Home /News /north-gujarat /

બદ્રીનાથ યાત્રાએ ગયેલા પાટણના હાલાણી પરિવારના 8 સભ્યો ફસાયા

બદ્રીનાથ યાત્રાએ ગયેલા પાટણના હાલાણી પરિવારના 8 સભ્યો ફસાયા

હાલાણી પરિવારના સભ્યોની તસવીર

ચાર દિવસ પહેલા આ પરિવારના સભ્યો બદ્રીનાથની યાત્રા પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા. ત્યારે જોશીમઠ પાસે ભૂ-સ્ખલન થતાં ભેખડો ધસી પડી હતી.

  જશવંત પટેલ, પાટણઃ બદ્રીનાથના દર્શન માટે ગયેલા રાધનપુરના હાલાણી પરિવારના 8 સભ્યો ફસાયા હોવાના સમાચાર મળી રહ્યા છે. થોડા દિવસો પહેલા હાલાણી પરિવારના 8 સભ્યો બદ્રીનાથની યાત્રા કરી રહ્યા હતા. એ ગયા હતા. જોકે, બદ્રીનાથમાં રસ્તઓ પર ભૂ-સ્ખલન થવાના કારણે ભેખડો ધસી પડી હતી. જેના કારણે અનેક યાત્રીકો ફસાયા હતા. જેમાં રાધનપુરના એક જ પરિવારના આઠ સભ્યો હતો.

  મળતી માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાતના રાધનપુરમાં આવેલી શિતલ સોસાયટીમાં હાલાણી પરિવાર રહે છે. થોડા દિવસ પહેલા હાલાણી પરિવારના 8 સભ્યો બદ્રીનાથની યાત્રાએ ગયા હતા. ચાર દિવસ પહેલા આ પરિવારના સભ્યો બદ્રીનાથની યાત્રા પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા. ત્યારે જોશીમઠ પાસે ભૂ-સ્ખલન થતાં ભેખડો ધસી પડી હતી. જેના કારણે રસ્તાઓ બંધ થયા હતા. જેથી આ પરિવારના સભ્યો રસ્તામાં જ ફસાઇ ગયા હતા. સ્થાનિક તંત્ર દ્વારા રસ્તો ખુલ્લો કરવા માટે કામગીરી હાથધરી હતી. ચોમાસાની સિઝનમાં ઉત્તરાખંડમાં ભૂસ્ખલનની વધારે ઘટનાઓ બનતી રહે છે.

  ઉલ્લેખનીય છે કે, શુક્રવારે બપોરે બદ્રીનાથ માર્ગ પર અંદાજે 15 હજાર યાત્રી ફસાઈ ગયા. બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેન (બીઆરઓ)નું કહેવું છે કે, રસ્તો ફરી શરૂ કરવામાં 2 દિવસનો સમય લાગી શકે છે. ભૂસ્ખલન બાદ પ્રશાસને લોકોને રસ્તામાં જ રોકી દીધા છે. બપોરે ત્રણ વાગ્યેને 23 મીનિટ પર હાથી પહાડમાં અચાનક જ ચટ્ટાન તૂટીને પડયા બાદ હાઈવેનો 50 મીટરનો ભાગ ક્ષતિગ્રસ્ત થઈ ગયો.

  આ પણ વાંચોઃ-ચમત્કાર કે જાદુ ? આ ભાઇના હાથમાં ચોંટી જાય છે મોબાઇલ ફોન !

  હાથીપહાડમાં બંને બાજુએ 500થી વધુ નાના મોટા વાહનો ફસાયેલા છે. બદ્રીનાથ ધામમાં ફસાયેલા યાત્રીઓને હાલ ત્યાં જ રોકાઈ જવાનું જણાવાયું છે. જ્યારે બદ્રીનાથ ધામ જનારા યાત્રીઓને જોશીમઠ, પીપલકોટી, ચમોલી વગેરે યાત્રી પડાવો પર રોકાવા જણાવાયું છે.

  એક અંદાજ મુજબ બદ્રીનાથ ધામમાં 15000 જેટલા યાત્રીઓ ફસાયા છે જ્યારે અન્ય યાત્રા પડાવો પર લગભગ 10000 જેટલા યાત્રીઓ હાજર છે. હાથી પહાડથી બદ્રીનાથ તરફ ફસાયેલા યાત્રીઓને પ્રશાસને ગોવિંદઘાટ ગુરુદ્વારામાં રોકવાની વ્યવસ્થા કરી છે.
  Published by:ankit patel
  First published:

  Tags: ઉત્તર ગુજરાત, પાટણ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन