પાટણ: કોંગ્રેસના પૂર્વ MLA જોધાજી ઠાકોરે CM રૂપાણી સાથે બંધ બારણે કરી બેઠક

News18 Gujarati
Updated: April 7, 2019, 3:30 PM IST
પાટણ: કોંગ્રેસના પૂર્વ MLA જોધાજી ઠાકોરે CM રૂપાણી સાથે બંધ બારણે કરી બેઠક
ફાઇલ તસવીર: જોધાજી ઠાકોર

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોધાજી ઠાકોરની નારાજગી સામે આવી રહી છે

  • Share this:
યશવંત પટેલ, પાટણ: લોકસભા ચૂંટણીને લઇને રાજકીય હલચલ જોવા મળી રહી છે. આવામાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોધાજી ઠાકોરની નારાજગી સામે આવી રહી છે. કહેવાય છે કે, જોધાજી ઠાકોર કોંગ્રેસથી નારાજ છે. આટલું જ નહીં, જોધાજી ઠાકોરે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે બેઠક પણ કરી છે.

નારાજ જોધાજી ઠાકોરે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે બંધ બારણે બેઠક કરી છે. જ્યારે તેમણે આ બેઠક હારીજની એક હોટલમાં કરી હતી. આ બેઠકને જોતાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: 'અલ્પેશ ઠાકોર પોતાના સ્વાર્થ માટે કોંગ્રેસમાં જોડાયો છે સમાજ માટે નહીં'

જોધાજી ઠાકોર અને સીએમની બેઠક બાદ કોંગ્રેસ પક્ષમાં નવા જૂની થવાના એંધાણ જોવાઇ રહ્યાં છે. આવાં તેઓ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ પ્રબળ બની છે. ઉલ્લેખનીય છે કે, જોધાજી ઠાકોરની સ્થાનિક ઉમેદવાર અંગેની માગણી ન સંતોષાતા તે નારાજ હતા.

ઉલ્લેખનીય છે કે, પાટણ બેઠક પર કોંગ્રેસે જગદીશ ઠાકોરને ટિકિટ આપી છે. જ્યારે ભાજપે આ બેઠક પર ભરતસિંહ ડાભીને ટિકિટ આપી છે. ઉપરાંત ઉત્તર ગુજરાતની પાટણ બેઠક ખૂબ જ મહત્વની છે. 2014માં ભાજપના લીલાધર વાઘેલા આ બેઠક પરથી જીતી ચૂક્યા છે.

 
First published: April 7, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading