દીકરી IPS, MLA કે MP બને, લગ્ન તો સમાજમાં જ કરવા પડશે : નવઘણ ઠાકોર

ફેસબૂકમાં દીકરીઓને દૂધપીતી કરવી જોઈએ તેવી વકીલાત કરનારા નવઘણ ઠાકોરે સમાજના વિરોધ બાદ પોસ્ટ ડિલિટ કરી, માફી માંગતા કહ્યું આ વિશ્વમાં કોઈની પણ લાગણી દુભાઈ હોય તો માફી માંગું છું.

News18 Gujarati
Updated: July 18, 2019, 3:43 PM IST
દીકરી IPS, MLA કે MP બને, લગ્ન તો સમાજમાં જ કરવા પડશે : નવઘણ ઠાકોર
નવઘણ ઠાકોરે કહ્યું 12 ગામના બંધારણને સમગ્ર ગુજરાતમાં લાગુ કરાશે.
News18 Gujarati
Updated: July 18, 2019, 3:43 PM IST
કેતન પટેલ, મહેસાણા : અખિલ ઠાકોર એકતા સમિતીની પ્રમુખ નવઘણ ઠાકોરે ફેસબૂક પર દીકરીઓને દૂધપીતી કરાવાની પોસ્ટ મૂક્યા બાદ વિવાદ સર્જાયો હતો. ઠાકોરની આ પોસ્ટ બાદ ચોમેરથી ફિટકાર વરસી રહ્યો હતો. દરમિયાન નવઘણ ઠાકોરએ આ મામલે પ્રથમ પ્રતિક્રિયા આપી હતી. એક વાતચીતમાં તેમણે કહ્યું હતું કે મેં આ પોસ્ટ નથી કરી મેં જે છોકરાને મોબાઇલ સાચવવા આપ્યો હતો તેણે કરી હતી. આ પોસ્ટથી કોઈની પણ લાગણી દુભાઈ હોય તો માફી માંગું છું. ઠાકોરે માફી તો માંગી પરંતુ ફરીથી એક વિવાદ છેડી દીધો હતો. તેમણે આંતરજ્ઞાતિય લગ્નનો વિરોધ કરતા કરતા ત્યાં સુધી કહી દીધું હતું કે મારા સમાજની દીકરી IAS બને IPS બને કે કઈ પણ શિક્ષણ મેળવે તેણે લગ્ન તો સમાજમાં જ કરવા પડશે.

નવધણ ઠાકોરે કહ્યું, “ દરેક વ્યક્તિની અપેક્ષા હોય છે, કે મારો દીકરો કે દીકરી મારા સમજમાં જ લગ્ન કરે. હું ગઈકાલે વ્યસ્ત હતો એટલે મેં એક છોકરાને મોબાઇલ આપેલો તેણે આવેશમાં આપી અને પોસ્ટ કરી દીધો હતો. આ સામાન્ય ગલતી છે, વાત પતી ગઈ. અમારા સમાજના બાળકો શિક્ષણ મેળવે એ જ અમારો અભિગમ છે.”

આ પણ વાંચો : ક્ષત્રિય ઠાકોરની દીકરી સમાજ બહાર લગ્ન કરે તો દૂધપીતી કરો : નવઘણ ઠાકોરદીકરી IPS બને ધારાસભ્ય બને સંસદ બને લગ્ન તો સમાજમાં જ કરવા પડશે
નવઘણ ઠાકોરે આ પોસ્ટ મામલે વાતચીત કરતા કહ્યું હતું કે દરેક મા-બાપની અપેક્ષા હોય છે કે મારી દીકરી મારા સમાજમાંજ પરણે અને મારી પણ એવી જ અપેક્ષા છે. દીકરી IPS બને કે ધારાસભ્ય બને કે સંસદ સભ્ય બને પરંતુ તેણે લગ્ન તો સમાજમાં જ કરવું પડશે.
આ પણ વાંચો : કોંગ્રેસમાં વિશ્વાસઘાત થયો, PMથી પ્રભાવિત થઈને BJPમાં જોડાઉં છું : અલ્પેશ

ઠાકોર સમાજનો ફિટકાર

ઠાકોર સમાજના અગ્રણી જગતસિંહ ઠાકોરે જણાવ્યું હતું કે આ પોસ્ટને હું વખોડું છું, દિકરા-દીકરી સમાન છે. આવી પોસ્ટ જે ફેલાવે તેના સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. ઠાકોર સમાજના પ્રમુખ ઇશ્વર ઠાકોરે કહ્યું કે આ પોસ્ટને હું સખત શબ્દોમાં વખોડું છું. આવી પોસ્ટ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આવી પોસ્ટ મૂકી સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કરવામાં આવી રહ્યું છે.
First published: July 18, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...