ભાજપનો પરિવારવાદઃ જમાઇને આગળ કરવા દિલિપ ઠાકોરની પીછેહટ?

 • Share this:
  હિતેન્દ્ર બારોટ, ગાંધીનગરઃ ભારતીય જનતા પાર્ટી દ્વારા અત્યારસુધી ગુજરાત લોકસભા 26 બેઠકો પૈકી 19 ઉમેદવારોના નામોની જાહેરાત કરી દેવામાં આવી છે. પરંતુ બાકી રહેલા ઉમેદવારોની પસંદગી ભાજપ માટે માથાના દૂખાવા બની રહી છે. ઉત્તર ગુજરાતમાં પાટણની બેઠકમાં વર્તમાન સાંસદ લીલાધર વાઘેલાનું પત્તુ કપાવવું નિશ્ચિત છે. તેમના સ્થાને શ્રમ અને રોજગાર પ્રધાન દિલિપ ઠાકોરને ઓફર કરવામાં આવી છે. પરંતુ દિલિપ ઠાકોરે ચૂંટણી લડવાની સ્પષ્ટ મનાઇ કરતાં કોકડું વધુ ગુંચવાયું છે.

  સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાટણની બેઠકમાં વર્તમાન સાંસદ લીલાધર વાઘેલાની જગ્યાએ તેમના વેવાઇ શ્રમ અને રોજગાર પ્રધાન દિલિપ ઠાકોરને ઓફર કરી છે. જો કે દિલિપ ઠાકોરે ચૂંટણી લડવાની સ્પષ્ટ મનાઇ કરી દીધી છે. સાથે તેઓએ કહ્યું કે જો મારા નામની જાહેરાત થઇ તો હું ચૂંટણી નહીં લડું અને ઉમેદવારી ફોર્મ પણ ભરવા નહીં જાવ ત્યાં સુધીની ચિમકી ઉચ્ચારી છે.

  જમાઇને આગળ લાવવાનો પ્રયાસ

  સૂત્રોના જણાવ્યા પ્રમાણે દિલિપ ઠાકોરને જમાઇને પાટણ બેઠક પરથી ચૂંટણી લડાવવામાં રસ છે. આથી તેઓ આ પ્રકારે પાર્ટીને ચિમકી આપી પાર્ટી સાથે મોટી સોદાબાજી કરવા માગે છે તેવું ભાજપના લોકોનું માવું છે.

  નીતિન પટેલે પણ ચૂંટણી લડવાનો કર્યો ઇન્કાર

  તો બીજી બાજુ મહેસાણા લોકસભા બેઠક પર રાજ્યના નાયબ મુખ્ય પ્રધ નીતિન પટેલને પણ ચૂંટણી લડવાની ઓફર કરાઇ છે. જો કે નીતિન પટેલે પણ ચૂંટણી લડવાની મનાઇ કરી છે. આ પાછળ નીતિન પટેલનું કહેવું છે કે તેઓ કેન્દ્રીય રાજકારણમાં જવા ઇચ્છતા નથી, માત્ર ગુજરાતની રાજનીતિમાં રહેવા માગે છે. ભૂતકાળમાં વર્ષ 2004ની લોકસભાની ચૂંટણી નીતિન પટેલ હારી ગયા હતા.
  Published by:Sanjay Vaghela
  First published: