300 બહેનો જેલમાં બંધ સંજીવ ભટ્ટને બાંધશે રાખડી, હાર્દિક પટેલ પણ જશે સાથે

News18 Gujarati
Updated: August 13, 2019, 2:04 PM IST
300 બહેનો જેલમાં બંધ સંજીવ ભટ્ટને બાંધશે રાખડી, હાર્દિક પટેલ પણ જશે સાથે
સંજીવ ભટ્ટની ફાઇલ તસવીર

આવતીકાલે પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટને 300 બહેનો રાખડી બાંધવા જવાની છે.

  • Share this:
વિભુ પટેલ, અમદાવાદ : સંજીવ ભટ્ટ હાલ એનડીપીએસ(નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સિસ) કેસ મામલે પાલનપુર જેલમાં બંધ છે. આવતીકાલે પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટને 300 બહેનો રાખડી બાંધવા જવાની છે. તેમની સાથે કોંગ્રેસનાં હાર્દિક પટેલ પણ જવાનાં છે. આ ઉપરાંત સંજીવ ભટ્ટ માટે દેશવિદેશમાંથી 25 હજાર જેટલી રાખડીઓ આવી છે.

આ અંગે હાર્દિક પટેલે કહ્યું છે કે, 'અમને સંજીવ ભટ્ટને મળવા પોલીસ અને તંત્ર સહયોગ આપે તેવી આશા રાખીએ છીએ. ' મહત્વનું છે કે 1996માં બનાસકાંઠા એસપી હતા ત્યારે તેમના પર ડ્રગ્સનો કેસ થયો હતો. 1996માં ડ્રગ્સ કાંડમાં સંજીવ ભટ્ટનુ નામ ખુલ્યુ હતુ. પાલીના એડવોકેટ સુમેરસિંહને 1.15 કિલો અફીણ કેસમાં ધરપકડ કરી હતી બાદમાં આ એડવોકેટે હાઈકોર્ટમાં ફરિયાદ કરતાં આ કેસ બોગસ નીકળ્યો હતો. પાલીમાં એક પ્રોપર્ટી ખાલી કરાવવા હોટલમાં ડ્રગ્સ પ્લાન્ટ કરાવ્યું હોવાનો તેમના પર આરોપ લાગ્યો હતો. 2018માં આ કેસમાં સંજીવ ભટ્ટની ધરપકડ કરાઈ હતી. હાલમાં આ કેસમાં સંજીવ ભટ્ટ પાલનપુર જેલમાં બંધ છે.

આ પણ વાંચો : 'અધિકારીઓ સરકારની સૂચના પ્રમાણે કામ કરે છે': પૂર્વ IPS સંજીવ ભટ્ટે લીધી હાર્દિકની મુલાકાત

ઉલ્લેખનીય છે કે 2015માં સંજીવ ભટ્ટનો સીડી કાંડ બહાર આવ્યો હતો. ગુજરાત એફએસએલમાં સીડીની ચકાસણી કરાઈ હતી. આ સીડી કાંડમાં સંજીવ ભટ્ટને નોટીસ પણ મોકલાઈ હતી. આ કેસમાં સંજીવ ભટ્ટે કહ્યુ હતુ કે પોતે નથી પોતાના જેવો છે. બાદમાં સંજીવ ભટ્ટ પર અમદાવાદના નિવાસસ્થાને ગેરકાયદે દિવાલ બનાવી હતી બાદમાં કોર્પોરેશન દ્રારા આ દિવાલનુ ડીમોલીશન કરાયુ હતુ. સંજીવ ભટ્ટની પત્ની શ્વેતા ભટ્ટ કોગ્રેસના બેનર પણ ચૂંટણી લડી હતી. શ્વેતા ભટ્ટે નરેન્દ્ર મોદી સામે મણિનગરમાં વિધાનસભાની ચૂંટણી હારી ગયા હતા.
First published: August 13, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...