Home /News /north-gujarat /પાટણ જિલ્લાના કોટાવડ ગામે અલ્પેશ ઠાકોરે જાહેર સભા યોજી

પાટણ જિલ્લાના કોટાવડ ગામે અલ્પેશ ઠાકોરે જાહેર સભા યોજી

સમગ્ર રાજ્યમાં ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેના દ્વારા વ્યસન મુક્તિ અભિયાનને લઇ ઠાકોર સમાજને વ્યસન મુક્ત બનાવી સમાજનો વિકાસ થાય તેવા હેતુથી છેલ્લા એક માસથી વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે

સમગ્ર રાજ્યમાં ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેના દ્વારા વ્યસન મુક્તિ અભિયાનને લઇ ઠાકોર સમાજને વ્યસન મુક્ત બનાવી સમાજનો વિકાસ થાય તેવા હેતુથી છેલ્લા એક માસથી વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે

  • Pradesh18
  • Last Updated :
પાટણ# સમગ્ર રાજ્યમાં ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેના દ્વારા વ્યસન મુક્તિ અભિયાનને લઇ ઠાકોર સમાજને વ્યસન મુક્ત બનાવી સમાજનો વિકાસ થાય તેવા હેતુથી છેલ્લા એક માસથી વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, તે અંતર્ગત રાજ્યના દરેક જિલ્લામાં ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેનાના પદેશ પ્રમુખ અલ્પેશ ઠાકોર  દ્વારા જાહેર સભાઓ યોજવામાં આવી રહી છે.

Alpesh Thakor

ત્યારે આજે પાટણ જિલ્લાના કોટાવડ ગામે પણ અલ્પેશ ઠાકોરની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ક્ષત્રીય સેનાના પ્રદેશ પ્રમુખ અલ્પેશ ઠાકોર સહીત જિલ્લા માંથી ઠાકોર સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યાં હતા. ત્યારે સભામાં સમાજને સંબોધન કરતા અલ્પેશ ઠાકોરે સમાજને વ્યસન મુક્ત બની સમાજના વિકાસમાં આ અભિયનમાં સહભાગી બનવા સૂચન કર્યું હતુ, તો વ્યસન મુક્તિ અભિયાનને અત્યાર સુધી સમાજ દ્વારા સારો એવો પ્રતિસાદ મળ્યો છે અને હાલમાં રાજ્યના ૩ હજાર ગામોના 70 લાખથી વધુ લોકો તેમાં જોડાયા છે અને ટૂંક સમયમાં જ રાજ્યના 1500 ગામોને વ્યસન મુક્ત બનાવવાની આપણી કામગીરી માટે આપણે સાર્થક પ્રયાસો કરી રહ્યાં છે.

આ ઉપરાંત હાલમાં ચાલી રહેલ વ્યસન મુક્ત અભિયાન અંતર્ગત અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે જે ગુજરાત ક્ષત્રીય સેના દ્વારા 25 જાન્યુઆરીએ સરકારી તંત્રને અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતુ, જેનો આવતી કાલે શુક્રવારે છેલ્લો દિવસ હોઈ અલ્પેશ ઠાકોર વિધાનસભામાં જશે અને આ વ્યસન મુક્તિ અભિયાનને સહયોગ આપવા માટે પક્ષ અને વિપક્ષના નેતાઓને રજૂઆત કરશે.

આ ઉપરાંત આવતી કાલથી જે ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેના દ્વારા જે ઘોષણા કરવામાં આવી હતી, તે પ્રમાણે આવતી કાલ શુક્રવારથી અલ્ટીમેટમનો સમય પૂર્ણ થતો હોઈ વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત સમગ્ર દેશમાં જનતા રેડ કાર્યક્રમ શરૂ થશે.
First published:

Tags: અલ્પેશ ઠાકોર, જાહેર સભા, પાટણ, યોજી`

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन