બનાસકાંઠામાં 75 ટકા, પાટણ જીલ્લામાં 68 ટકા મતદાન નોંધાયું

સંખેડા 139 વિધાનસભા કોંગ્રેસના ઉમેદવાર ધીરૂભાઈ ભીલે કર્યુ મતદાન કર્યું હતું...

સંખેડા 139 વિધાનસભા કોંગ્રેસના ઉમેદવાર ધીરૂભાઈ ભીલે કર્યુ મતદાન કર્યું હતું...

  • Share this:
ગુજરાત વિધાનસભા ચૂંટણી 93 બેઠક માટે બીજા તબક્કાનું મતદાન ધમધોકાર ચાલી રહ્યું છે, મતદારો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે. જો વાત કરીએ બનાસકાંઠા અને પાટણ જીલ્લાની તો, બપોરના 05 વાગ્યા સુધીમાં બનાસકાંઠામાં 75 ટકા મતદાન નોંધાયું છે, જ્યારે પાટણ જીલ્લામાં સરેરાશ 68 ટકા મતદાન નોંધાયું છે.

બનાસકાંઠા-પાટણમાં શાંતીપૂર્ણ મતદાન થઈ રહ્યું છે. જોકે, બનાસકાંઠામાં ઈવીએમમાં ખરાબી, બ્લૂ ટૂથ કનેક્ટ મામલે કેટલીક જગ્યાએ મતદારોને હાલાકી સહન કરવી પડી હતા. બનાસકાંઠામાં EVM મશીનો ખોટવાયા હતા. 12 વાગ્યા સુધીમાં 3 બેલેટ યુનિટ, 3 કંટ્રોલ યુનિટ અને 11 વીવીપેટ ખરાબ થયા હતા. જોકે ચૂંટણી અધિકારીઓ દ્વારા તમામ જગ્યાએ મશીનો બદલી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

આ બાજુ પાટણના સાંસદે મતદાન કર્યું હતું, લીલાધર વાઘેલાએ પોતાના વતન ધરપડા ગામે મતદાન કર્યું હતું. તેમણે મતદાન સમયે બનાસકાંઠા અને પાટણની તમામ સીટ પર ભાજપની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો. પાટણના કોંગ્રેસના ઉમેદવાર ડો. કેસી પટેલે મતદાન કર્યું હતું, જ્યારે રાધનપુર ભાજના ઉમેદવાર લવિંગજી ઠાકોર અને ચાણસ્માના ભાજપના ઉમેદવાર દીલિપજી ઠાકોરે પણ મતદાન કર્યું હતું બીજીબાજુ, સંખેડા 139 વિધાનસભા કોંગ્રેસના ઉમેદવાર ધીરૂભાઈ ભીલે પણ મતદાન કર્યું હતું.
First published: