Home /News /north-gujarat /

પાટણ: શાળાએ જતી વિદ્યાર્થિની લોહીલુહાણ હાલતમાં મળી આવી, ગામના જ ઇસમે બીભત્સ માંગણી બાદ કર્યો ખુની હુમલો

પાટણ: શાળાએ જતી વિદ્યાર્થિની લોહીલુહાણ હાલતમાં મળી આવી, ગામના જ ઇસમે બીભત્સ માંગણી બાદ કર્યો ખુની હુમલો

આજે સવારે શાળાએ જતી વિદ્યાર્થિની લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી.

પીડિત વિદ્યાર્થિનીના પિતાના જણાવ્યા અનુસાર, પાટણના સરસ્વતી તાલુકાના કોઇટા ગામે શાળાએ જઈ રહેલી તેમની દીકરી પર ગામના જેટીયો ઠાકોર નામના ઇસમે હુમલો કર્યો હતો. વિદ્યાર્થિની શાળાએ જતા સમયે નીચે પાડી દઈ પીઠ પાછળ છરીનો ઘા મારી જાતિવિષયક અપમાનિત કરી હતી.

વધુ જુઓ ...
    અશરફ ખાન, પાટણ: પાટણ (Patan)માં શાળા (School)એ જતી દીકરી ઉપર જીવલેણ હુમલોની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. ધોરણ 10 માં અભ્યાસ કરતી સરસ્વતી તાલુકા (Saraswati Taluka)નાં વહાણા ગામની વિદ્યાર્થિની ઉપર થયો તીક્ષણ હથિયાર વડે જીવલેણ હુમલો થયો હતો. વહાણા ગામથી કોઈટા ગામે શાળાએ જતી વેળાએ રસ્તામાં વિદ્યાર્થીની સાથે યુવક દ્વારા બીભત્સ માંગણી કરાઇ હતી.

    જોકે વિદ્યાર્થીનીએ વિરોધ કરતા આરોપીએ ઉશ્કેરાઈ જઈને છરીથી હુમલો કર્યો હતો. આરોપીએ ધારદાર હથિયાર વડે વિદ્યાર્થીનીની પીઠ ઉપર કર્યો ગંભીર ઘા માર્યા હતા અને લોહી લુહાણ હાલતમાં ઘાયલ વિદ્યાર્થીનીને ધારપુર હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાઈ હતી. ઘટનાની ગંભીરતાને લઈ દલિત સમાજનાં આગેવાનો ધારપુર હોસ્પિટલ પહોંચ્યા હતા. સાથે જ દલિત આગેવાનો દ્વારા આરોપી સામે દાખલારૂપ કડક સજા થાય તેવી માંગ કરી છે.



    આ મામલે વિદ્યાર્થિનીના પિતાએ પોલીસમાં ફરિયાદ આપી છે કે, તેઓ આજે સવારે કામ અર્થે ગયા હતા પરંતુ કામ ન મળતા તેઓ પોતાના ગામ પરત ફરી રહ્યા હતા તે દરમિયાન વાણા ગામના પુલ પાસે તેમની દીકરી લોહીલુહાણ હાલતમાં હતી અને તેની સાથે તેમની સગી બહેન હતા. જેમને તેઓએ પૂંછ્યુ હતું કે, તેજલ લોહીલુહાણ સ્થિતિમાં કેમ છે ત્યારે તેમની બહેને જણાવ્યું હતું કે, આપણા ગામનો જ જેટીયો ઠાકોર આપણી દીકરીને છરીના ઘા મારીને ફરાર થઇ ગયો છે.

    આ પણ વાંચો- અમદાવાદમાં હાથ-પગ અને માથા વિનાની લાશ કોણ ફેંકી ગયું, સીસીટીવી ફુટેજ આવ્યા સામે

    ત્યાં જ પીડિત વિદ્યાર્થિનીના પિતાના જણાવ્યા અનુસાર, પાટણના સરસ્વતી તાલુકાના કોઇટા ગામે શાળાએ જઈ રહેલી તેમની દીકરી પર ગામના જેટીયો ઠાકોર નામના ઇસમે હુમલો કર્યો હતો. વિદ્યાર્થિની શાળાએ જતા સમયે નીચે પાડી દઈ પીઠ પાછળ છરીનો ઘા મારી જાતિવિષયક અપમાનિત કરી હતી. એ બાદ જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી ફરાર થઇ ગયો હતો.

    આ પણ વાંચો- બનાસકાંઠા જિલ્લામાં લંપી વાયરસના 200 ઉપરાંત કેસો નોંધાતા પશુપાલકોમાં ભયનો માહોલ

    આ ઘટનામાં વિદ્યાર્થિનીને ગંભીર ઈજા પહોંચતાં તેને પ્રથમ જંગરાલની સરકારી હોસ્પિટલમાં અને ત્યાર બાદ વધુ સારવાર માટે ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યાં જ આ ઘટનાની જાણ થતા દલિત સમાજનાં આગેવાનો ધારપુર હોસ્પિટલ પહોંચ્યા હતા. સાથે જ દલિત આગેવાનો દ્વારા આરોપી સામે દાખલારૂપ કડક સજા થાય તેવી માંગ કરી છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Crime news, Gujarati news, Patan news, પાટણ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन