Home /News /north-gujarat /

રૂ.25લાખની ખંડણી માટે ઉંઝા તાલુકા કોંગ્રેસ પ્રમુખના પુત્રનું અપહરણ

મહેસાણાઃમહેસાણાના ઊંઝા તાલુકા કોંગ્રેસ પ્રમુખના પુત્રનું અપહરણ થતા સ્થાનિક કોંગી અગ્રણીઓ દોડતા થયા હતા. અપહરણ બાદ આ યુવકને છોડવા રૂ.૨૫ લાખની મસ મોટી રકમની ખંડણી માંગવામાં આવતા પોલીસને જાણ કરાઈ હતી. જો કે જે યુવકનું અપહરણ કરવામાં આવ્ય હતું તેણે કારમાં લઇ જવાતો હતો. તે દરમ્યાન આ યુવકે પાટણમાં ચાર રસ્તા પર કાર ધીમી પડતા જ કારમાંથી બહાર કુદી જતા તેનો છુટકારો થયો હતો.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
મહેસાણાઃમહેસાણાના ઊંઝા તાલુકા કોંગ્રેસ પ્રમુખના પુત્રનું અપહરણ થતા સ્થાનિક કોંગી અગ્રણીઓ દોડતા થયા હતા. અપહરણ બાદ આ યુવકને છોડવા રૂ.૨૫ લાખની મસ મોટી રકમની ખંડણી માંગવામાં આવતા પોલીસને જાણ કરાઈ હતી. જો કે જે યુવકનું અપહરણ કરવામાં આવ્ય હતું તેણે કારમાં લઇ જવાતો હતો. તે દરમ્યાન આ યુવકે પાટણમાં ચાર રસ્તા પર કાર ધીમી પડતા જ કારમાંથી બહાર કુદી જતા તેનો છુટકારો થયો હતો.

unja apharan congi01

મહેસાણાના ઊંઝા તાલુકામાં આવેલ મૂળ ડાભી ગામના રહેવાસી અને ઊંઝા તાલુકા કોંગ્રેસના પ્રમુખ ઈશ્વરજી ઠાકોરના પુત્રનું ગતરોજ અપહરણ થયું હતું. ઊંઝા ચાર રસ્તા નજીકથી જ ઈશ્વરજીના પુત્ર અજીતસિંહનું તેની જ કારમાં ચાર શખસોએ બેસી જઈને અપહરણ કર્યું હતું.

સમગ્ર ઘટનાની વિગત જોઈએ તો, ડાભી ગામેથી અજીતસિંહ ઠાકોર પોતાની કાર લઈને ઊંઝા જવા નીકળ્યા હતા. ત્યારે રસ્તામાં બે પરિચિત યુવતીઓને ઉભેલી જોઈને તેણે કારમાં લીફ્ટ આપી હતી. પરંતુ જયારે અજીતસિંહ પોતાની કાર લઈને ઊંઝા પહોચ્યા ત્યારે કોઈ ચાર શકશોએ તેની કાર ઉભી રખાવીને તેની કાર સહીત અપહરણ કર્યું હતું. અને અજીતસિંહને માર માર્યો હતો. અને ગાડી લઈને સીધપુર તરફ નીકળી ગયા હતા.

ત્યારે આ શક્ષોએ કારમાં લીફ્ટ આપેલ બન્ને યુવતીઓને ભગાડી હોવાનું બળજબરીથી કબુલાત કરવા જણાવેલ અને ફોનમાં રેકોર્ડીંગ કરેલ. અને અજીતસિંહના પરિવાર પાસેથી રૂ.૨૫ લાખની ખંડણી માંગણી કરી હતી. જો કે આ અપહરણકારો અજીતસિંહને લઈને પાટણ પહોચતા મોકો જોઈને અજીતસિંહ કારમાંથી કુદીને ભાગી જતા અપહરણકારોની ચુંગાલમાંથી તે બચીને નીકળી ગયા હતા.

પાટણ પોલીસે ઊંઝા પોલીસને જાણ કરી હતી. ત્યારે પાટણથી ભાગેલ અપહરણકારો પૈકી ત્રણ શકશો નરસિંહ રબારી, ગોવિંદ રબારી અને જીગર રબારીને ઝડપી લીધા હતા. જો કે, હજુ પણ ઊંઝાનો વિષ્ણુ રબારી ફરાર હોવાથી તેને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
First published:

Tags: અપહરણ પ્રયાસ, ખંડણી, ગુજરાત, ગુનો

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन