Home /News /north-gujarat /સીએમ પટેલના ટ્વિટ પર ચંદનજીનું સ્પષ્ટીકરણ: 'મુખ્યમંત્રીની ઓફિસમાંથી શેર કરાયેલો વીડિયો ખોટો છે'

સીએમ પટેલના ટ્વિટ પર ચંદનજીનું સ્પષ્ટીકરણ: 'મુખ્યમંત્રીની ઓફિસમાંથી શેર કરાયેલો વીડિયો ખોટો છે'

ચંદનજી ઠાકોરની સ્પષ્ટતા

મુખ્યમંત્રી પટેલે ચંદનજી ઠાકોરના શબ્દોને શરમજનક ગણાવ્યા છે. તેમણે પ્રહાર કરતા જણાવ્યુ છે કે, 'કોંગ્રેસ હારના ડરથી હારના ડરથી કોંગ્રેસ ફરીથી લઘુમતી તુષ્ટિકરણનો આશરો લે છે.'

 • News18 Gujarati
 • Last Updated :
 • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
  ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તમામ પક્ષોએ પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. તમામ પક્ષો હવે ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. ત્યારે સિદ્ધુપુર કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરનું વિવાદીત નિવેદન સામે આવ્યું છે. ચંદનજી ઠાકોરના આ નિવેદન પર રાજકારણ ગરમાયું છે. તેમણે એક સભામાં જણાવ્યુ છે કે, દેશને માત્રને માત્ર મુસ્લિમ જ બચાવી શકે છે. કોંગ્રેસને પણ માત્ર મુસ્લિમ જ બચાવી શકે છે. જે નિવેદન પર સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ આકરી પ્રતિક્રિયા આપી છે. મુખ્યમંત્રી પટેલે ચંદનજી ઠાકોરના શબ્દોને શરમજનક ગણાવ્યા છે. તેમણે પ્રહાર કરતા જણાવ્યુ છે કે, 'કોંગ્રેસ હારના ડરથી હારના ડરથી કોંગ્રેસ ફરીથી લઘુમતી તુષ્ટિકરણનો આશરો લે છે.' જોકે, આ અંગે ચંદનજી ઠાકોરનું સ્પષ્ટીકરણ પણ સામે આવ્યુ છે. જેમા જણાવ્યુ છે કે, આ વીડિયો ખોટો છે એને એડિટ કરવામાં આવ્યો છે.

  મુખ્યમંત્રીની ઓફિસમાંથી શેર કરવામાં આવેલો વીડિયો તદ્દન ખોટો છે. આ વીડિયોને એડિટ કરવામાં આવ્યો છે. આ પ્રકારનાં મુખ્યમંત્રી ત્યાંથી આ વીડિયો ટ્વિટ કરવામાં આવે તે દુખની બાબત છે. આ વીડિયો જ્યારે જિલ્લા પંચાયતની ચૂંટણી લડતા હતા ત્યારનો વીડિયો છે. જૂનો વીડિયો છે.

  આ પણ વાંચો : વલસાડ: તરખાટ મચાવતો દીપડો આખરે પાંજરે પુરાયો, સ્થાનિકોને હાશકારો

  ચંદનજીનું વિવાદિત નિવેદન

  સિદ્ધપુરના ધારાસભ્ય અને કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકારનું વિવાદીત નિવેદને ભારે ચર્ચા જગાવી છે. તેમણે કહ્યું છે કે, 'આપણે તેમને કંઈક નવું કરવા માટે વોટ આપ્યો હતો, પરંતુ તેમણે વોટ આપીને છેતરાયા છીએ, કોઈએ એકને છેતર્યો હોય તો ઠીક છે પરંતુ તેમણે આખા દેશને ખાડામાં નાખી દીધો છે. દેશને કોઈ જ બચાવી શકે છે તો માત્ર મુસ્લિમ સમાજ જ બચાવી શકે છે અને કોંગ્રેસ પાર્ટીને જો કોઈ બચાવી શકે તો તે મુસ્લિમ પાર્ટી બચાવી શકે છે. હું આનું એક જ ઉદાહરણ આપું, એનઆરસીના મુદ્દે મારી સોનિયા ગાંધી, મારા રાહુલ ગાંધી અને મારી પ્રિયંકા ગાંધી રોડ પર આવી. 18 પ્રકારના પક્ષો હતા, પરંતુ એક પક્ષે મુસ્લિમ સમાજ માટે આજીજી કરી નથી તે મુસ્લિમ સમાજની તરફેણમાં નથી. આ એક માત્ર પક્ષ છે જે તમારા માર્ગે ચાલે છે, તમારું રક્ષણ કરે છે, સમગ્ર દેશમાં તમારા સમુદાયનું રક્ષણ કરે છે. આ ભારતીય જનતા પાર્ટીએ તમને ખલેલ પહોંચાડવાનું કામ કર્યું. ટ્રીપલ તલાકનો મુદ્દો ઉઠાવ્યો અને સુપ્રીમ કોર્ટમાં લઈ ગયા, ટ્રિપલ તલાક હટાવ્યો. કોંગ્રેસની સરકારમાં કમિટીને હજ પર જવા માટે સબસિડી મળતી હતી, ભારતીય જનતા પાર્ટીની ગડબડને કારણે આ સબસિડી જતી રહી. લઘુમતી સંસ્થાઓને પણ સબસિડી આપવામાં આવતી હતી જે છોકરાઓને ભણાવવા મળી હતી જે પણ બંધ કરી દીધી. તેઓએ તમારા પર ત્રાસ ગુજાર્યો અને સબસીડી બંધ કરી દીધી, હવે જાગો, આવનારા સમયમાં તેઓ આપણી પર દાદાગીરી કરશે. હું તમને ખાતરી આપું છું કે હું કોઈને દુઃખી થવા દઈશ નહીં'  મુખ્યમંત્રી થયા લાલઘૂમ

  જોકે, આ વિવાદીત નિવેદન પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તીખી ટિકા કરી છે. તેમણે ચંદનજી ઠાકોરનો આ વીડિયો પોસ્ટ કરીને લખ્યુ છે કે, શરમજનક શબ્દો. હાર ભાળી ગયેલી કોંગ્રેસ ફરી લઘુમતી તુષ્ટિકરણ તરફ વળી છે. કોંગ્રેસને ખબર હોવી જોઈએ કે તેમને હારથી કોઈ નહીં બચાવી શકે.

  સિદ્ધપુર બેઠક પર રાજકીય નજર

  પાટણ જીલ્લાની સિદ્ધપુર વિધાનસભા બેઠક પરના ચૂંટણી પરિણામો પર નજર કરીએ તો જણાશે કે અત્યાર સુધીના ચુંટણી પરિણામોમાં મતદારોએ સતત કોઈ પણ એક પક્ષને જીતાડયો નથી. વિધાનસભાની આ ત્રણ ટર્મમાં બંને ઉમેદવારો સામસામે આવ્યા હતા. જેમાં બળવંતસિંહ રાજપૂતનો બે વખત અને ભાજપના જયનારાયણ વ્યાસનો એક વખત વિજય થયો હતો. વર્ષ 2002ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના બળવંતસિંહ રાજપૂત અને ભાજપના જયનારાયણ વ્યાસ વચ્ચે સીધી ટક્કર રહી હતી. જેમાં બળવંતસિંહ રાજપૂતનો 10278 મતે વિજય થયો હતો. 2007ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના બળવંતસિંહ રાજપૂત અને ભાજપના જયનારાયણ વ્યાસ વચ્ચે જંગ ખેલાયો હતો. જેમાં ભાજપે કોંગ્રેસ પાસેથી આ બેઠક છીનવી લીધી હતી.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Gujarat Assembly Election 2022, Gujarat Elections, ગુજરાત, ગુજરાત ચૂંટણી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन