પાટણ જિલ્લામાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો, યુવક મુંબઇથી આવ્યો હતો

News18 Gujarati
Updated: April 4, 2020, 10:01 AM IST
પાટણ જિલ્લામાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો, યુવક મુંબઇથી આવ્યો હતો
આ પહેલા ચીનના શોધકર્તાએ કોરોના વાયરસની વેક્સીનને વાંદરા પર સફળ પરીક્ષણ કર્યું હોવાનો દાવો કર્યો હતો. ચીનમાં પણ Rhesus Macaque વાંદરા પર તેનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. શોધકર્તા કહેવા મુજબ આ વાંદરાઓનું જેનેટિક સ્તર માણસોથી ખૂબ જ મળતું આવે છે. અને એટલા માટે જ આવા વેક્સીનનો ઉપયોગ સૌથી પહેલા તેમના પર કરવામાં આવે છે. ત્યારે બ્રિટન અને ચીનના આ સફળ પરીક્ષણોએ કોરોના સામેની લડાઇમાં જીતવાની આશા જગાવી છે.

અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોના પોઝિટિવના કુલ 98 કેસ નોંધાયા છે.

  • Share this:
પાટણ : રાજ્યમાં કોરોનાનો કેર ધીરે ધીરે વધી રહ્યો છે. ત્યારે પાટણ જિલ્લામાં પણ કોરોના વાયરસથી સંક્રમિત પહેલા કેસ સામે આવ્યો છે. પાટણનાં ભીલવણ ગામનાં યુવકનો કેસ પોઝિટિવ આવ્યો છે. આ યુવક 15 માર્ચનાં રોજ મુંબઇથી આવ્યો હતો. હાલ આ યુવાનને આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો છે. ત્યારે જિલ્લાનાં તંત્રમાં પણ દોડધામ મચી ગઇ છે.

મળતી માહિતી પ્રમાણે, પાટણના ભીલવણ ગામનો યુવક 15મી માર્ચે જ મુંબઇથી આવ્યો હતો. જે બાદ તે થોડા દિવસથી બીમાર રહેતો હતો. જે બાદ કોરોનાનો રિપોર્ટ કરાવતા યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેને હાલ ધારપુર હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, શુક્રવાર સુધી દેશમાં કોરોનાને કારણે 62 લોકોનાં મોત થઈ ચુક્યા છે. જ્યારે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 2,547 થઈ છે. છેલ્લા 24 કલાકમાં શુક્રવારે કોરોનાના 478 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ 163 લોકો કોરોનાની બીમારી બાદ સાજા થઈ ગયા છે, જેમને હૉસ્પિટલોમાંથી રજા આપી દેવામાં આવી છે. દેશના 211 જિલ્લાઓમાં કોવિડ 19ના કેસ નોંધાયા છે. દુનિયાભરમાં કોરોના પોઝિટિવની સંખ્યા દસ લાખને પાર થઈ ગઈ

જો રાજ્યની વાત કરીએ તો, અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોના પોઝિટિવના કુલ 98 કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ મૃતઆંક નવ થયો છે. રાજ્યમાં સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યાં છે. અમદાવાદ કોરોનાના ત્રીજા સ્ટેજમાં પહોંચી ગયું છે. ત્યારે શહેરના અનેક વિસ્તારોને ક્લસ્ટર ક્વૉરન્ટાઇન કરવામાં આવી રહ્યાં છે. તેમજ હજી અનેક લોકો કાયદાનો ભંગ કરી રહ્યાં છે તેમની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
First published: April 4, 2020, 10:01 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading