Home /News /north-gujarat /

ભાજપના ગઢમાં ગાબડું, રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોરની જીત

ભાજપના ગઢમાં ગાબડું, રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોરની જીત

આ બેઠક પર વર્ષ ૨૦૦૭માં યોજાયેલી વિધાનસભા ચુંટણીમાં ભાજપના શંકર ચૌધરી જીત્યા હતા...

આ બેઠક પર વર્ષ ૨૦૦૭માં યોજાયેલી વિધાનસભા ચુંટણીમાં ભાજપના શંકર ચૌધરી જીત્યા હતા...

પાટણ જીલ્લાની જે બેઠક પર સૌની નજર હતી તે બેઠક એટલે રાધનપુર, આ બેઠક પર ઠાકોર સેનાના નેતા અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ તરફથી ઉમેદવારી નોંધાવી હતી. જેણે ભાજપ સરકાર સામે દારૂબંધીને લઈ આંદોલન છેડ્યું હતું.

મહત્વની વાત એ છે કે, રાધનપુર બેટક ભાજપનો ગઢ ગણવામાં આવે છે, ત્યારે આ બેઠક પર અલ્પેશ ઠાકોરની જીત થતાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે.

ઉલ્લેખનીય છે કે, રાધનપુર વિધાનસભા બેઠકમાં રાધનપુર, સાંતલપુર અને સમી તાલુકાના ગામોનો સમાવેશ થાય છે. ગુજરાત વિધાનસભાની આ ગ્રામીણ બેઠક પર ગ્રામીણ મતદારોનું પ્રભુત્વ વધારે છે. રાધનપુર વિધાનસભા બેઠક પર કુલ ૨,૩૭,૭૫૩ મતદારો છે. જેમાં ૧,૨૪,૪૧૮ પ્રુરુષ મતદારો અને ૧,૧૩,૩૩૫ મહિલા મતદારોનો સમાવેશ થાય છે.

2007-2012નું પરિણામ

રાધનપુર વિધાનસભા બેઠક પરના અત્યાર સુધીના ચુંટણી પરિણામો પર નજર નાંખીએ તો, છેલ્લી ચાર વિધાનસભા ચુંટણીમાં ભાજપના ઉમેદવાર જ વિજયી બનતા આવ્યા છે. આ બેઠક પરથી હાલ કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલા આરજેપી(જી) પક્ષમાંથી વર્ષ ૧૯૯૭માં પેટા ચુંટણી જીત્યા હતા. આ બેઠક પર વર્ષ ૨૦૦૭માં યોજાયેલી વિધાનસભા ચુંટણીમાં ભાજપના શંકર ચૌધરી જીત્યા હતા. જયારે વર્ષે ૨૦૧૨માં યોજાયેલી ચુંટણીમાં કોંગ્રેસના ભાવસિંહ રાઠોડને ભાજપના નાગાજી ઠાકોરે ૨.૫૩ મતથી હરાવ્યા હતા.

રાધનપુર વિધાનસભા બેઠકનું જાતિય ગણિત

રાધનપુર વિધાનસભાના જાતિય ગણિતની વાત કરીએ તો ઠાકોર ૩૨ ટકા, ચૌધરી ૧૦ ટકા, માલધારી ૭ .૫ ટકા, મુસ્લિમ ૮. ૭૩ ટકા,પટેલ ૪.૦ ટકા, આહીર ૬.૧૨ ટકા, ઓબીસી ૧૭.૫, અન્ય ૯.૦ ટકાનો સમાવેશ થાય છે. આમ આ બેઠક પર જોવા જઈએ તો ઠાકોર અને ચૌધરી મતદારોનો દબદબો જોવા મળે છે.
First published:

Tags: Assembly election 2017, Gujarat assembly election results, Gujarat assembly election results 2017, Gujarat assembly polls result, Gujarat assembly polls result 2017, Gujarat Election 2017, Gujarat election results 2017, Himachal pradesh election results, અલ્પેશ ઠાકોર

આગામી સમાચાર