પાલનપુર સહિત ઉ.ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 2.3ની તિવ્રતાનો ભૂકંપ

બનાસકાંઠા જિલ્લાનું પાટનગરમાં પાલનપુર સહિત ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં આજે બુધવારે ભૂકંપના આંચકો આવ્યો હતો.

News18 Gujarati
Updated: June 12, 2019, 5:57 PM IST
પાલનપુર સહિત ઉ.ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 2.3ની તિવ્રતાનો ભૂકંપ
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: June 12, 2019, 5:57 PM IST
મહેન્દ્ર અગ્રવાલ, અંબાજીઃ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં વાયુ વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે ત્યારે ઉત્તર ગુજરાતમાં આજે બુધવારે ધરતી ધણધણી હતી. ઉત્તર ગુજરાતના પાલનપુર અને આજુબાજુના વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ વિસ્તારોમાં 2.3 રિક્ટર સ્કેલનો ભૂકંપ આવ્યો હતો. પાલનપુરથી 32 કિલોમીટર દૂર અમિરગઢ તાલુકામાં હોવાનું માનવામાં આવે છે.

મળતી માહિતી પ્રમાણે બનાસકાંઠા જિલ્લાનું પાટનગરમાં પાલનપુર સહિત ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં આજે બુધવારે ભૂકંપના આંચકો આવ્યો હતો. પાલનપુરથી 32 કિલોમીટર દૂર અમિરગઢ તાલુકામાં ભૂકંપની કેન્દ્ર બિન્દુ હોવાનું સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટ પાસેથી માહિતી મળી હતી. ભૂકંપની તિવ્રતા 2.3 રિક્ટર સ્કેલ માપવામાં આવી હતી. ઉત્તર ગુજરાતના પાલનપુર, અંબાજી આબુ રોડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા છે.

ઉલ્લેખનીય છે કે, એક સપ્તાહ પહેલા અરવલ્લી,સાબરકાંઠા, અંબાજી, હિંમતનગર, ખેડબ્રહ્મા સહિત ઉત્તર ગુજરાતમાં ભુકંપનો આંચકો અનુભવાતા દોડધામ મચી જવા પામી હતી. તમામ વિસ્તારોમાં અંદાજે ૧૦ સેકન્ડ સુધી ભુકંપનો આંચકો અનુભવાયો હતો. તો હાલ ભુકંપની તિવ્રતા અંદાજે ચારની તિવ્રતાની આસપાસ હોવાનું કહેવામાં આવી રહ્યું હતું.

આ પણ વાંચોઃ-LIVE: વાવાઝોડું વેરાવળથી 280 કિમી દૂર, 155થી 165 કિમીની ઝડપે દરિયાકાંઠે ટકરાશે

તો ભુકંપનું કેન્દ્ર બિંદુ પાલનપુરથી ૩૧ કિમી દૂર અને જમીનથી ૩.૧ કિમી નીચે એપી સેન્ટર હોવાનું કહેવામાં આવી રહ્યું હતું. તો હાલ કોઇ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. તંત્રએ લોકોને સાવચેત રહેવાની અપીલ કરી અફવાઓથી દૂર રહેવા જણાવ્યું હતું.
First published: June 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...