે. આ ઉપરાંત તેઓ પાટણ જિલ્લાના PAASના કન્વિનર પણ રહી ચુક્યા છે.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પ્રો. બી.એ. પ્રજાપતિની ફરિયાદ પ્રમાણે કિરીટ પટેલે વર્ષ 2012થી 2016 દરમિયાન કોલેજની ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ આચરી હતી. આ મામલે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવી છે.

ધારાસભ્ય કિરીટ પટેલ વર્ષ 2012થી 2016 દરમિયાન કોલેજના પ્રિન્સિપાલ તરીકે કાર્યરત હતા. આ દરમિયાન MSW કોલેજ ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ આચરીને તેમણે કરોડોની ઉચાપત કરી હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ ધારાસભ્ય કિરીટ પટેલનો આક્ષેપ, સમાજ કલ્યાણના છાત્રાલયમાં રૂપિયાની ફાળવણીમાં મોટું કૌભાંડ

કુલપતિ અને ધારાસભ્ય વચ્ચેનું કોલ્ડ વૉર બહાર આવ્યુંધારાસભ્ય સામે ભ્રષ્ટાચારના મામલે પોલીસે ફરિયાદ નોંધીને તપાસ આદરી છે ત્યારે યુનિવર્સિટીના કુલપતિ અને પાટણના ધારાસભ્ય વચ્ચેનું કોલ્ડવૉર બહાર આવ્યું છે. કારણ કે આ પહેલા કિરીટ પટેલે કુલપતિ પર બી.એડની ભરતીમાં ગરેરીતિ આચરવામાં આવી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. સામા પક્ષે કુલપતિએ એમએસડબ્લ્યૂની ભરતીમાં કિરીટ પટેલે કરોડોની ઉચાપત કરી હોવાની એક અરજી બી-ડિવિઝન પોલીસને આપી હતી. પોલીસે તપાસ કરતા આ મામલે ગોટાળો થયું હોવાનું બહાર આવ્યું હતું. જે બાદમાં ધારાસભ્ય સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

હાઇકોર્ટે ધારાસભ્યને આપી રાહત

ગુજરાત હાઇકોર્ટ તરફથી કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલને રાહત આપી છે. કુલપતિની ફરિયાદ બાદ હાઇકોર્ટે ધારાસભ્યની ધરપકડ નહીં કરવાનો હુકમ કર્યો છે. આ મામલે હાઇકોર્ટે બંને પક્ષકારોને નોટિસ ઇશ્યૂ કરી છે.
First published: December 6, 2018
વધુ વાંચો अगली ख़बर