Home /News /north-gujarat /'ઢબુડી મા'ને ખુલ્લો પડકાર, ચમત્કાર સાબિત કરે તો 1 કરોડનું ઈનામ

'ઢબુડી મા'ને ખુલ્લો પડકાર, ચમત્કાર સાબિત કરે તો 1 કરોડનું ઈનામ

પંચમહાલના હ્યુમેનિસ્ટ રેશનલીસ્ટ એસોસિએશન ગોધરા દ્વારા ઢબુડી માતા ઉર્ફે ધનજીને ખુલ્લો પડકાર આપ્યો છે.

પંચમહાલના હ્યુમેનિસ્ટ રેશનલીસ્ટ એસોસિએશન ગોધરા દ્વારા ઢબુડી માતા ઉર્ફે ધનજીને ખુલ્લો પડકાર આપ્યો છે.

રાજેશ જોષી, પંચમહાલઃ હાલ ચારે તરફ ઢોંગી ઢબુડી માની ભારે ચર્ચા ચાલી રહી છે. અંધશ્રધ્ધાના નામે લોકો પાસેથી પૈસા પડાવતી ઢબુડી મા ઉર્ફે ધનજી ઓડની ગેંગનો પર્દાફાશ થયો છે. ભાંડો ફૂટી જતા ધનજી ભૂગર્ભમાં ઉતરી ગયો છે, સોશિયલ મીડિયામાં ઢબુડી માનો ભાંડાફોડ થઇ રહ્યો છે. જેથી પંચમહાલના હ્યુમેનિસ્ટ રેશનાલિસ્ટ એસોશિએન ગોધરાના નામે એક લેટર ફરતો થયો છે જેમાં ઢબુડીમાને ખુલ્લો પડકાર ફેંકવામાં આવ્યો છે કે જો તે ચમત્કાર સાબિત કરી બતાવે તો એક કરોડનું ઇનામ આપવામાં આવશે.

પ્રાપ્ત વિગત પ્રમાણે પંચમહાલનાહ્યુમેનિસ્ટ રેશનલીસ્ટ એસોસિએશન ગોધરા દ્વારા ઢબુડી માતા ઉર્ફે ધનજીને ખુલ્લો પડકાર આપ્યો છે.ચમત્કાર સાબિત કરી બતાવે તો એક કરોડનું ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે. એટલું જ નહીં જો ચમત્કાર સાબિત થાય તો વાજતે ગાજતે વરઘોડો કાઢી સન્માન કરવામાં આવશે. આ પ્રકારની જાહેર કરતો એક લેટર સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

અહીં ક્લિક કરી વાંચોઃ ઢોંગી 'ઢબુડી મા' મામલે પૂર્વ સેવકનો મોટો ખુલાસો, માતાજીના નામે કરોડોનો વેપલો કર્યો

થોડા દિવસથી 'ઢબુડી મા'ને જે કોઇ ન ઓળખતા હોય તે પણ ઓળખી ગયા છે. રૂપાલ તથા આસપાસના પંથકમાં ભગવાન તરીકે પુજાતો 'ઢબુડી મા'નો વિજ્ઞાનજાથા અને ન્યૂઝ18ગુજરાતીએ પર્દાફાશ કર્યો છે. 'ઢબુડી માતા'એ અંધશ્રધ્ધાનાં નામે રીતસરની હાટડી ખોલી છે. ગત મંગળવારે વિજ્ઞાનજાથાના ડાયરેક્ટર જયંત પંડ્યા સાથે પીડિત 'ઢબુડી મા' એટલે ધનજી ઓડ સામે પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જોકે, પોલીસે આ મામલે એફ.આઈ.આર. દાખલ કરી નથી. આ ફરિયાદથી બચવા માટે 'ઢબુડી મા' ઉર્ફે ધનજી ઓડે ગાંધીનગરમાં આગોતરા જામીનની અરજી કરી છે.
First published:

Tags: Dhabudi ma, Reward