પાલનપુરઃશૌચાલયના કુવાના ખોદકામમાં ભેખડ ધસી પડતા દબાયેલા શ્રમીકનું મોત

VINOD LEUVA | News18 Gujarati
Updated: January 29, 2017, 10:20 AM IST
પાલનપુરઃશૌચાલયના કુવાના ખોદકામમાં ભેખડ ધસી પડતા દબાયેલા શ્રમીકનું મોત
પાલનપુરઃબનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં બસ સ્ટેન્ડ નજીક ખોદકામ દરમ્યાન ભેખડ ઘસી પડતા એક મજૂર દટાયો હોવાની ઘટના સામે આવી છે.જોકે આ બનાવ ની જાણ થતાજ આજુબાજુના લોકો દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી પરંતુ ત્યાં સુધીમાં તો મજૂરનું મોત નિપજતા પાલિકાની ફાયર બ્રિગેટ ટીમ પહોચી શ્રમીકના મૃતદેહને બહાર કાઢ્યો હતો.
VINOD LEUVA | News18 Gujarati
Updated: January 29, 2017, 10:20 AM IST

પાલનપુરઃબનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં બસ સ્ટેન્ડ નજીક ખોદકામ દરમ્યાન ભેખડ ઘસી પડતા એક મજૂર દટાયો હોવાની ઘટના સામે આવી છે.જોકે આ બનાવ ની જાણ થતાજ આજુબાજુના લોકો દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી પરંતુ ત્યાં સુધીમાં તો મજૂરનું મોત નિપજતા પાલિકાની ફાયર બ્રિગેટ ટીમ પહોચી શ્રમીકના મૃતદેહને બહાર કાઢ્યો હતો.

પાલનપુર શહેરમાં બસ સ્ટેન્ડ નજીક રહેણાંક મકાન મલિક દ્વારા શૌચાલય ના કુવાનું ખોદકામ ચાલી રહ્યું હતું તેમજ ખોદકામ  દરમ્યાન માટી ભીની હોવાના કારણે અચાનક ભેખડ ઘસી પડતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કૂવામાં  કામ કરી રહેલ સુનીભાઈ આદિવાસી દટાઈ ગયો હતો.આ ઘટના થી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને રાહત કામગીરી શરૂ કરી હતી.

જો કે ત્યાં સુધીમાં તો કૂવામાં દટાઈ ગયેલા મજૂરનું ગૂંગણામણ થવાથી તેનું કરુંણ મોત નીપજ્યું હતું.આ બનાવ ની જાણ થતાજ પાલિકાના કર્મચારીઓ અને ફાયર ફાઈટર ની ટિમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને મૃતક મજૂર ની લાશ ને પી એમ અર્થે ખસેડી હતી.

First published: January 29, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर