કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનું મોટું નિવેદન, "બહુમતી સમાજને સત્તા આપો તો કલ્યાણ થશે" 

કોંંગ્રેસ નેતા ભરતસિંહ સોલંક

Bharatsinh solanki Political statement: પાટણ ખાતે (Patan news) સંત શ્રી દોલતજી મહારાજના સન્માન સમારોહ (Ceremony in honor of Sant Shri Dolatji Maharaj) કાર્યક્રમમાં મોટુ રાજકીય નિવેદન આપ્યું હતું. ભરતસિંહ સોલંકીના (Bharatsinh solanki Political statement) નિવદેનથી ફરી એકવાર રાજકારણ ગરમાયુ છે.

  • Share this:
Patan news: કોંગ્રસ નેતા ભરસિંહ સોલંકીએ (congress leader bharatsinh solanki) પાટણ ખાતે (Patan news) સંત શ્રી દોલતજી મહારાજના સન્માન સમારોહ (Ceremony in honor of Sant Shri Dolatji Maharaj) કાર્યક્રમમાં મોટુ રાજકીય નિવેદન આપ્યું હતું. ભરતસિંહ સોલંકીના (Bharatsinh solanki Political statement) નિવદેનથી ફરી એકવાર રાજકારણ ગરમાયુ છે .

પાટણ ખાતે ઠાકોર સમાજના સંત શ્રી દોલતજી મહારાજના સન્માન સમારોહ કાર્યક્રમ હતો . જેમા ઠાકોર સમાજના અનેક અગ્રણી અને ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા. સંત શ્રી દોલતજી મહારાજના સન્માન સમારોહના ધાર્મિક કાર્યક્રમમાં ભરતસિંહનો રાજકીય રાગ આલાપ્યો હતો.

કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ જાહેર મંચ પરથી નિવેદન આપતા કહ્યું હતુ કે “છેલ્લા 25 વર્ષથી ગુજરાતની ગાદી બીજા સંભાળી રહ્યા છે. તમે ખુબ રાજ કર્યું હવે અમને રાજ કરવા દો. અમારા હાથમાં રાજ આવ્યું તો ગુજરાતનું કલ્યાણ કરીશું. બહુમતી સમાજ (ઓબીસી) સત્તા આપો તો કલ્યાણ થશે"

વધુમા સોલંકીએ જણાવ્યુ હતું કે આપણે અહીંયાથી જ સમયનું પરિવર્તન કરવું છે. અને 2022 ચૂંટણીમાં પરિવર્તની શરૂઆત આજે અહીંથી કરીશું. સોલંકી ભાજપ સરકાર પર વેધક સવાલનો મારો પણ ચલાવતા કહ્યું હતુ કે  બીજા ગાદી સંભાળી રહ્યા છે તેના કારણે કોનો વિકાસ થયો ?.કોણ આગળ વધ્યું,કોને લાભ થયો?. તમે કર્યું તો માત્ર તમારા લોકોનું જ કર્યું?

આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: વૃશ્ચિક રાશિના લોકો વધુ બોલશે તો મુશ્કેલીમાં મૂકાશે, જાણો રાશિફળ

વિકાસ માત્ર સાધન સંપન્ન લોકોનો જ થયો છે .નાના માણસોનું કંઈ જોયું નથી.માધવસિંહ અને અમરસિંહના સમયમાં જે રાજ ચાલતું હતુ અને અત્યારે કેવું રાજ છે તેની સરખામણી આપણે લોકોને કરાવવાની છે.

આ પણ વાંચોઃ-રાજકોટઃ બૂટલેગરનો દારૂ સંતાડવાનો કીમિયો જોઈ પોલીસ પણ ખંજવાળવા લાગી માથું, મુદ્દામાલ સાથે એક ઝડપાયો

મહત્વપૂર્ણ છે કે થોડા દિવસ પહેલા જન આર્શિવાદ યાત્રા દરમિયાન કેન્દ્રીય મંત્રી અને પાટીદાર સમાજ અગ્રણી મનસુખ માંડવીયાએ કહ્યું હતુ કે ભાજપ એટલે પાટિદાર, પાટીદર અને ભાજપ એક જ છે . ત્યારે આજે ઠાકોર સમાજના અગ્રણી નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ ધાર્મિક કાર્યક્રમ રાજકારણ સાથે સમાજનો રાગ આલાપ્યો હતો.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ આશારામનો સાધક વોન્ટેડ સજ્જુ નાસિકથી ઝડપાયો, આશ્રમનું કરતો હતો સંચાલક કેવો છે 'કાળો' ઈતિહાસ?

અને આટકતરી રીતે ઠાકોર સમાજનો સીએમ ગાંધીનગ ગાદી પર બેસ તેવા લાગણી વ્યક્ત કરી હતી . બહુ કર્યા બીજાએ રાજ એટલે અન્ય પક્ષ અને સમાજે ૨૫ વર્ષથી ઓબીસી સમાજમાં મુખ્યમંત્રી નથી બન્યા તેવો સંકેત પણ સમાજને આપ્યો હતો.
Published by:ankit patel
First published: