પાટીદારોના આમરણાંત ઉપવાસ; ન્યાય નહીં મળે તો સરકારે ભોગવવું પડશે- લાલજી પટેલ

News18 Gujarati
Updated: June 12, 2018, 2:49 PM IST
પાટીદારોના આમરણાંત ઉપવાસ; ન્યાય નહીં મળે તો સરકારે ભોગવવું પડશે- લાલજી પટેલ
News18 Gujarati
Updated: June 12, 2018, 2:49 PM IST
રાજ્યમાં ફરી એકવાર પાટીદારોએ આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે. આંદોલન વખતે શહીદ થયેલા 14 પાટીદારોને  ન્યાય આપવા માટે પાટીદારો આજે પાલનપુરમાં એકઠા થયા છે. જ્યા તેઓ ન્યાય માટે ઉપવાસ પર ઉતર્યા છે. આ આમરણાંત ઉપવાસ કલેક્ટર કચેરી ખાતે યોજાય રહ્યાં છે. જેમાં લાલજી પટેલ, દિનેશ બાંભણીયા સહિતના નેતા ઉપસ્થિત છે. તો આ ઉપવાસમાં હાર્દિક પટેલ પણ જોડાય તેવી શક્યતા છે. મહત્વનું છે કે અહીંયા મોટી સંખ્યામાં પાટીદાર નેતાઓ હાજર રહ્યાં છે.

તો આમરણાંત ઉપવાસ દરમિયાન લાલજી પટેલ સહિતના પાટીદાર નેતાઓએ ન્યાય માટે લેખિતમાં રજૂઆત કરી છે. આ સાથે જ ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા સાથે પાટીદાર નેતાઓએ મંત્રણા પણ કરી છે. જેમાં ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડાનું કહેવું છે કે અમારી પાસે આવી કોઈ માહિતી નથી. મહત્વનું છે કે આંદોલન મામલે CID ક્રાઈમ તપાસ ચલાવી રહી છે.

ઉપવાસ પર બેઠેલા લાલજી પટેલ


લાલજી પટેલે આપ્યું નિવેદન


લાલજી પટેલે પોતાનું નિવેદન આપતા કહ્યું કે જો શહીદ પાટીદારોને ન્યાય નહીં મળે તો સરકારે 2019માં ગંભીર પરિણામ ભોગવવું પડશે. આ સાથે જ કહ્યું કે તમામ ઈતર સમાજ ભેગા થઈને સરકારનો અમે વિરોધ કરીશું.

ઉલ્લેખનીય છે કે આંદોલન વખતે શહિદ થયેલા લોકોને ન્યાય અપાવવા માટે 24મી મેથી શહીદ યાત્રા શરૂ કરવામાં આવી હતી. આ યાત્રા આંદોલન સમયે મૃત્યુ પામેલાઓના પરિવારને ન્યાય આપવા માટે યોજાય હતી. જે યાત્રામાં 14 શહિદોની પ્રતિમા બનાવવામાં આવી હતી. યાત્રાએ પહેલા ઉંઝા મંદિરમાં પ્રતિમાઓને અભિષેક કરાવ્યો હતો. બાદમાં 4 કિલોમીટર સુધી યાત્રા કરવામાં આવી હતી. જે યાત્રા ખોડલધામ ખાતે સમાપ્ત થઈ હતી. ત્યારે આજે ફરી એકવાર પાલનપુરમાં પાટીદારોએ આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે. જેમાં મોટી સંખ્યામાં પાટીદારો હાજર રહ્યા છે.
Loading...
દિનેશ બાંભણિયા સહિતના પાટીદારો


ત્યારે જોવાનું તો એ રહે છે કે પાટીદારો માટે લડી રહેલો હાર્દિક પટેલ આ ઉપવાસ આંદોલનમાં જોડાય છે નહીં.

મહત્વનું છે કે પાટીદારો આંદોલન વખતે 14 પાટીદારો શહીદ થયા હતા. જ્યારે કેટલાયે લોકો ઘવાયા હતા. જેથી આ તમામ પાટીદારોને ન્યાય અપાવવા માટે પાટીદારોએ આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે. થોડા દિવસ પહેલા પરેશ ધાનાણીએ એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. જેમા તેને કહ્યું કે તેઓ વિશેષ સત્ર બોલાવવાની માગ સાથે એક પત્ર સીએમ વિજય રૂપાણીને લખ્યો હતો. પરેશ ધાનાણીએ પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપની સરકારે 14-14 પાટીદારોના જીવ લીધા છે. આ સાથે જ હજારો યુવાનો પર લાઠીઓ વરસાવી છે. ભાજપની સરકાર વાંરવાર ભ્રષ્ટાચાર કરે છે. પાટીદારો પર 22 હજાર કેસ થયા છે, બેન દીકરીઓ પાસે અઘટતીત મંગણીઓ કરી હતી. જે વાત કોંગ્રેસ સહન નહિ કરી લે. જેથી આ તમામ મુદ્દાઓ વિશેષ સત્રમાં ચર્ચા કરવા માટે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી.

 
First published: June 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर