Home /News /north-gujarat /

પાટણ: હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીનો વધુ એક વિવાદ, M.A.ની પરીક્ષા આપી હોવા છતાં 500 વિદ્યાર્થીઓને નાપાસ કર્યા

પાટણ: હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીનો વધુ એક વિવાદ, M.A.ની પરીક્ષા આપી હોવા છતાં 500 વિદ્યાર્થીઓને નાપાસ કર્યા

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનીવર્સિટી (ફાઇલ ફોટો)

વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હોવા છતાં ગેરહાજરનું કહી નાપાસ કર્યાં હોવાની વિગતો સામે આવી છે. જે અંગે પરીક્ષા નિયામકને આવેદનપત્ર આપવામા આવ્યું છે.

    અશરફ ખાન, પાટણ: પાટણ (Patan)ની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનીવર્સિટી (Hemchandracharya North Gujarat University)નો નવો છબરડો સામે આવ્યો છે. તાજેતરમાં પાટણ (Patan)ની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનીવર્સિટીમાં 500 જેટલા વિદ્યાર્થીઓએ M.Aની પરીક્ષા આપી હતી. વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હોવા છતાં ગેરહાજરનું કહી નાપાસ કર્યાં હોવાની વિગતો સામે આવી છે. જે અંગે પરીક્ષા નિયામકને આવેદનપત્ર આપવામા આવ્યું છે.

    પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અનેક વખત વિવાદોથી ઘેરાયેલી રહી છે. ગુણ સુધારણા ઉપરાંત પરિણામોમાં છબરડાના બનાવો સામે આવતા હોય છે. તાજેતરમાં યુનિવર્સિટી દ્વારા ફેબ્રુઆરી મહિનામાં લેવામાં આવેલી M.A ની પરીક્ષામાં આશરે 500 જેટલા વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા છતાં ગેરહાજરનું કારણ આગળ ધરી નાપાસ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના વહીવટ ભવન ખાતે પરીક્ષા નિયામકને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. પરીક્ષા નિયામકે સમગ્ર ઘટના વિદ્યાર્થીઓની ભૂલને કારણે થઇ હોવોનુ કહેતા વિદ્યાર્થીઓએ સુપરવાઇઝરે યોગ્ય માર્ગદર્શન ન આપતા સમગ્ર સમસ્યાનું નિર્માણ થયાનુ કહ્યુ હતુ.

    આ પણ વાંચો- શાળાએ જતી બાર વર્ષની કુમળી બાળા પર 40 વર્ષના નરાધમે દુષ્કર્મ ગુજાર્યું

    હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સતત વિવાદોથી ઘેરાયેલી રહેવા પામી છે અવારનવાર ગુણ સુધારણા કૌભાંડ તેમજ અનેકવાર પરિણામોમાં પણ છબરડા સામે આવતા હોય છે. જેને લઈ યુનિવર્સિટી સતત ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે તાજેતરમાં યુનિવર્સિટી દ્વારા ફેબ્રુઆરી મહિનામાં લેવામાં આવેલી એમ.એ.ની પરીક્ષામાં આશરે 500 જેટલા વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા છતાં ગેરહાજરનું કારણ આગળ ધરી નાપાસ કરવામાં આવ્યા છે. જેને લઈ આજરોજ આ વિદ્યાર્થીઓ પાટણ યુનિવર્સિટીના વહીવટ ભવન ખાતે પરીક્ષા નિયામકને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

    આ પણ વાંચો- B.Aની ડિગ્રી મેળવ્યા બાદ IT અને મેડિકલના વિદ્યાર્થી કરતા પણ મેળવી શકો છો હાઈ સેલરી

    આ બાબતે પરીક્ષા નિયામક મિતુલ દેલિયાએ જણાવ્યું હતું કે, પરીક્ષામાં વિદ્યાર્થીઓની ભૂલના કારણે ગેરહાજર પરિણામ આવ્યા છે. તો આ બાબતે વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, સુપરવાઇઝર દ્વારા યોગ્ય માર્ગદર્શન ન કરવામાં આવતા સમગ્ર સમસ્યાનું નિર્માણ થયું છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને યોગ્ય ન્યાય મળે તેવી વિદ્યાર્થીઓ દ્વારા માંગ કરાઈ હતી.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Gujarati news, Patan news, Patan university

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन